Home » ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાતા રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધશે…
ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાતા રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધશે…
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
92
ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે બે સીઝનનો અનુભવ થઈ રહ્યો હતો ત્યારે હવે રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધશે. જેમાં રાજ્યમાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીના પ્રમાણમાં વધારો થશે. તેમાં રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થશે. તેમજ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનું પ્રમાણ વધશે તથા મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નહિવત્ છે. જેમાં આગામી ૩ દિવસ દરમ્યાન મિશ્ર ઋતુનો અનુભવ થશે.
ત્રણ દિવસ સુધીનું તાપમાન 11થી 13 ડિગ્રી રહેશે
અમદાવાદમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ત્રણ વિસ સુધીનું તાપમાન 11થી 13 ડિગ્રી રહેવાની આગાહી છે. ગુરુવારે અમદાવાદનું મહત્ત્વ તાપમાન 29.8 ડિગ્રી હતુ. જ્યારે ત્રણ દિવસ હવે ઠંડીમાં વધારો થવાની પુરેપુરી શક્યતા છે.
અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન રહ્યું
સવારના સમયે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થશે. જેમાં અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન રહ્યું છે. સાથે જ અરવલ્લી 14, કચ્છ 11, રાજકોટ 14, સુરત 18 તથા ગાંધીનગર 14 ડિગ્રી તાપમાન રહ્યું છે.
હવામાન
હવામાનની વાત કરીએ તો, અમદાવાદમાં પણ સતત ચાર દિવસથી લઘુત્તમ તાપમાન ઘટી રહ્યું છે. ગત રાતનાં નલિયામાં સૌથી નીચું 8.4 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. આ સાથે અમદાવાદ, ગાંધીનગર, ભૂજ, વડોદરા, પાટણ, રાજકોટ, ડીસા, જનાગઢ તથા અમરેલીમાં 15 ડિગ્રીથી પણ ઓછું તાપમાન હતું.
આ પણ વાંચો – કોરોનાના ઓછાયા હેઠળ કાંકરિયા કાર્નિવલ જોખમી નિવડી શકે, લોકોને ભીડનો હિસ્સો ન બનવા IMAની અપીલ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject