Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો બે દિવસીય ગુજરાત પ્રવાસ, વાંચો વિગત

અમદાવાદ ખાતે યોજાનાર 148 મી રથયાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી હાજરી આપશે.
amit shah   કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો બે દિવસીય ગુજરાત પ્રવાસ  વાંચો વિગત
Advertisement
  1. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત પ્રવાસે (Amit Shah)
  2. 27 અને 28 જૂન એમ બે દિવસ ગુજરાત પ્રવાસે આવશે
  3. રથયાત્રાના દિવસે મંગળા આરતીમાં ઉપસ્થિત રહેશે
  4. ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રીના ત્રણ કાર્યક્રમ યોજાશે

Ahmedabad : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ (Amit Shah) ગુજરાતની મુલાકાતે આવવાના છે. 27 અને 28 જૂનનાં રોજ એમ 2 દિવસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવશે. રથયાત્રાના (148th Rath Yatra 2025) દિવસે મંગળા આરતીમાં ઉપસ્થિત રહેશે. આ પ્રવાસ દરમિયાન, ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ત્રણ કાર્યક્રમ પણ યોજાશે.

આ પણ વાંચો - Aravalli Gram Panchayats Election : રાજ્ય સરકારમાં મંત્રીના પુત્રની 500 થી વધુ મતથી થઈ હાર

Advertisement

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 27 અને 28 જૂનનાં રોજ ગુજરાત આવશે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ (Amit Shah) એકવાર ફરી ગુજરાતની મુલાકાતે આવવાના છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 27 અને 28 જૂનનાં રોજ ગુજરાત આવશે. અમદાવાદ ખાતે યોજાનાર 148 મી રથયાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી હાજરી આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રથયાત્રાના દિવસે મંગળા આરતીમાં ઉપસ્થિત રહેશે. આ પ્રવાસ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ત્રણ કાર્યક્રમ પણ યોજાશે.

Advertisement

આ પણ વાંચો - Rath Yatra 2025 : અમદાવાદમાં ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ સંપન્ન, હર્ષભાઈ સંઘવીએ ભગવાન જગન્નાથની ઉતારી આરતી

ગાંધીનગરમાં લાઈબ્રેરી, કલોલમાં મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કરશે

માહિતી અનુસાર, કલોલ ખાતે (Kalol) મેડિકલ કોલેજનું કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે ઉદ્ઘાટન થશે. સાથે જ ગાંધીનગરમાં (Gandhinagar) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લાઈબ્રેરીનું ઉદ્ઘાટન કરશે અને ગિફ્ટ સિટીમાં પણ તેઓ એક કાર્યક્રમમાં હાજરી આપશે. એવી પણ માહિતી છે કે આ સિવાય અમદાવાદ અને સાણંદમાં યોજાનાર કાર્યક્રમમાં પણ તેઓ ઉપસ્થિત રહી શકે છે.

આ પણ વાંચો - Gujarat rain : હવામાન વિભાગની 1 જુલાઈ સુધી વરસાદની આગાહી, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

Tags :
Advertisement

.

×