Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amreli : બાળસિંહનાં મોત મામલે MLA હીરા સોલંકીનું મોટું નિવેદન! કહ્યું-સરકાર ખૂબ જ ચિંતિત..!

MLA હીરા સોંલકીએ જણાવ્યું કે, આ મામલે વનમંત્રી મુળુભાઇ બેરા (Mulubhai Bera) સાથે ચર્ચા કરાઈ છે.
amreli   બાળસિંહનાં મોત મામલે mla હીરા સોલંકીનું મોટું નિવેદન  કહ્યું સરકાર ખૂબ જ ચિંતિત
Advertisement
  1. બાળસિંહનાં મોત મામલે MLA હીરા સોલંકીનું મોટું નિવેદન (Amreli)
  2. બાળસિંહનાં મોતથી સરકાર ખૂબ જ ચિંતિત : હીરા સોલંકી
  3. બાળસિંહનાં મોત મામલે વનમંત્રી સાથે ચર્ચા કરી : હીરા સોલંકી
  4. સિંહોમાં રસીકરણની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે : હીરા સોલંકી

Amreli : અમરેલીનાં જાફરાબાદ રેન્જમાં (Jafrabad Range) બાળસિંહનાં મોત મામલે ધારાસભ્ય હીરા સોલંકીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, સરકાર બાળસિંહનાં મોતથી ખૂબ જ ચિંતિત છે. બાળસિંહનાં મોત મામલે વનમંત્રી સાથે ચર્ચા કરાઈ છે. ધારાસભ્યે (MLA Hira Solanki) જણાવ્યું કે, સિંહોમાં રસીકરણની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. ગણતરીનાં દિવસોમાં અમરેલી જિલ્લામાં સૌથી વધુ સિંહો નોંધાયા છે.

આ પણ વાંચો - Ahmedabad : અમદાવાદીઓની સુવિધામાં થશે વધારો, 8 કરોડનાં ખર્ચે 4 ડબલ ડેકર બસ ખરીદાશે

Advertisement

બાળસિંહનાં મોતથી સરકાર ખૂબ જ ચિંતિત : હીરા સોલંકી

અમરેલી જિલ્લાના (Amreli) જાફરાબાદ રેન્જમાં બાળસિંહનું મોત અને બાલાનીવાવ-કાગવદરમાં સિંહોનાં રેસ્ક્યું મામલે ધારાસભ્ય હીરા સોલંકીની (MLA Hira Solanki) પ્રતિક્રિયા સામે આવી છે. MLA હીરા સોંલકીએ જણાવ્યું કે, બાળસિંહનાં મોત મામલે સરકાર ખૂબ જ ચિંતિત છે. આ મામલે વનમંત્રી મુળુભાઇ બેરા (Mulubhai Bera) સાથે ચર્ચા કરાઈ છે. ધારાસભ્યે કહ્યું કે, સિંહોમાં રસીકરણની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. સિંહ ગણતરીમાં અમરેલી જિલ્લામાં સૌથી વધુ સિંહો નોંધાયા છે.

Advertisement

આ પણ વાંચો - સુરતમાં દર્દનાક ઘટના, પિતાએ કર્યો પોતાના બે નાના પુત્રો સાથે સામૂહિક આપઘાત

સિંહોમાં રસીકરણની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે : હીરા સોલંકી

સિંહોમાં ફેલાયેલા વાઇરસ અંગે ચિંતા વ્યક્ત કરતા ધારાસભ્ય હીરા સોલંકીએ જણાવ્યું કે, ભૂતકાળમાં વાઇરસ ફેલાતા તંત્ર કામે લાગ્યું હતું. ત્યારે હાલ પણ સિંહોનાં રસીકરણની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે. જો કે, એક તરફ વનતંત્રનાં DCF આને રૂટીન પ્રક્રિયા ગણાવે છે તો ધારાસભ્ય હીરા સોલંકી રસીકરણ કામગીરી ચાલુ હોવાનું જણાવ્યું છે.

આ પણ વાંચો - PI to DySP Promotion : તાબડતોબ મેડીકલ કરાવી ચૂકેલા સવાસોથી વધુ PI 16 મહિનાથી પ્રમોશનની રાહમાં

Tags :
Advertisement

.

×