Amreli : ધારીનાં MLA ના પુત્ર, તા. BJP પ્રમુખ સામે દુષ્કર્મ, સ્મગલિંગનાં ધંધામાં ધકેલ્યાનો યુવતીનો આરોપ
- અમરેલીનાં રાજકારણમાં ખળભળાટ મચાવતા સમાચાર (Amreli)
- એક યુવતીનાં આરોપથી અમરેલીનાં રાજકારણમાં ગરમાવો આવ્યો
- ભાજપના નેતાએ સ્મગલિંગનાં ધંધામાં ધકેલ્યાનો આરોપ
- બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર સામે આરોપ
- MLA જે.વી. કાકડિયાના પુત્ર આનંદ કાકડિયા પર આક્ષેપ
Amreli : અમરેલીમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. પરંતુ, આ વખતે કોઈ નેતાના નિવેદન કે પક્ષપલટાથી નહીં પણ એક યુવતીનાં આરોપથી અમરેલીનાં રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. યુવતીએ ભાજપનાં (BJP) નેતા સામે ગંભીર આરોપ લગાવ્યો છે. ભાજપ ધારાસભ્યના પુત્ર અને તા. ભાજપનાં પ્રમુખે મળીને યુવતી સાથે દુષ્કર્મ અને ત્યાર બાદ તેણીને સ્મગલિંગ રેકેટમાં ફલાવી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. ખાનગી ન્યૂઝ ચેનલ પર આવેલા ઇન્ટરવ્યૂમાં યુવતીએ આરોપ કરતા અમરેલી રાજકારણમાં ભૂકંપ આવી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
આ પણ વાંચો - Surat : શાળામાં અભ્યાસ કરવા જતી 6 વર્ષીય બાળા પર શ્વાનની ટોળી તૂટી પડી, થયું મોત
અમરેલીના રાજકારણમાં ખળભળાટ મચાવતા સમાચાર
એક યુવતીના આરોપથી અમરેલીના રાજકારણમાં ગરમાવો
ભાજપના નેતાએ સ્મગલિંગના ધંધામાં ધકેલ્યાનો આરોપ
બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર સામે આરોપ
MLA જે.વી. કાકડિયાના પુત્ર આનંદ કાકડિયા પર આરોપ
મોડેલિંગ ક્ષેત્રની યુવતીને લલચાવીને દુષ્કર્મ… pic.twitter.com/yCnvYwwgCe— Gujarat First (@GujaratFirst) July 23, 2025
એક યુવતીનાં આરોપથી અમરેલીનાં રાજકારણમાં ગરમાવો
અમરેલીમાં (Amreli) એક યુવતીનાં નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે એક ખાનગી ન્યૂઝ ચેનલનાં માધ્યમથી પીડિત યુવતીએ ધારીનાં ધારાસભ્ય જે.વી. કાકડિયાના (J.V. Kakadia) પુત્ર આનંદ કાકડિયા (Anand Kakadia), તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર (Pradeep Bhakhar) સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. યુવતીએ આરોપ સાથે કહ્યું હતુ્ં કે, તે મોડેલિંગ ક્ષેત્ર સાથે જોડાયેલ છે. આનંદ કાકડિયા, પ્રદીપ ભાખરે તેણીને લલચાવી દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાર બાદ ફોટો-વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી. યુવતીએ આક્ષેપ કર્યો કે, આ બંનેએ તેણીને સ્મગલિંગનાં રેકેટમાં પણ ફસાવી હતી.
આ પણ વાંચો - Surat : જ્વેલર્સની દુકાનમાં ફાયરિંગ વિથ હત્યા કેસમાં વધુ બે આરોપી બિહારમાંથી ઝડપાયા
આનંદ કાકડિયા, બગસરા તા. ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર સામે ગંભીર આરોપ
આ પહેલા પીડિતાએ વીડિયો બનાવી સોશિયલ મીડિયાનાં માધ્યમથી પોતાની આપવીતી લોકોને જણાવી હતી. બગસરા ભાજપના (Bagasara BJP) પ્રમુખ પ્રદીપ ભાખર સાથેની ચેટ અને ફોટો-વીડિયો પણ યુવતીએ જાહેર કર્યા હતા. પીડિત યુવતીએ સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલનાં માધ્યમથી પોતાની સાથે થયેલા અત્યાચાર મામલે ન્યાયની માગ કરી છે અને ગુનેગારોને કડક સજા કરવામાં આવે તેવી માંગણી કરી છે. યુવતીનાં આરોપો બાદ હવે અમરેલીમાં (Amreli) રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે અને વિપક્ષી પાર્ટીઓ ભાજપ નેતા પર આકરા પ્રહાર કરી રહી છે.
આ પણ વાંચો - Banaskantha : દાંતામાં ST બસને નડ્યો અકસ્માત, અચાનક ગરમ થઈ, ઝાડી ઝાંખરામાં પલટી મારી!


