Ambaji : આજથી અષાઢી ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ, નવા સરપંચ સહિત ભક્તો મંદિરે પહોંચ્યા
- શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી (Ambaji)
- આજથી ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ, આવતીકાલથી મંદિરમાં માત્ર 2 આરતી થશે
- આજે બપોરની અંતિમ આરતી થઈ, મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચ્યા
- અંબાજી ગ્રામ પંચાયતનાં વિજેતા સરપંચે મંદિરમાં માતાજીનાં દર્શન કર્યા
શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી... (Ambaji) જે ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે. અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે અને આ શક્તિપીઠ અરાવલી પર્વતમાળાની વચ્ચે આવેલું છે. અંબાજી મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આજથી અષાઢી ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ થયો છે, ત્યારે આજે અષાઢી એકમે બપોરની આરતી થઈ હતી. આવતીકાલથી બપોરની આરતી બંદ થશે. હવે, સવારે અને સાંજે જ આરતી થશે. અંબાજી મંદિરમાં આજે અંબાજી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા બનેલા મહિલા સરપંચ પણ પોતાના સમર્થકો સાથે દર્શન કરવા આવ્યા હતા.
આ પણ વાંચો - Rath Yatra 2025 : PM મોદીએ જમાલપુર જગન્નાથ મંદિરે મોકલ્યો આ ખાસ પ્રસાદ!
આજથી ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ, આવતીકાલથી માત્ર 2 આરતી થશે
આજે બપોરની અંતિમ આરતી થઈ, આવતીકાલથી માત્ર 2 આરતી થશે ત્યારે બપોરની આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા હતા. આજથી ગુપ્ત નવરાત્રીનો (Ashadha Gupt Navratri) પ્રારંભ થયો છે, ત્યારે ભક્તો પણ માતાજીનાં મંદિરે દર્શન કરવા આવે છે. આ નવરાત્રીમાં માતાજીનું પૂજન અને ભક્તિનું અનેરુ મહત્ત્વ છે. વરસાદી માહોલ વચ્ચે ભક્તો પણ માતાજીની આરાધના કરવા આવી રહ્યાં છે. અંબાજી ગ્રામ પંચાયત સરપંચનાં વિજેતા ઉમેદવાર કલ્પનાબેન દવે જ્યારે સરપંચની ચૂંટણીનું ફોર્મ ભર્યું હતું તે પહેલા પણ માતાજીનાં દર્શન કરવા આવ્યા હતા અને આજે જીત્યા બાદ પણ માતાજીનાં દર્શન કર્યા હતા.
આ પણ વાંચો - Rath Yatra 2025 : પ્રથમવાર પોલીસ જવાનો મંદિર પરિસરમાં આપશે 'ગાર્ડ ઓફ ઓનર'
અંબાજી ગ્રામ પંચાયતનાં વિજેતા સરપંચે મંદિરમાં માતાજીનાં દર્શન કર્યા
લગભગ 8 વર્ષ બાદ અંબાજી ગ્રામ પંચાયતની (Ambaji Gram Panchayat) ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીમાં બે મહિલા ઉમેદવાર વચ્ચે ખરાખરીનો જંગ હતો, જેમાં અંબાજીનાં કલ્પનાબેન હેમંતભાઈ દવે (Kalpanaben Hemantbhai Dave) ટેબલનાં નિશાન પર 509 વોટથી વિજેતા થયા હતા. કલ્પનાબેન વિજેતા થયા બાદ આજે બપોરે અંબાજી મંદિરમાં (Ambaji) અષાઢી નોરતે મંદિરે દર્શન કર્યા હતા. મહારાજ દ્વારા તેમને ચૂંદડી આપીને આશીર્વાદ અપાયા હતા. શિવ મંદિરમાં તેમને શિવપૂજા કરી હતી, અંબાજી મંદિરનાં બ્રાહ્મણો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
અહેવાલ : શક્તિસિંહ રાજપુત, અંબાજી
આ પણ વાંચો - Gandhinagar : RRU માં UP ના રાજ્યપાલ આનંદીબેન પટેલનું સૂચક નિવેદન, સત્તાધીશોને ટકોર!


