મિલોના પુનરુત્થાન અને આધુનિકીકરણ માટે અમિત શાહ પહોંચ્યા સૌરાષ્ટ્ર
- અમિત શાહ 8 અને 9 માર્ચે એમ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે
- અમિત શાહ હાલ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ પહોંચ્યા
- અમિત શાહ કોડીનાર કાર્યક્રમમાં સભા સંબોધી રહ્યા છે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 8 અને 9 માર્ચે એમ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે. આ પ્રવાદ દરમિયાન શાહ જુનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે, જેમાં ધાર્મિક, સામાજિક અને વિકાસલક્ષી કાર્યક્રમોનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, વડાપ્રધાન મોદી પણ ગુજરાતના પ્રવાસ પર આવી રહ્યા છે. આવામાં ગુજરાત સરકાર દ્વારા સુરક્ષા સહિતના મુદ્દે જે તૈયારીઓ કરવામાં આવી છે તેની સમીક્ષા પણ કરવામાં આવી છે. વડાપ્રધાન મોદી અને અમિત શાહ એક જ અઠવાડિયામાં ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ હાલ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ પહોંચ્યા છે, તેમની સાથે તેમના પત્નિ પણ દર્શન કરવા પહોંચ્યા હતા. અમિત શાહે પરિવાર સાથે પૂજા અર્ચના કરી મહાદેવને જળાભિષેક કર્યો અને દાદાના ચરણોમાં શીશ ઝુકાવ્યું. હેલિપેડ ખાતે રેન્જ IG સહીતના અધિકારીઓએ અમિત શાહનું સ્વાગત કર્યુ હતુ, મંત્રી જગદીશ વિશ્વકર્મા, MP રાજેશ ચુડાસમાં પણ હાજર રહ્યા હતા અને અમિત શાહ VVIP ગેસ્ટ હાઉસ ખાત્તે ભોજન લઈને કોડીનાર પહોંચ્યા છે. હાલ તેઓ 3 સહકારી ખાંડ મિલોના પુનરુત્થાન અને આધુનિકીકરણ માટેના કાર્યક્રમમાં સભા સંબોધી રહ્યા છે.
गुजरात के गिर सोमनाथ से कोडिनार, तलाला व वलसाड की 3 सहकारी चीनी मिलों के पुनरुद्धार व आधुनिकीकरण के शुभारंभ कार्यक्रम से लाइव…
ગીર સોમનાથની 3 સહકારી સુગર મિલોના પુનરુત્થાન અને આધુનિકીકરણના શુભારંભ કાર્યક્રમથી લાઈવ.. https://t.co/kDuWTqH229
— Amit Shah (@AmitShah) March 8, 2025
આ પણ વાંચો : રાહુલ ગાંધીએ ગુજરાતની નેતાગીરી પર ઉઠાવ્યા સવાલ, પાર્ટીમાં વિભિષણ હોવાના સંકેત આપ્યા!


