Ambaji: વરાફળી ગામના બિમાર વૃદ્ધને ઝોળીમાં ઊંચકીને હોસ્પિટલમાં લઇ જવાયા!
Ambaji: ગુજરાત વિકાસનો મોડલ સમગ્ર દેશમાં વખણાય છે. પરતું અંબાજી પાસે આવેલા વરાફળી ગામની સ્થિતિ ખરાબ છે, આ ગામમાં વિકાસનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે.બુધવારે એક બિમાર વૃદ્ધને ઝોળીમાં ઊંચકીને 5 કિલોમીટર સુધી નદી અને પહાડો પાર કરીને જાહેર રોડ સુધી લઈ જવામાં આવ્યો,ત્યાંથી અન્ય વાહન દ્વારા બીજા 2 કિલોમીટર હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા.આ ઘટના વિકાસશીલ ગુજરાતની વાસ્તવિકતા સામે સવાલ ઉભા કરે છે.
Ambaji: નોંધનીય છે કે યાત્રાધામ અંબાજીથી માત્ર 5 કિલોમીટરના અંતરે આવેલા વરાફળી ગામના લોકોને અનેક પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. પહાડોની વચ્ચે આવેલા આ ગામમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે.ગામના લોકો નિયમિત વેરો ભરવા છતાં પાયાની જરૂરિયાત નિયમિત મળતી નથી. નદીનાળા, પહાડ અને કાચા રસ્તાઓ પર થઈને બીમાર વૃદ્ધને ઊંચકીને ગ્રામજનોએ હોસ્પિટલ સુધી પહોંચાડવા પડે તે વિકાસીલ ગુજરાત માટે શરમજનક ઘટના છે.
વરાફળી ગામના પાયાની સુવિધાનો અભાવ
યાત્રાધામ અંબાજીથી માત્ર 5 કિલોમીટરના અંતરે આવેલા વરાફળી ગામના લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પહાડોની વચ્ચે આવેલા આ ગામમાં લાઇટ, શાળા, આંગણવાડી, પાકા રસ્તા અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે.
વેરો ભર્યા છંતા પણ સુવિધામાં ધાંધિયા
ગામના લોકો નિયમિત વેરો ભરવા છતાં પંચાયત તરફથી પાયાની સુવિધા મળી રહી નથી. રોડ,રસ્તા જેવી સુવિધાનો સદતંર અભાવ જોવા મળી રહ્યો છે.
અવારનવાર ગામવાસીઓને ઝોળી મા લઈ જવા પડે છે
આવી સ્થિતિ માત્ર આ એક ઘટના પૂરતી સીમિત નથી. અવારનવાર ગામમાં કોઈ બીમાર થાય કે ગર્ભવતી મહિલા હોય ત્યારે આવા દ્રશ્યો સર્જાય છે, રોડ ,રસ્તાની સુવિધાનો અભાવના લીધે અહીંના ગામવાસીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પાયાની સુવિધાના અભાવે વરાફળી ગામના લોકો હવે અંબાજી ગ્રામ પંચાયતમાંથી બહાર નીકળી અન્ય ગ્રામ પંચાયતમાં સામેલ થવાની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો: Gujarat Politics : કાંતિભાઈએ કહ્યું અને તેમાં 501 મો હું પણ ગાંડો છું : પંકજ ધામેલીયા


