Ahmedabad : Gujarat First સાથે EXCLUSIVE વાતચીત, કહ્યું- MLA એ ગાજવાને બદલે લાજવાની જરૂર..!
- MLA હાર્દિક પટેલે CM ને લખેલા પત્ર પર વરુણ પટેલનું નિવેદન (Ahmedabad)
- ગુજરાત ફર્સ્ટ પર વરુણ પટેલ સાથે EXCLUSIVE વાતચીત
- સરકારે આપેલા 45 કરોડ વિકાસના કામનાં ક્યા ગયા ? : વરુણ પટેલ
- "ત્રણ વર્ષથી હાર્દિક પટેલ ધારાસભ્ય છે ક્યા વિકાસના કામ થયા?"
- "હાર્દિક પટેલે ગાજવાની જગ્યાએ હવે લાજવાની જરૂર છે"
Ahmedabad : અમદાવાદ જિલ્લાના વિરમગામમાં (Viramgam) વારંવાર ગટર ઊભરાઈ જવાની સમસ્યાથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે. આ સમસ્યાનાં જલદી નિરાકરણ અંગે ધારાસભ્ય હાર્દીક પટેલ (MLA Hardik Patel) દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને (CM Bhupendra Patel) પત્ર લખી રજૂઆત કરાઈ હતી. સાથે જ નાગરિકોની સમસ્યાનો જલદી ઉકેલ નહીં આવે તો હાર્દિક પટેલે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. આ મામલે વરૂણ પટેલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. વરૂણ પટેલ (Varun Patel) સાથે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા EXCLUSIVE વાતચીત કરવામાં આવી છે.
સરકારે આપેલા 45 કરોડ વિકાસના કામનાં ક્યા ગયા ? : વરુણ પટેલ
ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથે EXCLUSIVE વાતચીત દરમિયાન ભાજપ નેતા વરૂણ પટેલ દ્વારા હાર્દિક પટેલ સામે આક્ષેપ કરવામાં આવ્યા છે અને આકરા સવાલ કર્યા છે. તેમણે કહ્યું કે, સરકારે આપેલા 45 કરોડ રૂપિયા વિકાસના કામનાં ક્યા ગયા? ગટરના પાણીની સમસ્યા હાર્દિક પટેલને અત્યારે યાદ આવી! ચોમાસા પહેલા જે કામ થઈ જવું જોઈએ તે અત્યારે યાદ આવ્યું! તેમણે આરોપ કર્યો કે, સ્થાનિક કોર્પોરેટરોને પણ વિકાસના કામથી દૂર રખાય છે. હાર્દિક પટેલે (Hardik Patel) ચીફ ઓફિસરને સૂચના આપી છે કે સ્થાનિક કોર્પોરેટરનાં કામ સૂચના વિના કરવા નહીં. ન.પા.નાં કોર્પોરેટર રજૂઆત કરવા ગાંધીનગર (Gandhinagar) સુધી ગયા હતા.
આ પણ વાંચો -Ahmedabad : સમસ્યા નહીં ઉકેલાય તો જનતા માટે આંદોલન પણ કરીશ : હાર્દિક પટેલ
'ત્રણ વર્ષથી હાર્દિક પટેલ ધારાસભ્ય છે ક્યા વિકાસનાં કામ થયા ?'
વરુણ પટેલે (Varun Patel) વધુમાં કહ્યું કે, સરકારે આપેલા 45 કરોડ રૂપિયા વિકાસના કામ માટે ઉપયોગ કર્યા હોત તો આ સમસ્યા બની ના હોત. વિરમગામ (Viramgam) ડ્રેનેજ કામગીરી અત્યારે થાય તેમ નથી. તેના માટે 6 મહિના પહેલા જાગવું પડે. તેમણે માગ કરી કે, સરકારે આપેલા 45 કરોડ રૂપિયા ક્યાં ગયા તે અંગે તપાસ થવી જોઈએ. ત્રણ વર્ષથી હાર્દિક પટેલ ધારાસભ્ય છે ક્યા વિકાસનાં કામ થયા ? હાર્દિક પટેલે ગાજવાની જગ્યાએ હવે લાજવાની જરૂર છે.
આ પણ વાંચો -Gondal : બિલિયાળા ગામમાં વાડીમાં પાણીની મોટર ચાલુ કરતા વીજ કરંટથી પિતા-પુત્રના મોત
હાર્દિક પટેલે CM ને પત્ર લખી રજૂઆત કરી હતી, આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી!
જણાવી દઈએ કે, બે દિવસ પહેલા વિરમગામનાં ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને (CM Bhupendra Patel) પત્ર લખ્યો હતો, જેમાં વિરમગામમાં (Viramgam) છેલ્લા ઘણા સમયથી વારંવાર ગટર ઉભરાવાની સમસ્યાથી સ્થાનિક લોકો પીડાઈ રહ્યા હોવાથી સમસ્યાને તાત્કાલિક ધોરણે ઉકેલવા માટે રજૂઆત કરાઈ હતી. સાથે જ પત્રમાં ચિંતા સાથે આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો અને ચીમકી ઉચ્ચારી કે, સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો જન પ્રતિનિધિ તરીકે ખુલીને ઊભો રહીશ અને જરૂર પડશે તો જનતા માટે આંદોલન કરીશ.
આ પણ વાંચો -Mehsana : વિજાપુર પાસે ગમખ્વાર અકસ્માત, કાર-રિક્ષાની ટક્કરમાં 28 દિવસના માસૂમનું મોત


