Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amreli : પ્રેમ સંબંધના કારણે ભાઈ જ બન્યો બહેનનો કાતિલ

Amreli : આજના સમયમાં પ્રેમ સંબંધોમાં યુવાનો ઘણી વખત પરંપરા, જાતિ અને કુટુંબીય સંબંધોને અવગણીને સંબંધો બાંધતા જોવા મળી રહ્યા છે. ઘણી વખત આંધળો પ્રેમ કુટુંબ માટે ખરાબ પરિસ્થિતિનું નિર્માણ કરે છે.
amreli   પ્રેમ સંબંધના કારણે ભાઈ જ બન્યો બહેનનો કાતિલ
Advertisement
  • Amreli : પ્રેમ સંબંધે ભાઈને બનાવ્યો બહેનનો હત્યારો
  • દીકરીના પ્રેમ સંબંધે કુટુંબમાં ખૂની ખેલ
  • શાપર ગામે ભાઈએ બહેનની કરી હત્યા
  • સંબંધો વચ્ચે પ્રેમ પ્રકરણના કારણે સર્જાયો હત્યાનો બનાવ
  • ભાઈના ઘાતકી હુમલામાં બહેનનું મોત, સાસુ ઇજાગ્રસ્ત
  • પ્રેમ સંબંધને કારણે ભાઈ જ બન્યો બહેનનો કાતિલ

Amreli : આજના સમયમાં પ્રેમ સંબંધોમાં યુવાનો ઘણી વખત પરંપરા, જાતિ અને કુટુંબીય સંબંધોને અવગણીને સંબંધો બાંધતા જોવા મળી રહ્યા છે. ઘણી વખત આંધળો પ્રેમ કુટુંબ માટે ખરાબ પરિસ્થિતિનું નિર્માણ કરે છે. અમરેલી (Amreli) જિલ્લાના બગસરા પંથકના શાપર ગામમાં બનેલો એક બનાવ આ જ સત્યને ઉજાગર કરે છે, જ્યાં એક ભાઈએ પોતાની જ બહેનની નિર્દયી હત્યા કરી નાખી.

In Shapar brother murder his sister

Advertisement

પ્રેમ સંબંધને કારણે ખૂની ઘટના

જૂનાગઢના વિસાવદર ખાતે રહેતા નરેશ ચૌહાણની દીકરી ખુશી પોતાની સગી ફૂઈ ગીતાબેનના દીકરા હાર્દિક સાથે પ્રેમ સંબંધમાં બંધાઈ ગઈ હતી. આ સંબંધને કારણે ખુશી પોતાના માતા-પિતાને અવગણીને પ્રેમી સાથે નાસી ગઈ હતી. આ ઘટનાને લઈને નરેશ ચૌહાણે મનમાં ઊંડું મનદુઃખ રાખ્યું હતું. દીકરીના આ વર્તનથી ક્રોધિત થયેલા નરેશ પોતાની બહેન ગીતાબેનના ઘરે, શાપર ગામે પહોંચી ગયો. દીકરીની શોધખોળમાં તણાવમાં રહેલા નરેશે દીવાલની વંડી ટપી ઘર સુધી પહોંચી દીકરીને શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ ખુશી ત્યાં ન મળતાં તેની હતાશા વધી ગઈ.

Advertisement

Amreli Family Issue and Murder

Amreli ના શાપર ગામમાં બહેન પર નરાધમનો હુમલો

દીકરી ન મળતાં ગુસ્સે ભરાયેલા નરેશ ચૌહાણે પોતાની જ સગી બહેન ગીતાબેન પર ઘાતક હથિયાર વડે આડેધડ હુમલો કર્યો. બહેનને બચાવવા આવી ગયેલી તેની સાસુ મણીબેનને પણ ગંભીર ઇજાઓ પહોંચી. ગંભીર ઘા વાગતા ગીતાબેનનું સ્થળ પર જ મૃત્યુ થયું. આસપાસના લોકોએ તાત્કાલિક બગસરા હોસ્પિટલમાં લઈ જતાં ડોકટરે ગીતાબેનને મૃત જાહેર કરી દીધી હતી.

Amreli Crime News

પોલીસની ઝડપી કાર્યવાહી

ઘટનાની જાણ થતાં જ બગસરા પોલીસ સ્થળ પર દોડી આવી. ગીતાબેનના પતિ અરવિંદ રાઠોડે પોતાના સાળા નરેશ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી. પોલીસ તંત્રે ગુનાનો ચક્કર ગોઠવીને માત્ર 24 કલાકમાં આરોપી નરેશ ચૌહાણને ઝડપી લીધો. ધારીના ASP જયવીર ગઢવીએ જણાવ્યું કે, પ્રેમ સંબંધને કારણે દીકરી નાસી જતા ભાઈએ પોતાની જ બહેનની હત્યા કરી નાખી હતી. આરોપી નરેશ ચૌહાણ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે અને તેની સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

jayvir gadhavi ASP Dhari

કુટુંબને હચમચાવતો બનાવ

આ ઘટના માત્ર શાપર ગામ જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. એક દીકરીના પ્રેમ સંબંધને કારણે સગા ભાઈએ પોતાની જ બહેનનું જીવન સમાપ્ત કરી દીધું. કુટુંબની અંદર જન્મેલો આ ખૂની ખેલ સમાજ માટે ચેતવણીરૂપ છે કે આવી પરિસ્થિતિઓને સમજદારીથી સંભાળવી જરૂરી છે, નહીં તો તેનું પરિણામ કુટુંબને તોડી નાખે છે.

અહેવાલ - ફારૂક કાદરી

આ પણ વાંચો :   ગીર સોમનાથમાં રોયલ રાજાનો વધુ એક વીડિયો વાયરલ : પૂજા પ્રજાપતિ સામે FIR બાદ હવે દિનેશ સોલંકી પર ફરિયાદની શક્યતા

Tags :
Advertisement

.

×