Amreli : ભાવનગર-સોમનાથ NH પર ગમખ્વાર અકસ્માત, કોસ્ટગાર્ડ જવાનનું મોત
- Amreli માં ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત
- રાજુલાનાં ભેરાઇ ચોકડી નજીક 2 બાઇક વચ્ચે અકસ્માત
- અકસ્માતમાં કોસ્ટગાર્ડ જવાનનું ગંભીર ઇજાઓનાં કારણે મોત
- અન્ય બે વ્યક્તિને નાના-મોટી ઇજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયા
અમરેલી (Amreli) નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. રાજુલાનાં ભેરાઇ ચોકડી નજીક બે બાઇક એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતાં કોસ્ટગાર્ડ જવાનનું (Coast Guard jawan) ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય બે વ્યક્તિને નાના-મોટી ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતાં પીપાવાવ મરીન પોલીસ સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Ahmedabad : પાલનપુરમાં કોર્ટ આદેશની 'ઐસી કી તૈસી' કરી અમદાવાદ પહોંચ્યા Asaram Bapu!
બે બાઇક સામસામે અથડાયા, કોસ્ટગાર્ડ જવાનનું મોત
અમરેલી (Amreli) પાસે ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર આજે ગોઝારા અકસ્માતની ઘટના બની છે. માહિતી અનુસાર, રાજુલાનાં (Rajula) ભેરાઇ ચોકડી નજીક બે બાઇક ધડાકાભેર સામસામે અથડાયા હતા. આ અકસ્માતમાં કોસ્ટગાર્ડ જવાનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું છે. જવાનને મોઢાનાં ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નીપજ્યું છે. જ્યારે અકસ્માતમાં અન્ય બે વ્યક્તિઓને પણ નાની-મોટી ઇજાઓ થતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો - Ahmedabad: ધોળકામાં ડ્રગ્સના ગોડાઉનનો પર્દાફાશ, આશરે 50 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
અન્ય બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા
આ ઘટનાની જાણ થતાં પીપાવાવ મરીન પોલીસની (Pipavav Marine Police) ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક જવાનની ઓળખ વામસી ક્રિષ્ના અકુલા તરીકે થઈ છે. પોલીસે મૃતદેહને 108 મારફતે પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને મૃતક જવાનનાં પરિવારને સંપર્ક સાધવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Jamnagar: ફરી એકવાર કોંગો ફીવરની દસ્તક, જામનગરમાં આધેડ વયના વ્યક્તિનું મોત


