ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અંબાજીમાં રૂ. 7 હજાર ભરેલુ કવર સાણંદના 10 વર્ષના બાળકને મળ્યુ, જાણો પછી તેણે શું કર્યું?

મેળાની ભીડમાં ખોવાયેલી રકમ પાછી મેળવીને પ્રકાશભાઈ ખુશ થયા, જ્યારે 10 વર્ષના સાહીનની પ્રામાણિકતાએ સૌના દિલ જીતી લીધા.
03:05 PM Sep 04, 2025 IST | Mihir Solanki
મેળાની ભીડમાં ખોવાયેલી રકમ પાછી મેળવીને પ્રકાશભાઈ ખુશ થયા, જ્યારે 10 વર્ષના સાહીનની પ્રામાણિકતાએ સૌના દિલ જીતી લીધા.
Ambaji Bhadarvi Poonam

Ambaji fair honesty : અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમ મહા મેળામાં શ્રદ્ધા અને ભક્તિનો માહોલ છલકાઈ રહ્યો છે, ત્યારે સાણંદથી દર્શનાર્થે આવેલા 10 વર્ષના બાળક સાહીનની પ્રામાણિકતાએ સૌના હૃદય જીતી લીધા છે. મેળામાં હજારોની ભીડ વચ્ચે જ્યારે લોકો પોતાની ભક્તિમાં લીન હતા, ત્યારે સાહીનને એક દુકાન પાસે જમીન પર પડેલું એક કવર મળ્યું હતું. કવર ખોલતા અંદર રૂ. 7,000ની મોટી રકમ હતી. સામાન્ય રીતે આવી પરિસ્થિતિમાં કોઈ પણ બાળક લાલચમાં આવી શકે છે, પરંતુ સાહીને બિલકુલ વિચલિત થયા વગર પ્રામાણિકતાનો માર્ગ અપનાવ્યો હતો.

થોડી જ વારમાં આ રકમના મૂળ માલિક, મૂળ અંબાજીના વેપારી પ્રકાશભાઈ વ્યાસ, ગભરાયેલી હાલતમાં પોતાની ખોવાયેલી રકમ શોધતા તે દુકાન પાસે આવ્યા. સાહીને કોઈ પણ જાતની ખચકાટ વિના તરત જ તેમને પૂરી જાણકારી આપી અને રકમ તેમને પરત કરી. અચાનક ખોવાયેલી મોટી રકમ પાછી મળતા પ્રકાશભાઈની આંખોમાં આભાર અને ખુશીના આંસુ છલકાઈ ઊઠ્યા હતા. આજના ભૌતિકવાદી યુગમાં નિર્દોષ બાળકની આ પ્રમાણિકતા જોઈને તેઓ ભાવુક થઈ ગયા.

Ambaji fair honesty

બાળકનું કરવામાં આવ્યુ સન્માન (Ambaji fair honesty )

આ પ્રશંસનીય ઘટનાની જાણ મેળાના વહીવટી અધિકારીઓને થતાં, તાત્કાલિક બાળકના સન્માનનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો. 51 શક્તિપીઠ સર્કલ ખાતે આવેલા કંટ્રોલ પોઈન્ટ પર મુખ્ય કંટ્રોલ રૂમના ઈનચાર્જ અને જિલ્લા આયોજન અધિકારી આઈ.એલ. પરમારે સાહીનની પ્રમાણિકતા અને સત્યનિષ્ઠાની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, "ભીડભાડવાળા ધાર્મિક મેળામાં આવી ઘટનાઓ સામાન્ય છે, પરંતુ સાહીને જે ઉદાહરણ પૂરું પાડ્યું છે તે માત્ર બાળસહજ નિર્દોષતાનું નહીં, પણ સમાજ માટે પ્રામાણિકતા અને સદાચારનું એક જીવંત પ્રતિક છે."

હજુ પણ પ્રમાણિકતા જીવંત

સાહીનનું આ કાર્ય સાબિત કરે છે કે માનવતા અને પ્રામાણિકતા હજુ પણ જીવંત છે. આ ઘટના મેળામાં ઉપસ્થિત હજારો ભક્તો માટે એક પ્રેરણા બની રહી અને સાબિત કર્યું કે સારા મૂલ્યો વયમર્યાદાના મોહતાજ હોતા નથી.

આ પણ વાંચો :  Ambaji Bhadarvi Poonam 2025 : અંબાજી ભાદરવી પૂનમના મેળામાં ભંડાર કેન્દ્રોમાં આવક અત્યાર સુધી રૂ.1 કરોડ કરતા વધુ

 

Tags :
Ambaji Bhadarvi PoonamAmbaji fair honesty storyAmbaji fair newsAmbaji Temple
Next Article