દીકરી સાથે શાકભાજી લેવા નીકળી મહિલા અને 2 કલાક પછી આ હાલતમાં મળી બંનેની લાશ
અમદાવાદના નરોડા વિસ્તારમાં એક મહિલાએ પોતાની માસૂમ દિકરી સાથે તળાવમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાની ઘટના બની છે. ઘરેથી શાકભાજી લેવાનું કહીને દિકરી સાથે નિકળેલી મહિલાએ જીવન ટુંકાવતા નરોડા પોલીસે તપાસ શરૂ કરી છે.- તળાવમાં ઝંપલાવી કર્યો આપઘાતઘટનાની વિગતવાર વાત કરીયે તો નરોડા વિસ્તારમાં આવેલા કારિયા લેકમાં એક મહિલાએ બાળકી સાથે ઝંપલાવ્યુ હોવાનો કોલ ફાયર રેસક્યુ ટીમને મળતા રેસ્ક્યà
Advertisement
અમદાવાદના નરોડા વિસ્તારમાં એક મહિલાએ પોતાની માસૂમ દિકરી સાથે તળાવમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાની ઘટના બની છે. ઘરેથી શાકભાજી લેવાનું કહીને દિકરી સાથે નિકળેલી મહિલાએ જીવન ટુંકાવતા નરોડા પોલીસે તપાસ શરૂ કરી છે.
- તળાવમાં ઝંપલાવી કર્યો આપઘાત
ઘટનાની વિગતવાર વાત કરીયે તો નરોડા વિસ્તારમાં આવેલા કારિયા લેકમાં એક મહિલાએ બાળકી સાથે ઝંપલાવ્યુ હોવાનો કોલ ફાયર રેસક્યુ ટીમને મળતા રેસ્ક્યુ ટીમે તરત જ કારિયા લેકમાં પહોંચી માતા-દિકરીને તળાવમાંથી બહાર કાઢ્યા હતા. જોકે બન્નેનું તળાવમાં ડુબી જતા મોત નિપજતા આ મામલે નરોડા પોલીસને જાણ કરવામાં આવી હતી.
- શાકભાજી લેવાનું કહીને ઘરેથી નિકળી હતી મહિલા
નરોડાપોલીસે આ મામલે અકસ્માત મોત નોંધીને તપાસ કરતા સામે આવ્યું કે આપઘાત કરનાર મહિલાનું નામ ભારતીબેન ગોરધનભાઈ મોદી છે અને તે કૃષ્ણનગર વિસ્તારમાં શાયોના બંગ્લોઝમાં પતિ અને સાસસિયાઓ સાથે રહે છે. 28 વર્ષીય ભારતીબેને પોતાની 6 વર્ષની ફુલ જેવી દિકરી જીયાને લઈને ઘરેથી શાકભાજી લેવા માટે જવાનું કહીને નિકળ્યા હતા અને કારિયા લેકમાં કુદીને જીવન ટુંકાવ્યું હતું.
આપઘાત પાછળ પારિવારીક કારણો જવાબદાર
આ ઘટના સંદર્ભે નરોડા પોલીસે બન્ને મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ મોકલીને આપઘાત કરનાર મહિલાના પરિવારને જાણ કરી હતી. હાલ તો આ ઘટનાને લઈને નરોડા પોલીસે પરિવારજનોના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મહિલાએ પારિવારીક કારણોસર આપઘાત કર્યો હોવાનો અંદાજ છે. ![]()
- જવાબદાર સામે નોંધાશે દુષ્પ્રેરણનો ગુનો
પરિવારજનોના નિવેદન બાદ આત્મહત્યા મામલે કોઈ પણ વ્યક્તિ જવાબદાર હશે તો તેની સામે આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવશે અને માતા-પુત્રીની મોત મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવુ પોલીસ સુત્રોએ જણાવ્યું છે. ત્યારે જોવાનું રહ્યું કે આ મામલે પોલીસ તપાસમાં કેવા ખુલાસાઓ સામે આવે છે.


