Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નકલી પોલીસ-પત્રકાર દિવાળીના નામે સ્પામાં તોડ કરવા ગયા અને થયા આવા હાલ...

દિવાળી( Diwali) નજીક આવતાની સાથે જ ક્યાંક તોડબાજી તો ક્યાંક લાંચ લેવાનો ધીકતો ધંધો ( business)શરૂ થયો છે. તેવામાં ક્યાંક પોલીસ જ આરોપી સાથે મળી જુગારધામ ચલાવતા હોવાનુ પણ પોલીસ ચોપડે નોંધાયું છે.  ત્યારે અસલી પોલીસના ખોટા ધંધાને કારણે અમુક લોકો બની જાય છે નકલી પોલીસ અને પત્રકાર. પોલીસે તોડ કરતી હોવાનો ફાયદો ઉઠાવી સ્પા સેન્ટરમાં 25 હજાર લેવા ગયેલા બે યુવકોને વિવેકાનંદનગર પોલીસે ઝડપી પાડ્યા છે
નકલી પોલીસ પત્રકાર દિવાળીના નામે  સ્પામાં તોડ કરવા ગયા અને થયા આવા હાલ
Advertisement
દિવાળી( Diwali) નજીક આવતાની સાથે જ ક્યાંક તોડબાજી તો ક્યાંક લાંચ લેવાનો ધીકતો ધંધો ( business)શરૂ થયો છે. તેવામાં ક્યાંક પોલીસ જ આરોપી સાથે મળી જુગારધામ ચલાવતા હોવાનુ પણ પોલીસ ચોપડે નોંધાયું છે.  ત્યારે અસલી પોલીસના ખોટા ધંધાને કારણે અમુક લોકો બની જાય છે નકલી પોલીસ અને પત્રકાર. પોલીસે તોડ કરતી હોવાનો ફાયદો ઉઠાવી સ્પા સેન્ટરમાં 25 હજાર લેવા ગયેલા બે યુવકોને વિવેકાનંદનગર પોલીસે ઝડપી પાડ્યા છે.
અમદાવાદના ( Ahmedabad)છેવાડે આવેલા વિવેકાનંદનગર પોલીસની કસ્ટડીમાં રહેલા બે આરોપી ભાવેશ પટેલ અને હાર્દિક પટેલ છે.જે સાયબર ક્રાઇમના પોલીસ કર્મી અને પત્રકાર બની સ્પા સંચાલક પાસે 25 હજારનો તોડ કરવા ગયા હતા. જોકે સ્પા માલિકે પોલીસ ફરિયાદ નોંધાવતા બન્ને તોડબાજને જેલના સળીયા ગણવાનો સમય આવ્યો છે. જેમાં સાયબર ક્રાઇમના અધિકારી બની ગયેલા ભાવેશ પટેલે સ્પાના સીસીટીવી ચેક કરી વેપારીને ધમકાવ્યો હતો. અને દિવાળી આવે છે માટે 25, 000 આપવા પડશે તેમ કહી ધમકી આપી હતી. અને બીજા દિવસે નકલી પત્રકાર હાર્દિક પટેલને સાથે રાખી તોડ કરવા ગયો હતો.જેથી પોલીસે બન્નેની ધરપકડ કરી છે.
મહત્વનું છે કે, તોડબાજી કે ખંડણીખોરી કોઈ એક જગ્યાએ અટકી નથી. શુક્રવારે જ એસીબીએ નારણપુરા પોલીસ મથકના કોન્સ્ટેબલને રૂપિયા 1 લાખની લાંચ લેતા ઝડપી લીધો હતો. અને હવે પોલીસ તથા પત્રકારના નામે ખંડણી માગનાર બે આરોપી ઝડપાયા છે. ત્યારે દિવાળી પહેલા ખંડણીખોરી અને તોડબાજી કરી રૂપિયા એકઠા કરનાર પર કાર્યવાહી પણ થઈ રહી છે. ત્યારે ઝડપાયેલા બે આરોપી અગાઉ કોઈ ગુનામાં  સંડોવાયેલ છે કે કેમ અને અન્ય કોઈ વેપારી પાસેથી ખંડણી પડાવી છે કે કેમ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
Tags :
Advertisement

.

×