Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ambaji : શક્તિપીઠ અંબાજી પહોંચ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પદયાત્રીઓ સાથે મુલાકાત કરી

ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ રતનપુર જલિયાણ કેમ્પ (Ratanpur Jaliyan Camp) સહિત વિવિધ કેમ્પની મુલાકાત લીધી હતી.
ambaji   શક્તિપીઠ અંબાજી પહોંચ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી  પદયાત્રીઓ સાથે મુલાકાત કરી
Advertisement
  1. મા અંબાના ધામ Ambaji પહોંચ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
  2. અંબાજી મંદિરમાં હર્ષભાઈ સંઘવીનું કરાયું સ્વાગત
  3. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મા અંબાનાં દર્શન કર્યા
  4. ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ રતનપુર જલિયાણ કેમ્પની પણ મુલાકાત લીધી

Ambaji : ભાદરવી પૂનમને લઈને યાત્રાધામ શક્તિપીઠ અંબાજીમાં હાલ ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન થયા તે માટે મંદિર ટ્રસ્ટ (Ambaji Temple Trus), સ્થાનિક તંત્ર, પોલીસ અને રાજ્ય સરકાર દ્વારા દરેક પ્રકારની વ્યવસ્થા અને સુવિધાનું ધ્યાન રાખવાનું આવ્યું છે. દરમિયાન, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) અંબાજી પહોંચ્યા છે. માતાજીનાં દર્શન કરી તેમણે આશીર્વાદ લીધા. ગૃહ રાજ્યમંત્રીનું મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. આ પહેલા ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ રતનપુર જલિયાણ કેમ્પ (Ratanpur Jaliyan Camp) સહિત વિવિધ કેમ્પની મુલાકાત લીધી હતી.

આ પણ વાંચો - Junagadh : હોસ્ટેલમાં વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓએ ઢોર માર માર્યો! શિક્ષણમંત્રીની પ્રતિક્રિયા

Advertisement

Advertisement

Ambaji માં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મા અંબાનાં દર્શન કરી જયઘોષ કર્યા

રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી શક્તિપીઠ અંબાજી મંદિર (Harsh Sanghvi in Ambaji) પહોંચ્યા છે. અહીં તેમણે શીશ ઝુકાવી મા અંબાનાં દર્શન કરી આશીર્વાદ લીધા. હર્ષ સંઘવીએ મંદિરમાં ભક્તો સાથે માતાજીનાં દર્શન કરી માતાજીની જય બોલાવી હતી, ત્યારે સમગ્ર મંદિર અને પરિસર 'બોલ મારી અંબે, જય જય અંબે' નાં નાદથી ગૂંજી ઉઠ્યું હતું. મંદિર ટ્રસ્ટ દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું સ્વાગત કરવામાં આવ્યું. રસ્તામાં હર્ષ સંઘવીએ કેટલાક કેમ્પોની મુલાકાત પણ લીધી હતી. રાજ્ય ગૃહ મંત્રીએ ભાદરવી પૂનમને લઈ વ્યવસ્થાઓની સમીક્ષા પણ કરી.

આ પણ વાંચો - Anand : લ્યો બોલો! આંધ્રપ્રદેશ પોલીસનાં જવાનોને સ્થાનિકોએ ઢીબી નાખ્યા, કારણ ચોંકાવનારું!

ગૃહરાજયમંત્રીએ પદયાત્રા સાથે મુલાકાત કરી, ભોજન પીરસ્યું

જણાવી દઈએ કે, ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા રતનપુર જલિયાણ કેમ્પની (Ratanpur Jaliyan Camp) પણ મુલાકાત લીધી હતી. દરમિયાન, જય જલિયાણ સેવા કેમ્પ દ્વારા હર્ષ સંઘવીનું સન્માન કરાયું હતું. કેમ્પમાં આરામ કરતા પદયાત્રીકોને મળી તેમણે હાલચાલ પૂછ્યા હતા. સેવા કેમ્પમાં હર્ષભાઈએ પદયાત્રીકોને જમવાનું પણ પીરસ્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ સેવા કેમ્પનાં આયોજકોની સેવાઓને બિરદાવી હતી. આ સમયે રાજ્યસભાનાં સાંસદ મયંક નાયક (MP Mayank Nayak) પણ સાથે જોડાયા હતા.

આ પણ વાંચો - Amreli : MLA કૌશિક વેકરીયાને લખેલા પત્રનો ઉલ્લેખ, કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પણ મેદાને!

Tags :
Advertisement

.

×