Morbi સબ જેલમાં દુષ્કર્મના આરોપીની દારૂની મહેફિલ! હાથ ધરાયું સઘન ચેકિંગ
- જેલમાંથી કાચા કામના કેદીએ કર્યું હતું ઈન્સ્ટાગ્રામ લાઈવ
- જેલમાંથી ઈન્સ્ટાગ્રામ લાઈવનો વીડિયો વાયરલ
- દારૂ અને મોબાઈલ ક્યાંથી આવ્યાં? તે બાબતે હાથ ધરાયું ચેકિંગ
Morbi: મોરબી સબ જેલમાં કેદીએ ઇન્સ્ટામાં લાઈવ કર્યું હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. જેને લઈને પોલીસે એક્શનમાં આવી ગઈ છે મળતી જાણકારી પ્રમાણે આ કેસને લઈને ડીવાયએસપી, એલસીબી અને એસઓજી સહિતની ટીમ મોરબી સબ જેલ ખાતે પહોંચી ગઈ છે. હવે જોવાનું એ રહેશે કે, આ મામલે કેવી કાર્યવાહી કરવામાં આવે છે? કારણ કે જેલમાં મોબાઈલ અને ઇન્ટરનેટ પહોંચ્યું છે તો પોલીસ પણ અત્યારે શંકાના દાયરામાં આવી છે.
Morbi Jail Party : જેલમાં જલસા પાર્ટી, જેલમાં ક્યાંથી આવ્યો દારૂ? | Gujarat First#MorbiJail #InstagramLive #BabuDevaKanara #Controversy #Crime #Morbi #IndianJail #Gujaratfirst@GujaratPolice pic.twitter.com/L3Lz141DJA
— Gujarat First (@GujaratFirst) November 22, 2024
આ પણ વાંચો: Morbi: જેલમાંથી ઈન્સ્ટા.માં લાઈવ થયો દુષ્કર્મનો કેદી! આરોપીને મોબાઈલ કોણે આપ્યો?
મોરબી સબ જેલમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું
નોંધનીય છે કે, અત્યારે મોરબી સબ જેલમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કારણે કે, જે વીડિયો વાયરલ થયા છે તેમાં કાચા કામના કેદી દારૂ પીતા, બાઈટિંગ કરતા અને સિગરેટ પીતા જોવા મળ્યાં છે. હવે પ્રશ્ન એ થાય છે કે, Morbi સબ જેલમાં કેદીઓને દારૂ, બાઇટિંગ, સિગરેટ, માચીસ, મોબાઈલ અને ખાસ કરીને ઇન્ટરનેટ કઈ રીતે મળી રહે છે? શું આ કોઈ ‘જમી જમાયેલી વ્યવસ્થા’ છે? કારણે કે કેદીઓને જેલમાં સજા ભોગવવા માટે રાખવામાં આવે છે. પરંતુ અત્યારે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં તો કેદીઓ જલસા કરી રહ્યાં છે.
Morbi Jail : મોરબી સબ જેલમાં કેદીઓના જલસા જોઈને તમે ચોંકી જશો | Gujarat First #MorbiJail #InstagramLive #BabuDevaKanara #Controversy #Crime #RapeAllegations #Morbi #IndianJail #Gujaratfirst@GujaratPolice pic.twitter.com/Sj3ajK0LiH
— Gujarat First (@GujaratFirst) November 22, 2024
આ પણ વાંચો: Bavla: ત્રણ માસની બાળકીને મંદિરના ઓટલે મૂકી માતાએ પોતાની જીવનલીલા સંકેલી
શું આમાં પોલીસની મિલીભગત હશે?
આખરે આ વધું જેલમાં કેવી રીતે મળી રહે છે? સંભાવનાઓ સંપૂર્ણ રીતે છે કે, આમાં પોલીસની મિલીભગત હોવી જ જોઈએ. કારણ કે, જેલમાં પોલીસ ચેકિંગ વગત તો કોઈ આવી શકતું નથી. તો પછી દારૂ અને મોબાઈલ, તેમાં પણ સ્માર્ટ ફોન કેવી રીતે આવ્યાં? નોંધનીય છે કે, અત્યારે મોરબી સબ જેલમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ બધું જેલમાં ક્યાંથી આવ્યું તે મામલે અત્યારે તપાસ શરૂ કરવામાં આવી છે. હવે જોવાનું એ છે કે, આ મામલે કેવી કાર્યવાહી કરવામાં આવે છે?
આ પણ વાંચો: Junagadh: ગાદીનો વિવાદ વકર્યો, હરિગીરીએ મહંત બનવા 8 કરોડ આપ્યા - મહેશગીરીનો આરોપ


