Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amreli : પરપ્રાંતીય ખેતમજૂરનાં 7 વર્ષીય માસૂમ બાળક પર સિંહે હુમલો કરી ફાડી ખાદ્યો!

બાળકનાં અવશેષ મળી આવતા ગ્રામ્ય વિસ્તારમાં ભડનો માહોલ છવાયો હતો.
amreli   પરપ્રાંતીય ખેતમજૂરનાં 7 વર્ષીય માસૂમ બાળક પર સિંહે હુમલો કરી ફાડી ખાદ્યો
Advertisement
  1. Amreli નાં પાણીયા ગામે સિંહનાં હુમલામાં 7 વર્ષનાં બાળકનું મોત
  2. પરપ્રાંતીય ખેતમજૂરનાં 7 વર્ષનાં બાળક પર સિંહનો હિંચકારો હુમલો
  3. રાહુલ બારીયા નામનાં બાળકનાં અવશેષો મળી આવતા ચકચાર
  4. ભારે જહેમત બાદ વનવિભાગે સિંહને પકડી પાડ્યો

અમરેલીનાં (Amreli) ગ્રામ્ય વિસ્તારોમાં સિંહનો આતંક હાલ પણ યથાવત હોય તેવી ઘટના સામે આવી છે. પાણીયા ગામે ઈંટો પાડતા ખેતમજૂરનાં 7 વર્ષનાં બાળક પર સિંહે હિંચકારો હુમલો કરી ફાડી ખાદ્યો હતો. બાળકનાં અવશેષ મળી આવતા ગ્રામ્ય વિસ્તારમાં ભડનો માહોલ છવાયો હતો. આ અંગે વનવિભાગને જાણ કરાતા વિભાગ દ્વારા માનવભક્ષી સિંહને પકડવાની તજવીજ હાથ ધરાઈ હતી. 2 કલાકની ભારે જહેનત બાદ નરભક્ષી સિંહ પાંજરે પુરાયો હતો. સિંહ પાંજરે પૂરાતા વનવિભાગની ટીમ અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચો - Ahmedabad : ચાણક્યપૂરીમાં લારી પાથરણાં વાળા વેપારીઓનો હોબાળો! એક સાઇડનો રોડ બંધ કર્યો

Advertisement

7 વર્ષીય બાળક પર નરભક્ષી સિંહનો હિંચકારો હુમલો

પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલીનાં (Amreli) પાણીયા ગામે પરપ્રાંતીય ખેતમજૂરનાં 7 વર્ષીય બાળક રાહુલ નારુંભાઈ બારીયા પર સિંહે હિંચકારો હુમલો કરી ફાડી ખાદ્યો હતો. ગુમ થયેલ બાળકને શોધતા તેનાં અવશેષો મળી આવ્યા હતા. આ ઘટના બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક આ ઘટના અંગે વન વિભાગને (Amreli Forest Department) જાણ કરી હતી. આથી, અમરેલી અને લીલીયા વનવિભાગની ટીમ સાથે વેટરનરી ડોક્ટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

Advertisement

આ પણ વાંચો - Valsad News:વાપીની KBS કોલેજના વિદ્યાર્થીઓ સાથે ગોઝારી ઘટના, પાંડવ કુંડમાં ડૂબી જવાથી 4 લોકોના મોત

સમગ્ર વિસ્તારને સ્કેન કરી સિંહને પકડી પાડ્યો

વનવિભાગ દ્વારા માનવભક્ષી સિંહને પકડી પાડવા માટે સમગ્ર વિસ્તારનું સ્કેન કરવામાં આવ્યું હતું. 2 કલાકની મહેનત બાદ નરભક્ષી સિંહ પાંજરે પૂરાયો હતો. નરભક્ષી સિંહ પકડાઈ જતાં વન વિભાગ અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. માહિતી અનુસાર, માનવભક્ષી સિંહને પકડી લીલીયાનાં ક્રાંકચ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો છે. શેત્રુજી ડીવીઝનનાં ડીસીએફ જયંત પટેલે મીડિયાને આ માહિતી આપી હતી.

આ પણ વાંચો - Bhavnagar : મહુવા પોલીસે મકાનમાં દરોડા પાડ્યા, દ્રશ્યો જોઈ ચોંકી ઊઠી!

Tags :
Advertisement

.

×