Ambaji: ઇડરમાળ ગામ સંપર્ક વિહોણું બન્યું, છાપરી નદી બે કાંઠે વહી
અંબાજી પાસે નું ઇડરમાળ ગામ સંપર્ક વિહોણું બન્યું,લોકો આખી રાત થી રસ્તો પાર કરવા નદી કાંઠે બેઠા હોય તેવા દ્રશ્યો સામે આવ્યાં છે. ગુજરાત સરહદ પુરી થયા બાદ રાજસ્થાન રાજ્ય ના પ્રવેશ પર આ ગામ ઈડરમાળ આવેલુ છે.આ ગામમાં 50 થી વધુ ઘર આવેલા છે.ગુજરાત અને રાજસ્થાન સરહદ ઉપર ના ગામો ની સ્થિતિ ગંભીર બની છે અને છાપરી નદી બે કાંઠે ભયજનક સપાટીએ વહી રહી છે.સુરપગલા થી ઇડરમાળ જવાનો રસ્તો સંપર્ક વિહોણું બનતા લોકો ભારે મુશ્કેલી મા મુકાયા છે.
ઘણાં લોકો રાત્રી થી રોડ પાર કરવા નદી કાંઠે બેઠેલા જોવા મળ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યાં છે. દાંતા તાલુકામાં રાત્રે આવેલાં ભારે વરસાદને પગલે નદીઓ ગાંડીતૂર બની છે.
બીપોરજોય વાવાજોડા બાદની અસરો બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ જોવા મળી છે. અરવલ્લી ગિરિમાળામાં સૂકાભટ્ટ નદીનાાળામાં પુષ્કળ પાણી વહી રહ્યું છે.2023 ના વર્ષ મા દાંતા તાલુકામાં 42 ટકા વરસાદ થયો છે.
અહેવાલ -શક્તિસિંહ રાજપુત,અંબાજી
આપણ વાંચો -કોંગ્રેસને મોટો ઝટકો, પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ ભાજપમાં જોડાયા


