Amreli : સાવરકુંડલા પંથકમાં દીપડાના હુમલામાં 5 વર્ષની માસૂમ બાળકીનું મોત
- Amreli નાં સાવરકુંડલા પંથકમાં 4 પગનો આંતક!
- સાવરકુંડલાના મોટા ભમોદ્રા ગામે દીપડાનો હુમલો
- વાડીમાં કામ કરતા ખેતમજૂરની બાળકી પર હુમલો
- દીપડાના હુમલામાં 5 વર્ષની બાળકીનું મોત
- મૃતદેહને વડા હોસ્પિટલ પીએમ અર્થે ખસેડાયો
Amreli : અમરેલીનાં સાવરકુંડલા પંથકમાં (Savarkundla) ફરી એકવાર દીપડાનો આતંક જોવા મળ્યો છે. મોટા ભમોદ્રા ગામે વાડીમાં કામ કરતા પરપ્રાંતીય ખેતમજૂરની 5 વર્ષીય માસૂમ બાળકી પર દીપડાએ હુમલો કરતા બાળકીનું મોત નીપજ્યું છે. બાળકીનાં મૃતદેહને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટના અંગે જાણ થતાં વનવિભાગની ટીમે (Forest Department) પાંજરા ગોઠવી દીપડાને સ્કેનિંગ કરીને પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો -Sabarkantha : AR કન્સલ્ટન્સીની પોન્ઝી સ્કીમ કૌભાંડમાં રોકાણકારનો ગંભીર આરોપ!
Amreli માં દીપડાના હુમલામાં 5 વર્ષની બાળકીનું મોત
અમરેલીના સાવરકુંડલા પંથકમાં (Savarkundla) મોટા ભમોદ્રા ગામે રહેતા મનોજભાઈ બડમતીયાની વાડીમાં પરપ્રાંતિય પરિવાર ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવે છે. દરમિયાન, વાડીમાં ગયેલી બાળકી પર અચાનક એક દીપડાએ હુમલા (Leopard Attack on Girl) કર્યો હતો. આ હુમલામાં બાળકીને ગંભીર ઇજાઓ થઈ હતી. પરિવારજનોને ઘટનાની જાણ થતાં બાળકીને નજીકની હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ, સારવાર મળે તે પહેલા જ બાળકીનું મોત નીપજ્યું હતું. બાળકીનાં મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં રખાયો છે.
અમરેલીના સાવરકુંડલા પંથકમાં ચાર પગનો આંતક
સાવરકુંડલાના મોટા ભમોદ્રા ગામે દીપડાનો હુમલો
વાડીમાં કામ કરતા ખેતમજૂરની બાળકી પર હૂમલો
દીપડાના હુમલામાં પાંચ વર્ષની બાળકીનું મોત
મૃતદેહને વંડા હોસ્પિટલ પીએમઅર્થે ખસેડાયો#Amreli #LeopardAttack #ChildTragedy #ForestAlert #SafetyAlert… pic.twitter.com/A7ytsVa04k— Gujarat First (@GujaratFirst) October 4, 2025
આ પણ વાંચો -Surat : ACB એ લાંચિયા અધિકારીની 'દિવાળી' બગાડી! લાખોની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો
દીપડાને સ્કેનિંગ કરીને પકડવા વનવિભાગની તજવીજ
બાળકી પર દીપડાનાં હુમલાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ડરનો માહોલ છે. ત્યારે વન વિભાગને (Amreli Forest Department) જાણ થતાં ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાંજરા ગોઠવીને દીપડાને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે. દીપડાને સ્કેનિંગ કરીને પકડી પાડવાની વનવિભાગે તજવીજ હાથ ધરી છે. જ્યારે, માસૂમ બાળકીને ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
આ પણ વાંચો -Gujarat BJP : મારી ઓળખ મારો કાર્યકર્તા, મારી ઓળખ કેસરીયો કમળ ખેસ : જગદીશ વિશ્વકર્મા


