Ambaji : આજથી મારવાડી શ્રાવણની શરૂઆત, અંબાજીમાં શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
- આજે મારવાડી શ્રાવણની શરૂઆત થતાં શિવ મંદિરોમાં ભક્તો ઉમટ્યા
- શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકનું કૈલાશ ટેકરી મહાદેવ મદિરે વિશેષ પૂજા
- ભક્તો અહીં લઘુ રુદ્રી પાઠ સહિત શિવ સ્ત્રોત કરી શિવ આરાધના કરે છે
- શિવલિંગ અને મંદિર ગર્ભગૃહને વિશેષ અલગ-અલગ ફૂલો અને બિલિપત્રથી શણગાર
- સાંજ અને સવારની આરતીમાં ભક્તો સાથે શ્વાન પણ સૂરમાં સૂર પુરાવતા કુતૂહલ!
હિન્દુ ધર્મમાં શાસ્ત્રો મુજબ, બ્રહ્માંડની રચના બ્રહ્મા ,વિષ્ણુ અને મહેશ દ્વારા કરાઈ છે. ભારત દેશ નદી, નાળા, તળાવ અને હિન્દુ સંસ્કૃતિ ધરાવતો દેશ છે. હિન્દુ શાસ્ત્રમાં ભગવાન શિવની ઉપાસનાનું વિશેષ મહત્ત્વ રહ્યું છે. ત્યારે આજથી સમગ્ર દેશમાં પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે, જે રાખડી પૂનમ સુધી ચાલશે. જ્યારે અમાસથી ગુજરાતી શ્રાવણ શરૂ થઇ જવા રહ્યો છે. ગુજરાતનાં સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે માતાજીનાં મંદિર સિવાય ઘણા શિવ મંદિરો આવેલા છે. આજથી વિવિધ શિવ મંદિરોમાં 'હર હર મહાદેવ'નાં નાદ સાથે વિશેષ પૂજાનું આયોજન કરાશે.
આજથી અંબાજીમાં શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટશે
ભગવાન શિવને બિલિપત્ર, દૂધ દ્વારા પૂજન કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે એવી માન્યતા છે. અંબાજી નજીક કુંભારિયા ગામે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકનું કૈલાશ ટેકરી મહાદેવ આવેલ છે. નાની પહાડી પર આવેલા આ પવિત્ર શિવ મંદિરમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શન કરવા આવે છે. વહેલી સવારથી જ શિવ ભક્તો શિવ પૂજા કરવા માટે આવે છે. કેટલાક ભક્તો અહીં લઘુ રુદ્રી પાઠ સહિત શિવ સ્ત્રોત કરી શિવ આરાધના કરે છે. કૈલાશ ટેકરી સિવાય અંબાજી ખાતે નીલકંઠ મહાદેવ, હર્ણેશ્વર મહાદેવ, કુંભેશ્વર મહાદેવ, કોટેશ્વર મહાદેવ, સોમેશ્વર મહાદેવ, રામેશ્વર મહાદેવ, પરશુરામ મહાદેવ સહિત ઘણા શિવ મંદિરો આવેલા છે.
આ પણ વાંચો - Gondal : વીજ લાઈન નાખવા પોલ પર ચડતા કરંટ લાગ્યો, બે યુવાન કર્મચારીઓનાં મોત
સાંજની આરતી અને શ્રુંગારનું છે મહત્ત્વ
અંબાજી નજીક સરસ્વતી નદી નીકળે છે, જેના પવિત્ર જળથી માતાજીનાં મંદિરમાં અને ઘણા શિવ મંદિરમાં પવિત્ર જળનો ઉપયોગ થાય છે. કૈલાશ ટેકરી મહાદેવ ખાતે સાંજે આરતી પહેલા શિવલિંગ અને મંદિર ગર્ભગૃહને વિશેષ અલગ-અલગ ફૂલો અને બિલિપત્રથી શણગાર કરાય છે. ત્યારબાદ શિવ પૂજન અર્ચન કર્યા બાદ ભગવાન શિવની સાંય આરતી શરુ થાય છે. મોટી સંખ્યામાં શિવ ભક્તો આ આરતીમાં જોડાય છે.
આ પણ વાંચો - Ahmedabad : અમદાવાદમાં મોડી સાંજે મેઘરાજાની ધબધબાટી, જાણો હવામાન વિભાગની આગાહી
સાંજની આરતીમાં શ્વાન પણ સૂરમાં સૂર પુરાવે છે!
અહીં સાંજની અને સવારની આરતીમાં કૈલાશ ટેકરી મહાદેવનાં પ્રાંગણમાં આરતી સમયે એક શ્વાન પણ આવે છે અને આરતીનાં સૂરમાં સૂર પુરાવે છે. ત્યારે શ્વાનની ભક્તિ જોઈ અન્ય શ્રદ્ધાળુઓ પણ આશ્ચર્યચકિત થયા છે. ભક્તો અહીં સાંજની આરતીમાં મોટી સંખ્યામાં જોડાય છે.
અહેવાલ : શક્તિસિંહ રાજપુત ,અંબાજી
આ પણ વાંચો - VADODARA : નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખીને શહેર-જિલ્લાના બ્રિજ અંગે મહત્વના નિર્ણયો લેવાયા


