Amit Shah Gujarat Visit : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાત પ્રવાસે, જાણો કાર્યક્રમ
- કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ફરી એક વખત ગુજરાત આવશે (Amit Shah Gujarat Visit)
- પ્રદેશ પ્રમુખની નિયુક્તિનાં સમય દરમિયાન પ્રવાસ મહત્ત્વનો
- વિવિધ જાહેર કાર્યક્રમો વચ્ચે રાજકીય બેઠક પણ યોજાઈ શકે છે
- 5 અને 6 જૂલાઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં કાર્યક્રમો
Amit Shah Gujarat Visit : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ફરી એક વખત ગુજરાતની મુલાકાત લેશે. રાજ્યમાં ભાજપના (BJP) પ્રદેશ પ્રમુખની નિયુક્તિનાં સમય દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આ પ્રવાસ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે. દરમિયાન, વિવિધ જાહેર કાર્યક્રમો વચ્ચે રાજકીય બેઠક પણ યોજાઈ શકે છે. 5 અને 6 જુલાઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમો યોજાશે.
આ પણ વાંચો - Gujarat Rain: હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી, જાણો ક્યા છે મેઘ એલર્ટ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો 5 અને 6 જુલાઈ, બે દિવસનો ગુજરાત પ્રવાસ
પ્રાપ્ત માહિતી અનુસાર, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ફરી એકવાર બે દિવસીય ગુજરાતનાં પ્રવાસે આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો 5 અને 6 જુલાઈ એમ બે દિવસનો ગુજરાત પ્રવાસ (Amit Shah Gujarat Visit) રહેશે. માહિતી મુજબ, આ પ્રવાસ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિવિધ જાહેર કાર્યક્રમોમાં હાજરી આપશે. 5 જુલાઈએ આણંદનાં (Anand) સહકાર વિભાગનાં કાર્યકમમાં તેઓ હાજર રહેશે.ઉપરાંત, અમદાવાદનાં (Ahmedabad) સાયન્સ સિટી ખાતે સહકાર સંવાદ કાર્યકમમાં ઉપસ્થિત રહેશે.
- કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી ફરી એક વખત ગુજરાત આવશે
- પ્રદેશ પ્રમુખની નિયુક્તિના સમય દરમિયાન પ્રવાસ મહત્વનો
- વિવિધ જાહેર કાર્યક્રમો વચ્ચે રાજકીય બેઠક પણ યોજાઈ શકે છે
- 5 અને 6 જૂલાઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમો
- 5 જૂલાઈએ આણંદના સહકાર વિભાગના કાર્યક્રમમાં આપશે… pic.twitter.com/TEWS8KYnwK— Gujarat First (@GujaratFirst) July 3, 2025
આ પણ વાંચો - Gondal : વિવાદાસ્પદ યુટ્યુબર બન્ની ગજેરા PASA હેઠળ વડોદરા જેલમાં ધકેલાયો
પ્રદેશ પ્રમુખની નિયુક્તિનાં સમય દરમિયાન પ્રવાસ મહત્ત્વનો
આ સિવાય 6 જુલાઈએ આણંદમાં NDDB અને અમૂલની (Amul) નવી પરિયોજનાને ખુલી મુકાશે. નોંધનીય છે કે, હાલ ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખને લઈ ચર્ચા અને તર્ક-વિતર્કનો માહોલ ગરમાયો છે. ત્યારે આ દરમિયાન, ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તિનાં સમયગાળા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આ ગુજરાત પ્રવાસ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે. બે દિવસનાં ગુજરાત પ્રવાસ દરમિયાન અમિત શાહ મહત્ત્વની રાજકીય બેઠકો પણ કરી શકે છે.
આ પણ વાંચો - Gandhinagar : રાજ્યમાં તૂટેલા રસ્તા-ખાડાઓની કેબિનેટમાં લેવાઈ નોંધ, CM ભૂપેન્દ્ર પટેલે કર્યા આદેશ


