Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AHMEDABAD : વરસાદી પાણીના સંગ્રહ માટે અમદાવાદની પોળમાં કરાય છે આ ખાસ વ્યવસ્થા

AHMEDABAD : આજની સમયની સૌથી ગંભીર સમસ્યા જળ છે અને જળ વિના જીવન અસંભવ છે. ત્યારે આજના સમયમા ચોમાસાના પાણીનો સંગ્રહ એ અતિ જરૂરિયાત છે. ગુજરાતનાં ગામડાઓમાં વર્ષો પેહલા વરસાદી પાણી સંગ્રહ કરવામાં આવતું હતું. અમદાવાદ મહાનગરમાં આવેલા પોળ વિસ્તારના...
ahmedabad   વરસાદી પાણીના સંગ્રહ માટે અમદાવાદની પોળમાં કરાય છે આ ખાસ વ્યવસ્થા
Advertisement

AHMEDABAD : આજની સમયની સૌથી ગંભીર સમસ્યા જળ છે અને જળ વિના જીવન અસંભવ છે. ત્યારે આજના સમયમા ચોમાસાના પાણીનો સંગ્રહ એ અતિ જરૂરિયાત છે. ગુજરાતનાં ગામડાઓમાં વર્ષો પેહલા વરસાદી પાણી સંગ્રહ કરવામાં આવતું હતું. અમદાવાદ મહાનગરમાં આવેલા પોળ વિસ્તારના મકાનમાં આજે પણ વરસાદી પાણીનો કરાય છે.

વધતી જતી માનવ વસ્તી સાથે પાણીનો ઉપયોગ અને બગાડ બંને વધ્યો છે અને પરિણામે શુદ્ધ પીવાલાયક પાણીનો જથ્થો પેટાળમાં પણ ખૂટવા લાગ્યો છે. જેને પરિણામે પૃથ્વી પરના સજીવોની જળતંગી સર્જાવાના પ્રશ્ન ઊભો થાય તેવી ભીંતિ છે. જેથી ચોમાસાના પાણીના સંગ્રહ માટે સમગ્રદર્શી અભિગમ ઊભો કરવો જોઈએ .અમદાવાદના પોળ વિસ્તારમાં પેઢી દર પેઢી આજે પણ પોળમાં એવા મકાન છે, જ્યાં વરસાદી જળ સંગ્રહ કરવા માટેના ધાબાના પાઇપલાઇન અને ઘરની નીચે મોટા ટાંકા બનાવાયા છે. જેમાં મબલખ પાણી નીચે સમાય તેવી ગોઠવણ કરવામાં આવી છે. અને આ પાણી ઉત્તમ પીવાલાયક પણ હોય છે.

Advertisement

વિશ્વભરમાં જન સંખ્યામાં વૃધ્ધિને કારણે જળ, જંગલ અને જમીન પર વિઘાતક અસરો પેદા થઈ છે અને વિશ્વમાં જળ સંકટનું કારણ વધતી જતી વસ્તી વૃધ્ધિ છે. ઘર વપરાશ ઉપરાંત ઔદ્યોગિક ક્ષેત્રોમાં પાણીનો વપરાશ વધ્યો છે ત્યારે એક સર્વેક્ષણ મુજબ વ્યક્તિ દીઠ ૧૨૦૫ ઘન મી. પાણી પ્રતિ વર્ષ જરૂરી છે.  જેમાં ૫૫ ઘન મી. ઘરના ઉપયોગ માટે, ૧૧૫૦ ઘન મી. અનાજના ઉત્પાદનમાં વપરાય છે. વિશ્વમાં લગભગ ૧૨૦ કરોડ લોકો જળસંકટ ભોગવી રહ્યા છે, ત્યારે ગુજરાત અને દેશના ગામડાઓમાં હવે વરસાદી પાણી બચાવવું અને પાણી બચાવવું ખૂબ જ જરૂરી છે.

Advertisement

ચેકડેમ

વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે ચેકડેમ અતિ મહત્વની પધ્ધતિ છે. ચેકડેમો દ્વારા પાણીનું રોકાણ કરી તેનો યોગ્ય વપરાશ કરવામાં આવે તો જળસંકટથી બચી શકાય તેમ છે. ચેકડેમો દ્વારા પાણીનો સંગ્રહ કરી ઔદ્યોગિક એકમો અથવા ખેતીલાયક વપરાશમાં પાણીનો ઉપયોગ કરવામાં આવે તો જળસંકટમાં ઘટાડો કરી શકાય છે.

વેલ રિચાર્જિગ

વરસાદનું પાણી વૈજ્ઞાનિક ઢબે કુવાઓમાં ઉતારવામાં આવે તો કુવાઓ ફરી જીવંત બને અને ભૂગર્ભ જળ ઊંડા ઉતરતા રોકી શકાય તેમ છે. સ્વામિનારાયણ સંપ્રદાય, સ્વાધ્યાય પરિવાર વગેરે સત્સંગીઓના ભગીરથ પ્રયાસોથી વેલ રિચાર્જિંગને ખૂબ જ વેગ મળ્યો છે. કુવાઓ રિચાર્જ થવાથી પાણીનો બગાડ અટકશે અને ભૂગર્ભ જળ ઊંચા આવશે જેને પરિણામે પીવાલાયક પાણીનો જથ્થો વધારી શકાશે અને પાણીના ક્ષારો નિયંત્રિત કરી શકાશે.

ખેત તલાવડી

વરસાદી પાણીના સંગ્રહ માટે સરકારે ખેડૂતોને આર્થિક સહાય આપી ખેતરે ખેતરે ખેત તલાવડીઓ બનાવડાવી વરસાદી પાણીનો સંગ્રહ કરવો જરૂરી છે. ખેત તલાવડીઓ દ્વારા ખેતી લાયક પાણીનો સારી રીતે સંગ્રહ કરી શકાય છે. અને ખેડૂતને સિંચાઈની વધુ સારી સગવડ પુરી પાડી શકાય તેમ છે.
આમ, વરસાદના પાણીના વિવિધ સ્તરે સંગ્રહ કરી અનેક વિધ સંકટો ટાળી શકાય તેમ છે. મનુષ્યને પાણીની જરૂરિયાત દિવસે દિવસે વધતી જાય છે. તેમાં ઘટાડો થવાની સંભાવના નથી પરંતુ પ્રાપ્ત થતું જળ ઘટતું જવાનું છે જેથી પાણીનો સંગ્રહ અને સંરક્ષણ અતિ મહત્વના છે આજે પણ ગુજરાત ના કચ્છ વિસ્તાર ના અંતરિયાળ ગામડાઓ ના પીવાં ના પાણી ની પણ સમસ્યા છે જો સમય સાથે સાવધાન થઈ પાણી બચાવવા ની રીત અને વરસાદી પાણી બચાવી અને તેનો ઉપયોગ કરશું તો જલ સંકટ નિવારણ થઈ શકશે

અહેવાલ - સચિન કડિયા 

આ પણ વાંચો : Gamezone Fire : સરકારી સહાય મેળવવા રચ્યું તરકટ…વાંચો અહેવાલ

Tags :
Advertisement

.

×