Ambaji : ભોજનાલય, શાળા, વિશ્રામગૃહ સહિત અંબાજી મંદિર ટ્રસ્ટ સંસ્થાનાં બિલ્ડિંગોની ચકાસણી કરવાની માગ
- વડોદરા ગંભીરા બ્રિજની ઘટના બાદ શક્તિપીઠ અંબાજીમાં જોવા મળી અસર! (Ambaji)
- અંબાજી મંદિર ટ્રસ્ટ સંસ્થાનાં બિલ્ડિંગોની ચકાસણી કરવાની ઊઠી માગ
- હાલમાં મંદિર ખાતે રિનોવેશન કામગીરી ચાલી રહી છે : અંબાજી મંદિરનાં વહીવટદાર
- વહીવટદાર કચેરી સહિત અનેક ઓફિસોની બિલ્ડિંગમાં તિરાડો જોવા મળી
Ambaji : ગુજરાતમાં તાજેતરમાં વડોદરા જિલ્લામાં બનેલી પુલ તૂટવાની ઘટનાને પગલે રાજ્ય સરકાર સફાળી જાગી છે. રાજ્યના અનેક પુલોની ચકાસણી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાતનાં સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે પણ આવનારા સમયમાં ભાદરવી મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે જે મંદિર ટ્રસ્ટ (Ambaji Temple Trust) દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તે મંદિર ટ્રસ્ટની સંસ્થાઓનાં બિલ્ડિંગનાં દ્રશ્ય જોઈને ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન બને તે પહેલા ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક આવા બિલ્ડિંગની સુરક્ષાની ચકાસણી કરવાની માગ ઊઠી છે. બીજી તરફ અંબાજી મંદિરનાં વહીવટદારે જણાવ્યું કે, હાલમાં મંદિર ખાતે રિનોવેશન કામગીરી ચાલી રહી છે.
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ (Shri Arasuri Ambaji Mata Devasthan Trust) દ્વારા અંબાજી મંદિરનું સંચાલન થાય છે. અંબાજી મંદિર (Ambaji Temple) પરિસરમાં ત્રણ-ચાર માળની વહીવટદાર કચેરી સહિત અનેક ઓફિસો આવેલી છે. આ બિલ્ડિંગમાં પણ ઘણી બધી તિરાડો જોવા મળી છે. મંદિરનાં ઓવરબ્રિઝ તરફનાં ભાગ બાજું પણ ઘણી જગ્યાએ પ્લાસ્ટર ખુલ્લું થઈ ગયું છે અને સળિયા દેખાઈ રહ્યા છે.
આ પણ વાંચો - Junagadh : હવે ગોપાલ ઈટાલિયાનો વળતો પ્રહાર! કહ્યું- ભાજપને હજુ વિસાવદરની હાર..!
અંબિકા ભોજનાલયનાં હંગામી ધોરણે નવીન બિલ્ડિંગની કામગીરી શરૂ
અંબાજી મંદિર ટ્રસ્ટની ભોજનાલય બિલ્ડિંગમાં સામાન્ય દિવસે રોજનાં અંદાજે 3500 લોકો સવાર-સાંજ ભોજન કરવા આવી રહ્યા છે. રવિવારનાં રોજ અંદાજે 5000 જેટલા ભક્તો અહીં ભોજન કરવા આવે છે. ત્યારે પૂનમનાં રોજ અંદાજે 6,000 જેટલા ભક્તો અહીં ભોજન કરવા આવતા હોય છે. અંબિકા ભોજનાલયનું આ બિલ્ડિંગ હાલમાં ખૂબજ જૂનું અને ઘણી જગ્યા પર પ્લાસ્ટર નીકળી ગયેલું જોવા મળે છે અને ઘણી જગ્યા પર લોખંડનાં સળિયા પણ ખુલ્લા જોવા મળી રહ્યા છે. અહીં, ભોજન કરવા આવતા ભક્તો અને ભોજન પીરસતા સ્ટાફનું જીવનું જોખમમાં હોય તેમ બિલ્ડિંગના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બીજી તરફ ટેમ્પલ ટ્રસ્ટ (Ambaji Temple Trust) દ્વારા હંગામી ભોજનાલય દાંતા રોડ તરફ નવીન શેડ અને રૂમનું બાંધકામ ચાલી રહ્યું છે. આવનારા સમયમાં જૂનું ભોજનાલય બંધ કરીને ભક્તોને નવી જગ્યા પર ભોજન પ્રસાદ માટે જવું પડશે. પરંતુ, સૌથી મોટી ચિંતાની બાબતે છે કે હાલમાં હજારો ભક્તો રોજેરોજ જમવા આવી રહ્યા છે ત્યારે બિલ્ડિંગનાં દ્રશ્ય જોઈને ચિંતા ઊભી થઈ છે.
આ પણ વાંચો - Bhavnagar : માતા-પિતા બાળકોનું ધ્યાન રાખજો..! ભાવનગરમાં બની હૈયું કંપાવી દે એવી ઘટના
અંબાજી મંદિર ટ્રસ્ટનું અંબિકા વિશ્રામગૃહ ત્રણ મહિનાથી બંદ
અંબાજી મંદિર ટ્રસ્ટ (Ambaji Temple Trust) દ્વારા મંદિરનું વિશ્રામગૃહ ત્રણ મહિના અગાઉ બંદ કરી દેવાયુ છે અને હાલમાં બિલ્ડિંગ તોડવામાં આવી રહ્યું છે. બીજી તરફ અંબાજી મંદિર સંસ્થાની ધોરણ 11-12 શાળામાં પણ ઘણા બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને આ બિલ્ડિંગ પણ જૂનું થઈ ગયું છે. મંદિરનાં વહીવટદાર કૌશિક મોદીએ જણાવ્યું હતું કે, હાલમાં મંદિર ખાતે રિનોવેશન કામગીરી ચાલી રહી છે. પરંતુ, ભોજનાલય અને 11-12 શાળાનાં બિલ્ડિંગમાં રિનોવેશન કામગીરી જોવા મળતી નથી.
અહેવાલ : શક્તિસિંહ રાજપુત,અંબાજી
આ પણ વાંચો - Bhavnagar : અ'વાદ, અરવલ્લી બાદ ભાવનગરમાં સરકારી પાઠ્યપુસ્તકો ભંગારમાં અપાતા હોવાનું કૌભાંડ!


