ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Amreli: ભાજપ નેતા ડૉ.ભરત કાનાબારે Jio સામે બાંયો ચઢાવી, કહ્યું - શહેરના 33% વિસ્તારમાં...

Amreli Jio Network: અમરેલીમાં Jio સામે ભાજપના નેતા ડૉ. ભરત કાનાબારે એક ટ્વીટ કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.
09:59 AM Nov 30, 2024 IST | VIMAL PRAJAPATI
Amreli Jio Network: અમરેલીમાં Jio સામે ભાજપના નેતા ડૉ. ભરત કાનાબારે એક ટ્વીટ કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.
Amreli JIo Network
  1. રિલાયન્સ jio સામે ડો. ભરત કાનાબારે કર્યું ટ્વીટ
  2. અમરેલીમાં રિલાયન્સ Jio ના નેટવર્કે ત્રાસ ફેલાવ્યો છે:આરોપ
  3. શહેરના 33% વિસ્તારમાં તેનું ઇન્ટરનેટ મળતું નથીઃ આરોપ

Amreli Jio Network: અમરેલીમાં Jio સામે ભાજપના નેતા ડૉ. ભરત કાનાબારે એક ટ્વીટ કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. નોંધનીય છે કે, Jioની સર્વિસ અને Jio સિમકાર્ડના નેટવર્કને લઈને અનેક આક્ષેપો કર્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, રિલાયન્સ Jioના નેટવર્ક (Jio Network) સામે ડૉ. ભરત કાનાબારે ટ્વીટ કર્યું છે. એટલું જ નહીં પરંતુ અમરેલીમાં રિલાયન્સ Jioના નેટવર્કે ત્રાસ ફેલાવ્યો છે તેવો આક્ષેપ કર્યો કર્યો છે.

આ પણ વાંચો: VADODARA : IOCL ને કારણદર્શક નોટીસ ફટકારાઇ, કેસ દાખલ કરવાની તૈયારી

શહેરના 33% જેટલા વિસ્તારમાં Jioનું ઇન્ટરનેટ મળતું નથીઃ આક્ષેપ

ભાજપના નેતા ડૉ.ભરત કાનાબારે ટ્વીટમાં લખ્યું કે, ‘અમરેલીમાં રિલાયન્સ Jioના નેટવર્ક (Jio Network)એ ત્રાસ ફેલાવ્યો છે. શહેરના 33% જેટલા વિસ્તારમાં તેનું ઇન્ટરનેટ મળતું નથી અને કોલ લાગતા નથી. ક્યારેક કોલ લાગી જાય તો હજુ વાત શરુ થાય એ પહેલા કપાય જાય અને કાં તો કોઈ વોઇસ સંભળાય નહિ! મોટા ઉપાડે આખા વર્ષની વેલિડિટીના પ્રી-પેઈડ કાર્ડ લેવાવાળા રાતા પાણીએ રોવે છે. JIO ના ઓફિસરોને અનેક વખત ફોન કર્યા પણ jioની પોલિસી એવી દેખાય છે કે, તમે Jioનું કાર્ડ લઇ લીધું હવે તમે “Jio કે મરો” અમારે કાંઈ લેવા દેવા નહિ ! 15 ડિસેમ્બર સુધી આ પરિસ્થિતિમાં સુધારો નહિ થાય તો રાજકમલ ચોકમાં અમરેલીના નાગરિકો Jioના સિમકાર્ડની જાહેરમાં હોળી કરશે.’

આ પણ વાંચો: Gujarat: રાજ્યભરમાં વધી રહ્યો છે ઠંડીનો ચમકારો, મોડાસામાં નોંધાયું સૌથી ઓછુ તાપમાન

15 ડિસેમ્બર સુધીમાં નેટવર્કમાં સુધારો લાવવા આપી ચેતવણી

નોંધનીય છે કે, ડૉ.ભરત કાનાબારે બાંયો ચઢાવી અને જીયો સામે અનેક સવાલો કર્યા છે. એટલું જ નહીં પરંતુ 15 ડિસેમ્બર સુધીમાં નેટવર્ક (Jio Network)માં કોઈ સુધી સુધારો નહીં આવે તો, શહેરના રાજકમલ ચોક ખાતે અમરેલીના તમામ નાગરિકો જીયોના સિમકાર્ડની હોળી કરશે. નોંધનીય છે કે, શહેરના કેટલાક વિસ્તારામો જીયોનું નેટવર્ક નથી આવતું તેઓ આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં પરંતુ જીયોના ઓફિસરોને ફોન કરવા છતાં પણ કોઈ સરખો જવાબ આપવામાં આવતો નથી. જેથી જીયોની પોલીસી અંગે પણ અનેક સવાલો કર્યાં છે.

આ પણ વાંચો: ખેતી થકી મબલક ઉત્પાદન મેળવતા મુકેશભાઈ રાઠવાનો ખેડૂતો જોગ સંદેશ, જાણો શું કહ્યું...

Tags :
Amreli BJP leader Dr. Bharat KanabarBJP leader Dr. Bharat KanabarDr. Bharat Kanabar AmreliGujarati Newsjio networkJio Network AmreliJio Network IssueJio Network NewsJio Network ProblemJio Network Problem in AmreliVimal Prajapati
Next Article