Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: નશાકારક દવાના કારણે 18 વર્ષીય યુવકનું મોત, મિત્રે આપ્યું હતું નશાનું ઇન્જેક્શન

Ahmedabad: અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં ચોંકાવનાર ઘટના સામે આવી છે. જેમાં નશાનો બંધાણી બની ગયેલ યુવકે ઇન્જેક્શન મારફતે દવાનો ઓવરડોઝ થઈ જતા મોત થયું
ahmedabad  નશાકારક દવાના કારણે 18 વર્ષીય યુવકનું મોત  મિત્રે આપ્યું હતું નશાનું ઇન્જેક્શન
Advertisement
  1. દવાના ઓવરડોઝને કારણે 18 વર્ષીય યુવકનું મોત
  2. યુવકને નશાકારક દવાનું ઈન્જેક્શન આપ્યા બાદ મોત
  3. કંપાઉન્ડર મિત્ર પાસેથી પ્રિન્સે મેળવ્યો હતો દવાનો ડોઝ
  4. સમગ્ર મામલે ઇસનપુર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

Ahmedabad: અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં ચોંકાવનાર ઘટના સામે આવી છે. જેમાં નશાનો બંધાણી બની ગયેલ યુવકે ઇન્જેક્શન મારફતે દવાનો ઓવરડોઝ થઈ જતા મોત થયું હોવાનું સામે આવ્યું છે. 6 ડિસેમ્બરના રોજ ઘોડાસર ગાર્ડનમાં મૃતક પ્રિન્સને તેના મિત્ર જયદીપ સુથારે ઇન્જેક્શન થકી દવાનો ડોઝ આપ્યો હતો. ઘટના બાદ મૃતકનું પોસ્ટમોર્ટન કરવામાં આવ્યું હતું. જેના પ્રાથમિક રિપોર્ટના આધારે હકીકત સામે આવે કે દવા ઓવરડોઝના કારણે તેનું મોત થયું હતું. જે બાદ હકીકત સામે આવી કે મૃતક પ્રેસના મિત્ર જયદીપ દ્વારા મિડાઝોલમ ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. જેનો ઉપયોગ કોઈ કોઈપણ દર્દી પર ઓપરેશન અગાઉ આપવામાં આવે છે.

18 વર્ષીય પ્રિન્સ શર્માનું દવાના ઓવરડોઝના કારણે મોત

સામાન્ય રીતે દર્દીને ઘેનમાં રાખવા માટે પણ આ ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. જેનો ઓવરડોઝ થઈ જતા પ્રિન્સના મોઢામાંથી ફીણ નીકળી આવ્યા અને ગણતરીના મિનિટોમાં જ મોત થઈ ગયું. જોકે હવે PM રિપોર્ટ આવ્યા બાદ કેટલીક મહત્વની બાબતોનો ઘટસ્ફોટ થયો છે. મૃતક પ્રિન્ટ અને જયદીપ સુથાર નામનો યુવક બંને એકબીજાના પરિચયમાં હતા. ઉપરાંત આ પ્રકારના ઇન્જેક્શન જયદીપ પ્રિન્સને આપી ચૂક્યો હતો. જયદીપ પોતે ખાનગી હોસ્પિટલમાં મેલ નર્સ તરીકે ફરજ બજાવે છે જે ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે ત્યાંથી જ આ નશાકારક ઇન્જેક્શન લાવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો: Jamnagar: લાખો પડાવ્યાં બાદ પણ પઠાણી ઉઘરાણી! વ્યાજખોરના ત્રાસથી કંટાળી દવા...

Advertisement

પ્રિન્સ શર્માને નશાનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું

પોલીસે હાલ આરોપી જયદીપને રાઉન્ડ ઓફ કરી લીધો છે અને પૂછપરછ હાથ ધરી છે. આ પૂછપરછ માં કેટલીક છોકરાઓનારી અને મોટી બાબતો ના ખુલાસા થાય તો પણ નવાઈ નહીં. શરૂઆતમાં પરિવારજનોએ મૃતકના સગીર વયના મિત્રને ઘટના બાબતે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે સવારના સાડા દસેક વાગ્યે પ્રીન્સ તેને ઘરે કોલેજે જવા માટે લેવા આવતા તેઓ બન્ને પહેલા ઘરેથી ઘોડાસર ગાર્ડન ગયા હતા, જ્યાં ઘોડાસર ગાર્ડન ખાતે પ્રીન્સનો મિત્ર જયદીપ સુથારનાનો હાજર હતો.

આ પણ વાંચો: VADODARA : તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરનાર આરોપીઓનો વરઘોડો નીકળ્યો

આરોપી જયદીપ સુથારને પોલીસને ઝડરીને રાઉન્ડ અપ કર્યો

એવું જાણવા મળ્યું છે કે, તેઓ ત્રણેય ગાર્ડનમાં બેસેલા અને આ જયદીપ સુથારનાએ તેની પાસેની બેગમાંથી કોઇ દવાની નાની શીશી અને ઇન્જેક્શન કાઢી પ્રીન્સને બતાવતા પ્રીન્સે ઇન્જેક્શન લેવાની હા પાડેલ હતી. જેથી આ જયદીપ સુથારનાએ આ દવાની શીશીમાંથી ઇન્જેક્શન ભરી પ્રીન્સને હાથ ઉપર મારેલ હતુ. જેથી પ્રીન્સ થોડીવારમાં બે ભાન થઇ ગયેલ અને તેના મોઢામાંથી ફીણ નીકળવા લાગેલ. જેથી જયદીપ સુથારે પાંચેક કલાક પ્રીન્સને દવાનો નશો રહેશે, તેમ કહ્યું હતું. જોકે પ્રીન્સ ભાનમાં નહીં આવતા આ જયદીપ સુથારે, થોડીવારમાં આવું છું, તેમ કહી ભાગી ગયો હતો. જેથી શરૂઆતથી જ પરિવારજનોને જયદીપ નામના યુવક પર શંકા હતી. આરોપીની પૂછપરછ બાદ જાણકારી આવશે કે કેટલા સમયથી, કેટલા રૂપિયામાં જયદીપ આ ઇન્જેક્શનનો વેપલો કરતો હતો.

અહેવાલઃ અર્પિત દરજી

આ પણ વાંચો: VADODARA : ફરજ બજાવતા ટ્રાફિક PSI નો કોલર પકડીને યુવકે ફેંટ મારી દીધી

Tags :
Advertisement

.

×