ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Amreli: ‘રાજકીય લાભ ખાટવા તમે આજે જાગી ગયા છો’ રેશમા સોલંકીની કોંગ્રેસના આગેવાનોને ટકોર

Reshma Solanki, Amreli: રેશમા સોલંકીએ કોંગ્રેસના આગેવાનોને આકરા શબ્દોમાં ટકોર કરી છે. જે મુદ્દો હવે ખુબ જ ચર્ચાઈ રહ્યો છે.
08:05 PM Jan 09, 2025 IST | VIMAL PRAJAPATI
Reshma Solanki, Amreli: રેશમા સોલંકીએ કોંગ્રેસના આગેવાનોને આકરા શબ્દોમાં ટકોર કરી છે. જે મુદ્દો હવે ખુબ જ ચર્ચાઈ રહ્યો છે.
Reshma Solanki, Amreli
  1. પરેશ ભાઈ, હું પણ પાટીદારની દીકરી: રેશમા સોલંકી
  2. રાજકીય લાભ ખાટવા તમે આજે જાગી ગયા છો:રેશમા સોલંકી
  3. તમારા પક્ષના નેતા દમન ગુજારે તો મૌન થઈ જાઓ: રેશમા સોલંકીનો આક્ષેપ

Reshma Solanki, Amreli: અમરેલી લેટરકાંડ મામલો અત્યારે ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. પાયલ ગોટી પર પોલીસે કરેલી કાર્યવાહી બાદ અનેક પ્રકારની ચર્ચાઓ અને વિવાદ સામે આવ્યાં છે. એટલું જ નહીં પરંતુ પાયલ ગોટીના સમર્થનમાં કોંગ્રેસના અનેક નેતાનો આવ્યાં છે. પરંતુ હવે આ વિવાદમાં નવો વળાંક આવ્યો છે. અત્યારે રેશમા સોલંકીએ કોંગ્રેસના આગેવાનોને આકરા શબ્દોમાં ટકોર કરી છે. જે મુદ્દો હવે ખુબ જ ચર્ચાઈ રહ્યો છે.

આ પણ વાંચો:  Amreli લેટરકાંડમાં કૌશિક વેકરિયાનાં સપોર્ટમાં પોસ્ટ વાઇરલ, બીજી તરફ પરેશ ધાનાણીના ઉપવાસ!

મેં ન્યાયની માગ કરી ત્યારે અભિમાન વહાલુ લાગ્યુ હતું:રેશમા સોલંકી

વિગતે વાત કરવામાં આવે તો, રેશમા સોલંકીએ પરેશ ધાનાણીને પણ આકરા શબ્દોમાં ટકોર કરી છે, અને કહ્યું કે, હું પણ પાટીદારની દીકરી છું, પરેશભાઈ , પ્રતાપભાઈ, વિરજીભાઈ ઠુમ્મર અને જેનીબેન ઠુમ્મર મારી આબરૂ ભરતસિંહ સોલંકી લૂંટી રહ્યાં હતાં ત્યારે તમે કેમ મોંન હતાં? મેં તમારી પાસે ન્યાની ભીખ માંગી હતી. પરંતુ ત્યારે તમને પાટીદાર સમાજની દીકરીના સ્વાભિમાન કરતા તમારું અભિમાન વ્હાલું હતું! આજે પણ હું તમારી પાસે ન્યાય માટે જ આવી છું. તમારા પક્ષના નેતા દમન આચરે ત્યાંરે તમે મૌન થઈ જાઓ છો.’

આ પણ વાંચો: Rajkot: વિંછીયામાં પથ્થરમારાના મામલે મૃતકના પરિવારજનોએ પોલીસ પર લગાવ્યા આરોપ

રાજકીય લાભ ખાટકવાનો હોય ત્યારે જ જાગો છો?: રેશમા સોલંકી

વધુમાં રેશમા સોલંકીએ કહ્યું કે, આજે જ્યારે તમે જાગ્યા છો તો મને આશા છે કે, બેનો અને માવડીઓના ભાઈલો બનેલા પરેશભાઈ તમે અમને ન્યાય આપશો? કે પછી જ્યારે રાજકીય લાભ ખાટકવાનો હોય ત્યારે જ જાગો છો? અને ઢોંગ કરો છો? આ પાટીદારની દીકરી તમારી પાસે ન્યાયની ભીખ માંગે છે. જેની બેન તમે સ્ત્રી સશક્તિકરણની વાતો કરો છો! અને તમે મહિલા પ્રેસિડેન્ટ રહીં ચૂક્યા છો. જ્યારે તમે મહિલા પ્રેસિડેન્ટ હતા ત્યારે તમે મારો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે? તમે નથી કર્યો! તમે કોઈએ મારા હાલચાન નથી પુછ્યા તો આજે કેવી રીતે તમે જાગી ગયાં છો? અનો મને જવાબ આપો હું 24 કલાકમાં અમરેલીના રાજકમલ ચોકમાં પહોંચું છું!’

આ પણ વાંચો: Gujarat: ‘પીઠ પાછળ કો'ક બોલે તેમાં મજા નથી આવતી, તકલીફ હોય તો સામે આવને...’ દેવાયત ખવડે આવું કેમ કહ્યું?

રેશમા સોલંકીએ કોંગ્રેસના આગેવાનો પર મોટા આક્ષેપો કર્યાં

નોંધનીય છે કે, રેશમા સોલંકીએ અત્યારે કોંગ્રેસના આગેવાનો પર મોટા આક્ષેપો કર્યાં છે. જ્યારે તેમને ન્યાય માટે ભીખ માંગી ત્યારે આ કોંગ્રેસના નેતાઓએ તેમની મદદ નથી કરી અને અત્યારે માત્ર રાજકીય રોટકો સેકવા માટે આવ્યાં હોય તેવો રેશમા સોલંકીએ આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં પરંતુ આ બાબતે રેશમા સોલંકીએ 24 કલાકમાં તેનો જવાબ પણ માંગ્યો છે. આવતી કાલે રેશમા સોલંકી અમરેલીના રાજકમલ ચોક ખાતે તેનો જવાબ લેવા જશે તેવું નિવેદનમાં જણાવ્યું છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
allegation on Congress leadersamreli Congress leadersamreli letter caseCongress leadersGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati NewsPatidar daughterPayal GottiReshma SolankiTop Gujarati News
Next Article