Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AMBAJI : દિવાળીના પર્વમાં શક્તિપીઠ અંબાજી મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું

અહેવાલ - શક્તિસિંહ રાજપુત,અંબાજી શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી વિશ્વના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી...
ambaji   દિવાળીના પર્વમાં શક્તિપીઠ અંબાજી મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું
Advertisement
અહેવાલ - શક્તિસિંહ રાજપુત,અંબાજી
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી વિશ્વના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે. અંબાજી મંદિરની વાત કરવામાં આવે તો અંબાજી મંદિર અને અંબાજી ધામ નવરાત્રી ભાદરવી અને દિવાળીના પર્વમાં રંગબેરંગી રોશનીથી ઝળહળી ઊઠે છે.
શક્તિપીઠ અંબાજી મંદિર ભાદરવી મહાકુંભમાં રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું, ત્યારબાદ નવરાત્રી પર્વમાં પણ અંબાજી મંદિર કલરફુલ લાઇટોથી ચમકતું જોવા મળ્યું હતું ત્યારે હવે દિવાળી અને નવા વર્ષના પર્વ પર અંબાજી મંદિર અને સમગ્ર પરિસર રંગબેરંગી રોશની અને લાઇટોથી ઝળહળતું જોવા મળ્યું હતું. દિવાળીના પર્વમાં અને વેકેશનના પર્વમાં અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા હોય છે અને નવા વર્ષનો પ્રારંભ અંબાજી માતાજીના દર્શન કરીને કરતા હોય છે અંબાજી આવતા ભક્તો ગબ્બર દર્શન કરવા અચુક જતા હોય છે.
મંદિર શિખર દિવાળીના દીવડા જેવી લાઇટોથી ચમકતુ જોવા મળ્યુ 
અંબાજી મંદિર પરિસર શક્તિદ્વારથી મંદિર સુધી અલગ અલગ લાઈટોથી ચમકતુ જોવા મળ્યુ ,પરંતુ આ વખતે જે લાઈટો લગાવવામાં આવી છે તે દિવાળીના દીવડા જેવી લાઇટો મંદિર પરિસરમાં લગાવવામાં આવી છે. આમ દિવાળી જેવા માહોલ મંદિર પરિસરમાં જોવા મળી રહ્યો છે, મંદિરની લાઈન વ્યવસ્થા ઉપરના ઘુમ્મટ ઉપર અલગ-અલગ પ્રકારના લાઈટોના સ્ટેચ્યુ જોવા મળ્યા.
Tags :
Advertisement

.

×