Ambaji : ભાદરવી પૂનમ મેળામાં ટેકનોલોજીનો અદ્ભુત સમન્વ, 400 ડ્રોનથી ઝળહળ્યું આકાશ
- Ambaji મહામેળો 2025 : 400 ડ્રોનથી ઝળહળ્યું આકાશ
- અંબાજીમાં ભવ્ય ડ્રોન શો, આસ્થા અને ટેકનોલોજીનું અનોખું મિલન
- ભાદરવી પૂનમ મહામેળામાં પહેલી વાર ડ્રોન લાઇટ શોનું આયોજન
- અંબાજી મહામેળામાં આધુનિકતાનો સ્પર્શ! શ્રદ્ધાળુઓ મંત્રમુગ્ધ
Ambaji : શક્તિ અને આસ્થાના પ્રતીક સમાન અંબાજી તીર્થધામ ખાતે આયોજિત ભાદરવી પૂનમ મહામેળો 2025 આ વર્ષે એક અનોખી ઘટનાનો સાક્ષી બન્યો છે. પરંપરાગત શ્રદ્ધા અને આધુનિક ટેકનોલોજીના અનોખા સમન્વયથી આ મેળામાં પ્રથમ વખત 400 ડ્રોનનો ઉપયોગ કરીને ભવ્ય ડ્રોન લાઇટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમે હજારોની સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દીધા.
Ambaji Temple Gujarat First
આસ્થા અને ટેકનોલોજીનું મિલન
અંબાજી (Ambaji) નો ભાદરવી પૂનમનો મેળો ગુજરાત અને સમગ્ર દેશમાંથી આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યો છે. આ વર્ષે, આ મેળાના ત્રીજા દિવસે આયોજિત ડ્રોન શોએ ધાર્મિક ઉત્સાહમાં આધુનિકતાનો સ્પર્શ ઉમેર્યો.
એકસાથે 400 ડ્રોન આકાશમાં ઉડ્યા અને રંગીન રોશનીથી ભવ્ય દ્રશ્યો સર્જ્યા. આ દ્રશ્યો જોઇને ત્યા હાજર લોકો આકાશમાં જાણે જાદુ થઈ રહ્યો હોય તેવો અનુભવ કરવા લાગ્યા હતા.
Ambaji Light Show Gujarat First
આકાશમાં ઝળહળ્યા શક્તિના પ્રતીકો
આ ડ્રોન શોમાં માત્ર લાઇટિંગ જ નહીં, પરંતુ અર્થપૂર્ણ આકૃતિઓ પણ બનાવવામાં આવી હતી. આકાશમાં મા અંબાની આકૃતિ, ત્રિશૂળ અને અન્ય શક્તિના પ્રતીકો પ્રદર્શિત થયા. આ ડ્રોન રંગોળી જોઈને શ્રદ્ધાળુઓ ભાવવિભોર બની ગયા. ખાસ કરીને અંબાજીના મંદિર ઉપર રચાયેલી આકૃતિઓ ભવ્યતા અને દિવ્યતાનો અહેસાસ કરાવતી હતી. આકાશમાં ઝળહળતા ત્રિશૂળ અને માતાજીની આકૃતિઓ શક્તિ, સંસ્કૃતિ અને અધ્યાત્મનું આધુનિક ટેકનોલોજી સાથેનું અદ્ભુત જોડાણ દર્શાવતી હતી.
Ambaji Drone Show Gujarat First
યાત્રાળુઓ માટે વિશેષ સુવિધાઓ
ભાદરવી પૂનમના મેળામાં દૂર-દૂરથી આવતા પદયાત્રીઓ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા સ્વચ્છતા, પીવાનું પાણી, આરોગ્ય સેવાઓ અને સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી માઈભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે. આધુનિક ડ્રોન શો જેવા આકર્ષણો મેળાને વધુ યાદગાર બનાવે છે, જ્યારે પાયાની સુવિધાઓ યાત્રાળુઓ માટે આરામદાયક વાતાવરણ પૂરું પાડે છે.
આ પણ વાંચો : Ambaji Bhadarvi Poonam 2025 : અંબાજી ભાદરવી પૂનમના મેળામાં ભંડાર કેન્દ્રોમાં આવક અત્યાર સુધી રૂ.1 કરોડ કરતા વધુ