Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાતમાં ફરી પડશે કાતિલ ઠંડી, જાણો શું છે હવામાન વિભાગની આગાહી?

રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો વધશે. આગામી 4 દિવસમાં તાપમાનનો પારો ગગડવાની શક્યતાઓ હમામાન વિભાગે વ્યક્ત કરી છે. ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહમાં ઠંડીનું જોર યથાવત રહ્યું હતું. વર્ષ 2022માં છેલ્લા 10 વર્ષની તુલનાએ સૌથી વધુ ઠંડી નોંધાઇ છે. આજથી એક સપ્તાહ પહેલા પણ સમગ્ર ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડી હતી, પરંતું છેલ્લાં 4 દિવસથી તેમાં થોડી રાહત અનુભવાઇ રહી છે. આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત અને કà
ગુજરાતમાં ફરી પડશે કાતિલ ઠંડી  જાણો શું છે હવામાન વિભાગની આગાહી
Advertisement

રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો વધશે. આગામી 4 દિવસમાં તાપમાનનો પારો ગગડવાની શક્યતાઓ હમામાન વિભાગે વ્યક્ત કરી છે. ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહમાં ઠંડીનું જોર યથાવત રહ્યું હતું. વર્ષ 2022માં છેલ્લા 10 વર્ષની તુલનાએ સૌથી વધુ ઠંડી નોંધાઇ છે. આજથી એક સપ્તાહ પહેલા પણ સમગ્ર ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડી હતી, પરંતું છેલ્લાં 4 દિવસથી તેમાં થોડી રાહત અનુભવાઇ રહી છે. આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં વધુ ઠંડી પડવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

રવિવાર મોડી સાંજથી આમદાવાદમાં ઠંડીનું જોર ઓછું થઈ ગયું હતું. પરંતુ સોમવારે પણ ઠંડી ઓછી જોવા મળી હતી. જ્યારે 3થી 5મી ફેબ્રુઆરી સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્હી, પંજાબ અને હરિયાણા સહિતના રાજ્યોમાં ઠંડી પડી હતી. હવે ફરી એકવાર રાજ્યમાં પવનની દિશા બદલાતા લઘુતમ તાપમાન 2થી 4 ડિગ્રી ઘટવાની શક્યતા સેવાઇ રહ્યી છે. જેથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો વધશે. આગામી ચાર દિવસ લધુતમ તાપમાન ઘટશે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાશે. આગામી 4 દિવસ સુધી તાપમાનમાં ઘટાડો જોવા મળશે.

Advertisement

ફેબ્રુઆરીના અંત સુધી ઠંડી રહેશે, માર્ચ મહિનાથી ગરમી અનુભવાશે. ફેબ્રુઆરીના છેલ્લા પખવાડિયાથી ઠંડી ઓછી અનુભવાશે તેમજ વાતાવરણમાં ઝડપી પરિવર્તન જોવા મળશે. ગુજરતમાં વાતાવરણની પેર્ટન મુજબ માર્ચના અંતે અથવા એપ્રિલમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી જાય છે.
Advertisement
Tags :
Advertisement

.

×