જુહાપુરાની કુખ્યાત કાલુ ગરદન ગેંગને દબોચી લેવાઇ
અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં કુખ્યાત કાલુ ગરદન ગેંગને પોલીસે ઝડપી પાડી છે. પોલીસે ગેંગના 4 શખ્સને ઝડપી લઇને વધુ તપાસ શરુ કરી છે. અમદાવાદના જુહાપુરામાં અસામાજીક તત્વો વચ્ચે તણાવ વધી ગયો હતો અને આ તણાવ ગેંગવોરમાં પરિવર્તીત થયો હતો. બે ગેંગ વચ્ચે ઝઘડો શરુ થતાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા એક્ટિવ થઇ હતી. જુહાપુરામાં એક ગેંગ કાલુ ગરદન અને બીજી ગેંગ મુશિર ક
Advertisement
અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં કુખ્યાત કાલુ ગરદન ગેંગને પોલીસે ઝડપી પાડી છે. પોલીસે ગેંગના 4 શખ્સને ઝડપી લઇને વધુ તપાસ શરુ કરી છે.
અમદાવાદના જુહાપુરામાં અસામાજીક તત્વો વચ્ચે તણાવ વધી ગયો હતો અને આ તણાવ ગેંગવોરમાં પરિવર્તીત થયો હતો. બે ગેંગ વચ્ચે ઝઘડો શરુ થતાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા એક્ટિવ થઇ હતી. જુહાપુરામાં એક ગેંગ કાલુ ગરદન અને બીજી ગેંગ મુશિર કુરેશીની છે. બન્ને ગેંગના લોકો એક બીજા પર હુમલો કરી રહ્યા હતા ત્યારે અમદાવાદ શહેર પોલીસે બંને ગેંગનું વર્ચસ્વ પૂરું કરી નાખ્યું અને વિસ્તારમાં શાંતિ અને સલામતીનો અહેસાસ લોકોને કરાવી દીધો છે.
અમદાવાદ શહેરમાં એક જમાનો હતો જેમાં અનેક ગેંગ સક્રિય હતી, પરંતુ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમાંયતરે આવી અનેક ગેંગની કમર તોડી નાખવામાં આવી હતી. આજે ફરી એક વખત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કાલુ ગરદન ગેંગની ધરપકડ કરી લીધી છે ઉપરાંત મુશિરની ગેંગનો સફાયો કરવાનો તખ્તો ક્રાઇમ બ્રાન્ચના આર્થિક ગુનાહ નિવારણ શાખાએ ઘડી નાંખ્યો છે. છેલ્લા કેટલાય સમયથી આ બંને ગુનેગારોનો તરખાટ વેજલપુર અને સરખેજ વિસ્તારમાં હતો જેમાં હત્યા, લૂંટ, ફાયરિંગ જેવા અનેક ગંભીર ગુનાઓ આ ગેંગના સભ્યો દ્વારા આચરવામાં આવ્યા હતા.


