Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઘરકંકાસે લીધો વધુ એક વ્યક્તિનો ભોગ, જાણો શું બનાવ બન્યો

અમદાવાદના સરખેજ વિસ્તારમાં આત્મહત્યાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. જેમાં એક યુવકને પત્ની સાથે અણબનાવ થતાં તેણે આત્મહત્યા કરી છે, પરંતુ આત્મહત્યા પાછળ પત્નિ નહીં પરંતુ સાળા અને કાકા સસરાને જવાબદાર ગણવામાં આવ્યા છે. મૃતકે આત્મહત્યા કરતા પહેલા લખેલી સ્યુસાઇડ નોટ અને ફોનમાં બનાવેલા વિડીયોનાં આધારે પોલીસે સાળા અને કાકા સસરા સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધી ધરપકડ કરી છેસરખેજ પોલીસે આ
ઘરકંકાસે લીધો વધુ એક વ્યક્તિનો ભોગ  જાણો શું બનાવ બન્યો
Advertisement
અમદાવાદના સરખેજ વિસ્તારમાં આત્મહત્યાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. જેમાં એક યુવકને પત્ની સાથે અણબનાવ થતાં તેણે આત્મહત્યા કરી છે, પરંતુ આત્મહત્યા પાછળ પત્નિ નહીં પરંતુ સાળા અને કાકા સસરાને જવાબદાર ગણવામાં આવ્યા છે. મૃતકે આત્મહત્યા કરતા પહેલા લખેલી સ્યુસાઇડ નોટ અને ફોનમાં બનાવેલા વિડીયોનાં આધારે પોલીસે સાળા અને કાકા સસરા સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધી ધરપકડ કરી છે
સરખેજ પોલીસે આ ગુનામાં તુલસી ચૌહાણ અને શંકર ચૌહાણ નામનાં બે આરોપીને ઝડપી લીધા છે. સમગ્ર ધટનાની વાત કરીયે તો સરખેજ વિસ્તારમાં રહેતા મુકેશભાઈ જાદવ નામના વ્યક્તિએ 18 મી મેના દિવસે ઝેરી દવા પી લેતા તેઓને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. 
આપઘાત પહેલા મુકેશભાઈ જાદવે પત્ની અને સાસરિયાના ત્રાસને લઈને પોતાની વેદના વિડીયોમાં રેકોર્ડ કરી હતી. સાળો તુલસીભાઈ ચૌહાણ અને કાકા સસરા શંકરભાઈ ચૌહાણની ચઢમણીમાં આવી તેની પત્ની ઝઘડો કરીને માનસિક ત્રાસ આપતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
આ મામલે સરખેજ પોલીસે ગુનો નોંધી મૃતકનાં સાળા અને કાકા સસરાની ધરપકડ કરી છે. ભાઈના મૃત્યુ બાદ ફરિયાદીએ મૃતકની ડાયરી જોતા તેમાંથી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં મુકેશભાઈએ પોતાની મોતના જવાબદાર સાળા તુલસી ચૌહાણ અને કાકા સસરા શંકરભાઈ ચૌહાણને કહ્યા હતા. આ આરોપીઓ પત્ની કુસુમને ચઢમણી કરીને ઝઘડા કરાવતા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.જેને લઈને સરખેજ પોલીસે દુ્ષ્પેરણાનો ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી છે.
મહત્વનું છે કે ઘરેલુ હિંસાનાં કારણે એક યુવકે આપઘાત કરતા ત્રણ બાળકો નિરાધાર થયા છે. પોલીસે આ મામલે મળી આવેલો વિડીયો અને સ્યસાઇડ નોટ FSL માં મોકલી તપાસ હાથ ધરી છે. મૃતકના સાળા અને કાકા સસરા કઈ રીતે તેની મોત પાછળ જવાબદાર છે તે દિશામાં સરખેજ પોલીસે પુછપરછ હાથ ધરી છે.
ફરિયાદીનો આક્ષેપ છે કે પતિ પત્ની વચ્ચેની નાની મોટી તકરારમાં આ બંને આરોપીઓ તેમના ભાઈને માનસિક ત્રાસ આપીને, ખોટા આરોપો નાંખીને તેમના ભાભીની ચડામણી કરીને અવાર નવાર પૈસાની માંગણી કરતા હતા. 
Tags :
Advertisement

.

×