Amreli : ભાજપ MLA પુત્ર આનંદ કાકડિયા અને નેતા પ્રદીપ ભાખર સામે આરોપ મામલે નવો વળાંક!
- ભાજપના નેતા પ્રદીપ ભાખર પર દુષ્કર્મ આરોપ કેસમાં નવો વળાંક
- અમરેલીની દુષ્કર્મ પીડિતાનાં પતિનો વીડિયો આવ્યો સામે
- પ્રદીપ ભાખર વિરૂદ્ધ મારી પત્ની અને સાસુએ ષડયંત્ર કર્યું: તુષાર ગજેરા
- દુષ્કર્મ પીડિતાનો નવો વીડિયો આવ્યો સામે
- તાલાલા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે : પીડિતા
Amreli : અમરેલીમાં થોડા દિવસ પહેલા એક યુવતીએ વીડિયો થકી ભાજપ (BJP) ધારાસભ્યના પુત્ર અને તા. ભાજપનાં પ્રમુખ સામે દુષ્કર્મ સહિત સ્મગલિંગ રેકેટમાં ફસાવી હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા. આ બાબતે હવે યુવતીનાં પતિએ પત્નીનાં આક્ષેપોને ફગાવ્યા છે. ત્યારે દુષ્કર્મ પીડિતાનો પણ વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેણીએ તલાલા પોલીસ સ્ટેશનમાં (Talala Police Station) જઈ પુરાવા રજૂ કર્યા હોવાની માહિતી આપી છે અને આ મામલે FIR નોંધાય અને જરૂર પડે તો લાઈ ડિટેક્ટર ટેસ્ટ (Lie detector test) માટે પણ તૈયાર હોવાની વાત કરી છે.
આનંદ કાકડિયા અને પ્રદીપ ભાખર સામે યુવતીનાં ગંભીર આક્ષેપ
અમરેલીમાં (Amreli) હાલ રાજકારણ ગરમાયું છે. આ પાછળનું કારણ ધારીનાં ધારાસભ્ય જે.વી. કાકડિયાના (J.V. Kakadia) પુત્ર આનંદ કાકડિયા (Anand Kakadia) અને તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર (Pradeep Bhakhar) સામે યુવતીનાં દુષ્કર્મ સહિત સ્મગલિંગ રેકેટમાં ફસાવી હોવાના ગંભીર આક્ષેપો સાથેનો વીડિયો છે. આ વીડિયોમાં યુવતીએ આરોપ કર્યો છે કે, આનંદ કાકડિયા અને પ્રદીપ ભાખરે તેણીને લલચાવી દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાર બાદ ફોટો-વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી. આ બંનેએ તેણીને સ્મગલિંગનાં રેકેટમાં પણ ફસાવી હતી.
આ પણ વાંચો - Amreli : ધારીનાં MLA ના પુત્ર, તા. BJP પ્રમુખ સામે દુષ્કર્મ, સ્મગલિંગનાં ધંધામાં ધકેલ્યાનો યુવતીનો આરોપ
Amreli : પુત્ર આનંદ કાકડીયા પર યુવતીને ફસાવવાનો આરોપ લાગતાં MLA J V Kakadiya નો ખુલાસો
બગસરા તાલુકા ભાજપના પ્રમુખ પ્રદીપ ભાખર સામે દુષ્કર્મના આરોપનો કેસ , ધારીના ધારાસભ્ય જે.વી. કાકડીયાના પુત્ર આનંદ કાકડીયા પર યુવતીને ફસાવી હોવાના આરોપ હતા, જે.વી.કાકડિયાએ સ્પષ્ટતા કરી , કહ્યું… pic.twitter.com/KgS4E51dew
— Gujarat First (@GujaratFirst) July 26, 2025
પ્રદીપ ભાખર વિરૂદ્ધ મારી પત્ની અને સાસુએ ષડયંત્ર કર્યું: તુષાર ગજેરા
દુષ્કર્મ પીડિત યુવતીનો આ વીડિયો સામે આવ્યા બાદ હવે તેણીનાં પતિની પ્રતિક્રિયા સામે આવતા કેસમાં નવો વળાંક આવ્યો છે. પીડિતાનાં પતિ તુષાર ગજેરાએ (Tushar Gajera) પ્રદીપ ભાખર પરના આરોપોને ખોટા ગણાવ્યા છે. તુષાર ગજેરાએ કહ્યું કે, પ્રદીપ ભાખર વિરૂદ્ધ મારી પત્ની અને સાસુએ ષડયંત્ર રચ્યું છે. સમગ્ર કેસમાં પ્રદીપભાઈનો કોઈ વાંક નથી. અગાઉ મારી પત્નીએ ડાયમંડ એસો. માં છેતરપિંડી કરી હતી. ફરિયાદ લેતા પહેલા બધું આગળનું જોવું. માહિતી અનુસાર, તુષાર ગજેરા પરિવાર સાથે બે મહિના પહેલા બેંગકોક ગયો હતો. તે અંગે વાત કરતા તુષાર ગજેરાએ કહ્યું કે, બીચ પર મારા મિત્ર પ્રદીપ ભાખર મળ્યા હતા. રવિ ઘોઘારી અને મુખી અમારા સંપર્કમાં હતા. બેંગકોકથી (Bangkok) નીકળ્યા ત્યારે રવિ અને મુખીએ એક બેગ આપી હતી. અમદાવાદ એરપોર્ટ પર તપાસમાં બેગમાંથી ગાંજો મળ્યો હતો. બેગમાં ગાંજો હતો, તેમાં ટેગ મારા પત્નીનાં નામનું હતું. મારા પત્નીને જેલમાં લઈ ગયા બાદ મેં પ્રદીપ ભાખરનો સંપર્ક કર્યો હતો. પ્રદીપ ભાખરે મને ફાઇનાન્શિયલ અને વકીલનો સપોર્ટ કર્યો હતો.
આ પણ વાંચો - Rahul Gandhi in Gujarat : નવા જિ. પ્રમુખો, ગંભીરા બ્રિજ દુર્ઘટના પીડિતોને મળ્યા, દુઘ ઉત્પાદકોની વ્યથા સાંભળી
હું લાઈ ડિટેક્ટર ટેસ્ટ માટે તૈયાર છું : પીડિતા
બીજી તરફ આ દરમિયાન દુષ્કર્મ પીડિતોનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે જણાવે છે કે, 'આ મામલે FIR લેવા મુદ્દે તલાલા પોલીસ સ્ટેશનમાં પૂરતા પુરાવા રજૂ કર્યા છે. હું લાઈ ડિટેક્ટર ટેસ્ટ માટે તૈયાર છું. હું જે.વી.કાકડિયાને (J.V. Kakadia) નથી ઓળખતી. હું માત્ર આનંદ કાકડિયાને ઓળખું છું. મારી પાસે આનંદ કાકડિયા વિરુદ્ધ તમામ પુરાવા છે.' દુષ્કર્મ પીડિતાએ નિષ્પક્ષ પોલીસ તપાસ અને ન્યાયની માગ કરી છે.
આ પણ વાંચો - Mahisagar : ધોધમાં તણાતા મૂળ રાજસ્થાનનાં 2 યુવકના મોત, ઘટના કેવી રીતે બની તે અંગે તપાસ તેજ


