પત્નીને ત્રીજી વાર પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ પતિનું લોહી ઉકળ્યું, અને કરી નાખ્યું આ કામ...
અમદાવાદના નારોલ વિસ્તારમાં પત્નિ અનૈતિક સંબંધો રાખનાર બનેવીની સાળાએ હત્યા કરી હોવાની ઘટના બની છે. સાથે મળીને આરોપીએ બનેવીને મળવા બોલાવ્યો અને માથામાં સળીયો મારીને ઢીમ ઢાળી દીધું અને એટલે જ ન અટકતા તેની લાશને ડમ્પીંગ સાઈટ પાસે ફેંકી દિધી.મૂળ રાજસ્થાન ખાતે રહેતા રમેશભાઈ મહીડાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. તેમનો નાનો ભાઈ રાજેન્દ્ર ઉર્ફે રાજુ પીરાણા ડમ્પિંગ સાઈટ પર કચરાની ગાડી ચલàª
Advertisement
અમદાવાદના નારોલ વિસ્તારમાં પત્નિ અનૈતિક સંબંધો રાખનાર બનેવીની સાળાએ હત્યા કરી હોવાની ઘટના બની છે. સાથે મળીને આરોપીએ બનેવીને મળવા બોલાવ્યો અને માથામાં સળીયો મારીને ઢીમ ઢાળી દીધું અને એટલે જ ન અટકતા તેની લાશને ડમ્પીંગ સાઈટ પાસે ફેંકી દિધી.
મૂળ રાજસ્થાન ખાતે રહેતા રમેશભાઈ મહીડાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. તેમનો નાનો ભાઈ રાજેન્દ્ર ઉર્ફે રાજુ પીરાણા ડમ્પિંગ સાઈટ પર કચરાની ગાડી ચલાવતો હતો. તેની પત્ની થોડા દિવસથી અમદાવાદ રહેવા આવી હતી. આશરે એક મહિના પહેલા રાજેન્દ્રને ફોન કરીને ઘરે ક્યારે આવે છે તે બાબતે પત્નિએ પૂછતા તેણે પીરાણા કચરાના ઢગલા ખાતે ગાડી લોડ અનલોડ થઈ જાય બાદમાં ઘરે આવીશ તેમ કહ્યું હતું. બાદમાં તેની પત્નીએ રાત્રે ફોન કરતા તેનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. જેથી બીજા દિવસે સવારે રાજેન્દ્રની પત્ની તેને શોધવા નીકળી હતી પરંતુ તે મળી આવ્યો નહોતો.
રાજેન્દ્રના કોન્ટ્રાક્ટરને પૂછતા તેઓએ કહ્યું હતું કે રાત્રે 10:00 વાગે રાજેન્દ્ર ગાડી મૂકીને જતો રહ્યો હતો. ત્યારબાદ રાજેન્દ્રની પત્નીએ રાજેન્દ્રના ભાઈઓને આ વાત કરી હતી. જેથી રાજેન્દ્રનો ભાઈ વાપીથી તાત્કાલિક અમદાવાદ આવી ગયો હતો અને રાજેન્દ્રની શોધખોળ કરી હતી. ત્યારબાદ તેઓના કાકાના દીકરા મારફતે જાણવા મળ્યું કે નારોલ ગ્યાસપુર ગામ પાસે ખૂણા ઉપર એક લાશ મળી છે, જેથી ત્યાં જઈને તપાસ કરતા શર્ટ અને ચંપલ પરથી આ લાશ રાજેન્દ્રની હોવાનું સામે આવ્યું હતું. આ લાશ કોહવાઈ ગઈ હતી અને તેમાં જીવજંતુઓ પડી ગયા હતા. જ્યારે રાજેન્દ્રની લાશનો અમુક હિસ્સો જંગલી જાનવરોએ તોડી ખાધો હતો.
રાજેન્દ્રના મોત બાબતે પરિવારજનોએ તપાસ કરી ત્યારે એક વ્યક્તિએ તેઓને જણાવ્યું કે રાજેન્દ્ર ઉર્ફે રાજુના મરણ બાબતે તે સાચી હકીકત જાણે છે કે તેના સાળા સૂરપાલ ગરાસીયા કે જે ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો તેણે એકાદ વર્ષ પહેલા રાજેન્દ્રને નોકરીએ રખાવ્યો હતો. આ દરમિયાન રાજેન્દ્રને સાળા સુરપાલની પત્ની સાથે આડા સંબંધ હતા, અને તેની જાણ સુરપાલે બનેવી રાજેન્દ્રને સમજાવ્યો હતો પરંતુ રાજેન્દ્ર માન્યો નહોતો અને અનૈતિક સંબંધો ચાલુ રાખતા સુરપાલે બનેવીનું મર્ડર કરવાનું નક્કી કર્યું હતું.
ગત 7 સપ્ટેમ્બરના રોજ રાત્રે સાળા-બનેવી બાવળની ઝાડીમાં બેસીને વાતચીત કરતા હતા. તે દરમિયાન સુરપાલે બૂમ મારીને યુવકને બોલાવ્યો અને બાદમાં ઠંડુ લેવા માટે સુરપાલે 100 રૂપિયા આપી આ યુવકને ગણેશ નગર મોકલ્યો હતો. બાદમાં આ યુવક ઠંડુ લઈને આશરે 10:30 વાગે પરત આવ્યો ત્યારે સુરપાલ તથા ડ્રાઇવર અનિલ રસ્તામાં મળ્યા હતા. તે દરમિયાન રાજેન્દ્ર ક્યાં છે તેવું પુછતા સુરપાલે કહ્યું કે તેને કોઈ કામ આવી જતા તે ઘરે નીકળી ગયો છે.
સુરપાલે કહ્યું કે, તું ઠંડુ લેવા ગયો ત્યારે બનેવીને પોતાની પત્ની સાથે આડા સંબંધો ન રાખવા સમજાવ્યો હતો. પરંતુ તે સમજ્યો નહોતો અને ગુસ્સે થઈ હવે હું સુધારવાનો નથી જે થાય તેવુ કહેતા સાળાએ લોખંડના સળિયાના ફટકા મારી બનેવીની હત્યા કરી બાવળની ઝાડીમાં નાખી દીધો હતો. ઉલ્લેખનીય છે કે મૃતક રાજેન્દ્રએ બનેવી સુરપાલને પોતાની પત્ની સાથે કઢંગી હાલતમાં બેથી ત્રણ વખત રંગે હાથ ઝડપી પાડ્યા હતા. અને અંતે બનેવીને પતાવી નાખવાનો પ્લાન બનાવી આ હત્યાને અંજામ આપ્યો હતો. હાલ તો નારોલ પોલીસે હત્યારા સાળાની ધરપકડ કરી તેની સાથે ગુનામા સામેલ સહઆરોપીને પકડવાની તજવીજ શરૂ કરી છે.


