અંબાણી પરિવારે ગીરમાં કર્યું શિવ મંદિરનું ઉદ્ઘાટન! ભક્તિ, પરંપરા અને સેલેબ્સનું જોવા મળ્યું સંગમ
- The Ambani family inaugurated a Shiv Mandir at Gir
- મુકેશ-નીતા અંબાણીએ ગીરમાં શિવ મંદિરનું લોકાર્પણ કર્યું
- ગીરમાં અંબાણી પરિવારે કરાવ્યું શિવ મંદિરનું ઉદ્ઘાટન
- સાવજની ભૂમિમાં શિવ મંદિર
- 'હર હર મહાદેવ'ના નાદથી ગીરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું
The Ambani family inaugurated a Shiv Mandir at Gir : ભારતની સૌથી મોટી બિઝનેસ ફેમિલી અંબાણી પરિવારે (Ambani Family) ફરી એકવાર ધર્મ અને પરંપરા પ્રત્યેના તેમના ઊંડા સમર્પણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ સોરઠના હૃદય ગણાતા અને 'સાવજની ભૂમિ' તરીકે જાણીતા ગીરના શાંત જંગલોમાં નવનિર્મિત શિવ મંદિરની ભક્તિભાવ સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. આ ધાર્મિક પ્રસંગ માત્ર પારિવારિક સમારોહ ન રહેતા, તે ભક્તિ, એકતા અને ભારતીય સંસ્કારિતાના સશક્ત પ્રદર્શનનો મંચ બની રહ્યો હતો.
ભક્તિમય વાતાવરણ વચ્ચે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
મુકેશ અંબાણી અને નીતા અંબાણી (Mukesh Ambani and Nita Ambani) એ તેમના પુત્રો આકાશ, અનંત, પુત્રવધૂઓ શ્લોકા, રાધિકા અને દીકરી ઈશા સહિત સમગ્ર પરિવાર સાથે આ દિવ્ય સમારોહમાં હાજરી આપી હતી. વાયરલ થયેલા વીડિયોમાં મુકેશ અંબાણી પરંપરાગત રીતે હવનમાં આહુતિ આપતા જોવા મળે છે, જ્યારે નીતા અંબાણી સહિત પરિવારના સભ્યો શિવજીની આરતી ઉતારી રહ્યા હતા.
ગોલ્ડન રોશનીથી સજાવેલા મંદિરમાં અનેક બ્રાહ્મણો દ્વારા સતત શ્લોકો અને મંત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા હતા, જેનાથી શિયાળાની નીરવ શાંતિ વચ્ચે સમગ્ર ગીરનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
બોલિવૂડ અને ક્રિકેટ જગતના સિતારાઓની હાજરી
અંબાણી પરિવાર (Ambani Family) ના ધાર્મિક આયોજનમાં હંમેશની જેમ દેશની અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓ ઉમટી પડી હતી. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ક્રિકેટ જગતના દિગ્ગજો સચિન તેંડુલકર અને તેમના પત્ની અંજલી, તેમજ મહેન્દ્રસિંહ ધોની અને તેમના પત્ની સાક્ષી ઉપસ્થિત રહ્યા હતા.
બોલિવૂડમાંથી રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને આમિર ખાન પણ તેમની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે ભક્તિરસમાં તરબોળ જોવા મળ્યાં હતાં. આ સેલેબ્રિટીઓની હાજરીએ આ પ્રસંગને વધુ ખાસ બનાવી દીધો હતો, જ્યાં તમામ ઉપસ્થિત લોકોએ સાથે મળીને નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ... નો નાદ કરીને ભગવાન શિવની શક્તિશાળી ઊર્જાનું સન્માન કર્યું હતું.
આ પણ વાંચો : Jamnagar: અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રએ સહપરિવાર ગરબા રમ્યા