ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Amreli જિલ્લાની ધારી ગ્રામ પંચાયત હવે બનશે ધારી નગરપાલિકા, મુખ્યમંત્રીએ કરી જાહેરાત

Amreli: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની ધારી ગ્રામપંચાયતમાં અન્ય ચાર ગ્રામપંચાયત ભેળવીને નવી ધારી નગરપાલિકાની રચનાનો નિર્ણય કર્યો છે.
07:00 PM Dec 01, 2024 IST | VIMAL PRAJAPATI
Amreli: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની ધારી ગ્રામપંચાયતમાં અન્ય ચાર ગ્રામપંચાયત ભેળવીને નવી ધારી નગરપાલિકાની રચનાનો નિર્ણય કર્યો છે.
Dhari Municipality
  1. રાજ્યમાં 'ડ' વર્ગની વધુ એક નગરપાલિકા બનશે
  2. ધારી નગરપાલિકા બનશે રાજ્યના 160 મી નગરપાલિકા
  3. આ ગ્રામપંચાયત ભેળવીને નવી ધારી નગરપાલિકાની રચનાનો નિર્ણય

Amreli: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની ધારી ગ્રામપંચાયતમાં અન્ય ચાર ગ્રામપંચાયત ભેળવીને નવી ધારી નગરપાલિકાની રચનાનો નિર્ણય કર્યો છે. જેથી 'ડ' વર્ગની વધુ એક નગરપાલિકા બનશે. રાજ્યમાં હાલ 'અ' વર્ગની 22, 'બ'ની 30, 'ક'ની 60 અને 'ડ'ની 47 મળીને કુલ 159 નગરપાલિકાઓ છે, પરંતુ હવે ધારીને નગરપાલિકા બનાવતા 160 મી નગરપાલિકા બનશે.

ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાનો લેવાયો નિર્ણય

આ સાથે સાબરકાંઠાની ઈડર નગરપાલિકામાં જુવાનપુરા-સદાતપુરા ગામનો સમાવેશ કરી નગરપાલિકાની હદ વધારવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ મહત્વપૂર્ણ નિર્ણયોથી પ્રવાસન સહિત આર્થિક-સામાજિક વિકાસની ગતિને વેગ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને અનુમતિ આપી છે.

આ પાંચ ગામોને ભેળવીને ધારી નગરપાલિકાની રચના કરાશે

ધારી ગ્રામ પંચાયતમાં ધારીની આસપાસના પ્રેમપરા, હરિપરા, વેકરીયાપરા, નવાપરા-લાઈનપરા જૂથ ગ્રામપંચાયત ભેળવી દઈને આ ધારી નગરપાલિકાની રચના કરવામાં આવશે. અમરેલી જિલ્લાનું ધારી આંબરડી સફારી પાર્ક તથા પ્રાચીન ગળધરા ખોડીયાર માતા મંદિરથી 6 કિલોમીટરના અંતરે વસેલું છે. એટલું જ નહીં ધારીમાં ગીર પૂર્વ અભયારણ્ય અને જંગલ વિસ્તાર આવેલા હોઈ મોટી સંખ્યામાં વર્ષ દરમ્યાન પ્રવાસીઓ આવતા રહે છે.

ધારીને નગરપાલિકાનો દરજ્જો આપવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો

આ આંબરડી સફારી પાર્ક અને ગીર પૂર્વ અભયારણ્ય વિસ્તારમાં આવનારા પ્રવાસીઓને વધુ સુવિધાઓ મળી રહે તેમજ સ્થાનિક રોજગારી સાથે આર્થિક-સામાજિક જીવનમાં પણ ઉન્નતિ થાય તેવા પ્રવાસન વિકાસના ધ્યેય સાથે ધારીને નગરપાલિકાનો દરજ્જો આપવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે. એટલું જ નહીં ધારી તાલુકાના 25 જેટલા ગામો જંગલ વિસ્તારના હોવાથી ક્યારેક જંગલની આગના બનાવો બને તેવા સમયે ફાયર ફાઈટર અને અગ્નિશમન સેવાઓ પણ આ નગરપાલિકા દ્વારા સરળતાએ સમયસર મળે તેવો આશય પણ નગરપાલિકાની રચનામાં રહેલો છે.

આ પણ વાંચો: ગ્રેજ્યુઈટીને લઈને આવ્યાં Good News, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક કર્મચારી હિતલક્ષી નિર્ણય

ધારી નગરપાલિકા રાજ્યની 160મી નગરપાલિકા બનશે

ધારીને નગરપાલિકાનો દરજ્જો મળતા આ વિસ્તારનો સર્વગ્રાહી વિકાસ થશે અને પ્રવાસનને વેગ મળશે તેમજ નગરપાલિકાની નાગરિક લક્ષી સુવિધા મળવાથી લોકોના ઈઝ ઓફ લિવિંગમાં પણ વૃદ્ધિ થશે. આ ધારી નગરપાલિકા રાજ્યની 160મી નગરપાલિકા બનશે. અત્યારે 'અ' વર્ગની 22, 'બ' વર્ગની 30, 'ક' વર્ગની 60 અને 'ડ' વર્ગની 42 મળી કુલ 159 નગરપાલિકાઓ કાર્યરત છે. હવે તેમાં આ નવી ‘ડ’ વર્ગની નગરપાલિકા ધારી નગરપાલિકાનો ઉમેરો થશે.

આ પણ વાંચો: Farmer: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યની જનતાને સૌથી મોટી ભેટ, ખેડૂત બનવું હવે થશે સરળ

ઈડરની જનતાની માંગણીને મુખ્યમંત્રીનો સકારાત્મક પ્રતિસાદ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત અન્ય એક નિર્ણય લઈને સાબરકાંઠાની ઈડર નગરપાલિકામાં જવાનપુરા-સદાતપુરા ગામ અને સોસાયટી વિસ્તારનો પણ સમાવેશ કરવાની દરખાસ્તને અનુમતિ આપી છે. ઈડરની જનતા જનાર્દનની લાંબા સમયની માંગણીનો મુખ્યમંત્રીએ સકારાત્મક પ્રતિસાદ આપીને આ બે ગ્રામપંચાયતોનો ઈડર નગરપાલિકામાં મર્જ કરવા નિર્ણય કર્યો છે. આના પરિણામે ઈડર શહેરનો વિસ્તાર વ્યાપ હવે વધવાથી ટી.પી. સ્કીમ કે ડેવલોપમેન્ટ પ્લાન સરળતાએ થઈ શકશે તેમજ સમગ્ર વિસ્તારના વિકાસને વેગ મળશે.

આ પણ વાંચો: Gujarat ની રાજનીતિમાં થશે ‘પ્રજા શક્તિ ડેમોક્રેટિક’ પાર્ટીનો સૂર્યોદય, કાલે સત્તાવાર રીતે થશે જાહેરાત

Tags :
Amreli DistrictAmreli district NewsAmreli Newsannounced New Municipality DhariChief Minister announced New MunicipalityChief Minister Bhupendra PatelCm Bhupendra Patel announced New MunicipalityDhari Gram PanchayatDhari Gram Panchayat NewsDhari MunicipalityDhari NewsGujararati NewsLatest Gujarati NewsVimal Prajapati
Next Article