ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Amreli : વ્યાજખોરોના ત્રાસથી વધુ એક વેપારીનો આપઘાત, સુસાઇડ નોટમાં મોટો ઘટસ્ફોટ!

મૃતક વેપારી પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં ગંભીર આક્ષેપ થયા છે.
10:48 PM Mar 25, 2025 IST | Vipul Sen
મૃતક વેપારી પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં ગંભીર આક્ષેપ થયા છે.
Amreli_Gujarat_first 1
  1. Amreli માં વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ આત્મહત્યા કરી
  2. લાઠી રોડનાં વેપારીએ ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યું
  3. 35 હજારનાં 5 ટકા લેખે વ્યાજ ન ચૂકવી શકતા દવા પીધી
  4. મૃતક સુનિલ સંચાણીયાની પાસેથી સુસાઇડ નોટ પણ મળી

અમરેલીમાં (Amreli) વ્યાજખોરોના ત્રાસથી એક વેપારીએ આત્મહત્યા કરી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. લાઠી રોડનાં વેપારીએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો છે. મૃતક વેપારી પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં ગંભીર આક્ષેપ થયા છે. આ મામલે અમરેલી પોલીસે વ્યાજખોર સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Kajal Hindustani : કાજલ હિન્દુસ્થાનીની પોસ્ટમાં ધર્માંતરણ અંગે મોટો ઘટસ્ફોટ, BJP MLA પર ગંભીર આરોપ

લાઠી રોડનાં વેપારીએ ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યું

પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલીમાં (Amreli) લાઠી રોડ પર આવેલ વૃંદાવન ડેરીનાં સુનિલ સંચાણીયાએ જરૂર પડતા જયેશ પડિયા નામની વ્યક્તિ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. જો કે, વ્યાજે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી સુનિલ સંચાણીયાને અવારનવાર હેરાન કરી ધમકી આપવામાં આવતી હતી. સાથે જ વ્યાજખોર જયેશ પડિયા પાસેથી લીધેલા રૂપિયા 35 હજારનું 5 ટકા વ્યાજ ન ચૂકવી શકતા દુકાન પર કબ્જો કરાયો હોવાનો ઉલ્લેખ સુસાઇડ નોટમાં કરાયો છે.

આ પણ વાંચો - Valsad : પારડી પોલીસની કસ્ટડીમાં આરોપીનું 'હાસ્ય', સમજદાર કો ઇશારા કાફી હૈ !

મૃતક પાસેથી મળેલી સુસાઇડ નોટમાં મોટો ઘટસ્ફોટ

વ્યાજખોરના ત્રાસથી કંટાળીને આખરે સુનિલ સંચાણીયાએ ઝેરી દવા ગટગટાવી હતી. ગંભીર હાલતમાં સુનિલ સંચાણીયાને અમરેલીની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું છે. આ મામલે પોલીસે (Amreli Police) સુસાઇડ નોટનાં આધારે જયેશ પડિયા વિરુદ્ધ ગનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Ahmedabad: બાપુનગરમાં યુવકની હત્યા, પોલીસ બેદરકારીનો વીડિયો થયો વાયરલ

Tags :
AmreliAmreli PoliceBusinessman Harm His SelfCrime NewsGUJARAT FIRST NEWSMoneylendersTop Gujarati NewsVrindavan Dairy
Next Article