Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amreli : 2 વિદ્યાર્થિનીને ટેબલ નીચે બેસાડીને કૂચેષ્ટા કરતો નરાધમ શિક્ષક રંગેહાથ ઝડપાયો!

ભારતનગર પ્રાથમિક શાળાનાં શિક્ષક સામે ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ થઈ છે.
amreli   2 વિદ્યાર્થિનીને ટેબલ નીચે બેસાડીને કૂચેષ્ટા કરતો નરાધમ શિક્ષક રંગેહાથ ઝડપાયો
Advertisement
  1. Amreli નાં શિક્ષકે શિક્ષણ જગતને લગાવ્યું લાંછન!
  2. પ્રાથમિક શાળાનાં શિક્ષક સામે વિદ્યાર્થિનીઓ પર દુષ્કર્મ આચરવાનાં પ્રયાસનો આરોપ
  3. 2 વિદ્યાર્થિનીઓને ટેબલ નીચે બેસાડી કૂચેષ્ટા કરતો ઝડપાયો શિક્ષક
  4. કુકાવાવ રોડ પરની ભારતનગર શાળાનાં શિક્ષક સામે પોલીસ ફરિયાદ

રાજ્યમાં ગુરૂ અને શિષ્યનાં સંબંધોને શર્મસાર કરતો વધુ એક બનાવ સામે આવ્યો છે. અમરેલીમાં (Amreli) નરાધમ શિક્ષકે શિક્ષણ જગત પર લાંછન લગાવ્યું છે. પ્રાથમિક શાળાનાં શિક્ષકે હલકી કક્ષાની કરતૂત કરી છે. આરોપ છે કે નરાધમ શિક્ષકે વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. 2 વિદ્યાર્થિનીઓને ટેબલ નીચે બેસાડી કૂચેષ્ટા કરતો શિક્ષક રંગેહાથ ઝડપાયો હતો. આ મામલે ફરિયાદ થતાં પોલીસે કાર્યવાહી તેજ કરી છે.

આ પણ વાંચો - Gir Somnath : યુટ્યુબર દિનેશ સોલંકી પર હુમલાનાં Video આવ્યા સામે, અત્યાર સુધી 7 ની ધરપકડ

Advertisement

નરાધમ શિક્ષક સામે વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવાનાં પ્રયાસનો આરોપ

પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલી જિલ્લાનાં (Amreli) કુકાવાવ રોડ પરની ભારતનગર પ્રાથમિક શાળાનાં (Bharatnagar Primary School) શિક્ષક સામે ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ થઈ છે. આરોપ છે કે, નરાધમ શિક્ષકે વિદ્યાર્થિનીઓ સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. ધોરણ 4 ની 2 વિધાર્થિનીને ટેબલ નીચે બેસાડીને કુચેષ્ટા કરતા શિક્ષકને વાલીઓએ રંગેહાથ ઝડપ્યો હતો. શિક્ષકની હલકી કક્ષાની માનસિક વિકૃતિ સામે વિધાર્થિનીનાં વાલીએ પોલીસને જાણ કરી હતી.

Advertisement

આ પણ વાંચો - Gandhinagar : વિદ્યાર્થીઓને અપાતી સાયકલને લઈને કોંગ્રેસના પ્રહાર, MLA મહેશ કશવાલાની પ્રતિક્રિયા

2 વિદ્યાર્થિનીઓને ટેબલ નીચે બેસાડી કૂચેષ્ટા કરતો રંગેહાથ ઝડપાયો!

અગાઉ પણ આ શિક્ષકે ધોરણ 4 ની વિધાર્થિની સાથે આવી અભદ્ર કુચેષ્ટા કરી હોવાનાં વિધાર્થિનીઓનાં વાલીએ ફરિયાદમાં આરોપ કર્યા છે. આ મામલે અમરેલી તાલુકા પોલીસ મથકમાં (Amreli Taluka Police Station) ફરિયાદ થતાં પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ તપાસ અનુસાર, નરાધમ શિક્ષકની ઓળખ મહેન્દ્ર કાવઠીયા તરીકે થઈ છે. માનસિક વિકૃતિ ધરાવતા શિક્ષક મહેન્દ્ર કાવઠીયા સામે પોલીસે કાર્યવાહી તેજ કરી છે.

આ પણ વાંચો - Chhota Udepur : નપામાં BJP નું બોર્ડ બનશે! બે અપક્ષ ઉમેદવારે ભાજપનો ખેસ ધારણ કર્યો

Tags :
Advertisement

.

×