Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ચાંદખેડાની 17 વર્ષીય સગીરા પર પ્રેમી સહિત 3 શખ્સોએ આચર્યું દુષ્કર્મ

અમદાવાદ (Ahmedabad) શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. 17 વર્ષીય સગીરાને પ્રેમી સાથે માતા પિતાએ પકડી પાડતા ઠપકો આપ્યો હતો. જે બાબતનો લાભ લઇ પાડોશમાં રહેતા 40 વર્ષીય યુવકે સગીરાને પ્રેમી સાથે મળાવવાનો વિશ્વાસ અપાવી પોતાના મિત્રના ઘરે લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું.ચાંદખેડા પોલીસે (Police) આ મામલે રામશંકર નાઈ, સોનુ રાજકુમાર વિશ્વકર્મા અને નથુસિંહ નાઈ નામના ત્રણ શખ્સો સામે પોકસો અને દુà
ચાંદખેડાની 17 વર્ષીય સગીરા પર પ્રેમી સહિત 3 શખ્સોએ આચર્યું દુષ્કર્મ
Advertisement
અમદાવાદ (Ahmedabad) શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. 17 વર્ષીય સગીરાને પ્રેમી સાથે માતા પિતાએ પકડી પાડતા ઠપકો આપ્યો હતો. જે બાબતનો લાભ લઇ પાડોશમાં રહેતા 40 વર્ષીય યુવકે સગીરાને પ્રેમી સાથે મળાવવાનો વિશ્વાસ અપાવી પોતાના મિત્રના ઘરે લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું.
ચાંદખેડા પોલીસે (Police) આ મામલે રામશંકર નાઈ, સોનુ રાજકુમાર વિશ્વકર્મા અને નથુસિંહ નાઈ નામના ત્રણ શખ્સો સામે પોકસો અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધી તમામ આરોપીની ધરપકડ કરી છે. સગીરાએ પોતાની સાથે બનેલી ઘટનાની જાણ માતાને  કરતા જ આ મામલે ગુનો નોંધાયો હતો.
પોલીસની તપાસમાં સામે આવ્યું કે, સગીરાને પકડાયેલા એક આરોપી સાથે પ્રેમ સંબંધ હતા. જેની જાણ તેના માતા પિતાને થઈ જતા તેને ઠપકો આપ્યો હતો. જેની જાણ સગીરાના ઘર નજીક રહેતા અને આ કામના એક આરોપીને થઈ હતી. જેથી તકનો લાભ લઇ આ આરોપીએ સગીરાનો સંપર્ક કર્યો અને તેને પ્રેમીને મળાવવાની ખાતરી આપી વિશ્વાસ લીધી હતી. જે બાદ આરોપીએ તેને એક ફોન અપાવી દીધો અને પોતાના મિત્રના ઘરે પીપળજ લઈ ગયો.
જ્યાં પ્રેમીને મળાવવાની લાલચ આપનાર બે લોકોએ વારાફરતી સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જેની જાણ થતા જ સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી. હાલ તો આરોપીઓના અને સગીરાનું મેડિકલ કરાવી પોલીસે વધુ તપાસ તેજ કરી છે.
Tags :
Advertisement

.

×