AMBAJI : વિશ્વ એઇડ્સ દિવસ અંતર્ગત આદ્યશક્તિ જનરલ હોસ્પીટલ અંબાજી દ્વારા જનજાગૃતિ સભા અને રેલીનું આયોજન કરાયું
અહેવાલ - શક્તિસિંહ રાજપુત,અંબાજી બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની વાત કરવામાં આવે તો દાંતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત તાલુકો છે આ તાલુકામાં મોટાભાગે આદિવાસી સમાજ વસવાટ કરે છે. પહાડો ધરાવતો વિસ્તાર અરવલ્લીની ગિરિમાળામાં દાંતા તાલુકો આવેલો છે. જેમા નાના મોટા 212...
Advertisement
અહેવાલ - શક્તિસિંહ રાજપુત,અંબાજી
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની વાત કરવામાં આવે તો દાંતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત તાલુકો છે આ તાલુકામાં મોટાભાગે આદિવાસી સમાજ વસવાટ કરે છે. પહાડો ધરાવતો વિસ્તાર અરવલ્લીની ગિરિમાળામાં દાંતા તાલુકો આવેલો છે. જેમા નાના મોટા 212 ગામો આવેલા છે. સમગ્ર વિશ્વમાં એઈડ્સની બીમારી વધવા પામી છે. આવા ભયંકર રોગ સામે લોકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે આવા રોગ સામે સરકાર પણ સજાગ થઈ રહી છે ત્યારે એક ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ તરીકે ઓળખાય છે. આ દિવસે સમગ્ર વિશ્વમાં અને ભારત દેશમાં જન જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યો કરવામાં આવતા હોય છે ત્યારે દાંતા તાલુકાના અંબાજી ખાતે પણ કાર્યક્રમ યોજાયો હતો.
૧ લી ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ નિમિતે એઇડ્સ રોગથી લોકોને માહિતગાર કરવા માટે આદ્યશક્તિ જનરલ હોસ્પીટલ અંબાજી ખાતે જનજાગૃતિ સભા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આદ્યશક્તિ હોસ્પીટલના અધિક્ષક વાય કે.મકવાણા,જનરલ સર્જન મનસુખ પટેલ, નર્સિંગ કૉલેજના વાઇસ પ્રિન્સિપાલ કોમલબેન અને દાંતા તાલુકાના રેડક્રોસના પ્રમુખ અને રોગી કલ્યાણ સમિતિના સભ્ય મહેન્દ્ર અગ્રવાલ, આઈસીટીસી કાઉન્સિલર પ્રવીણ પ્રજાપતિ દ્વારા એઇડ્સ અને એચ.આઇ.વીનું માર્ગદર્શન તેમજ સારવાર અંગે માહિતી આપવામાં આવી હતી. તેમજ ટ્રાઈબલ યુવકોમાં જનજાગૃતિ વધે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વધુમાં લોકોમાં એઇડ્સ અને એચ.આઇ.વી અંગે સભાનતા અને જાગૃતિ કેળવાય એ માટે અંબાજી નગરમાં રેલી યોજવામાં આવી હતી. જેમાં વિવિધ બેનરો અને સંદેશ દ્વારા લોકોને જાગૃત થવા અપીલ કરવામાં આવી હતી.
દાંતા તાલુકામાં વિવિધ જગ્યા પર કાર્યક્રમ યોજાયો
પહેલી ડિસેમ્બર વિશ્વ એડ્સ દિવસ તરીકે ઓળખાય છે ત્યારે આ દિવસે જનજાગૃતિના કાર્યક્રમ દેશભરમાં થતા હોય છે ત્યારે દાંતા તાલુકાના અનેક ગામોમાં પણ આયોજન જનજાગૃતિના કાર્યક્રમો થયા હતા અને રેલી પણ બાળકો દ્વારા નીકાળવામાં આવી હતી.


