Amreli : એક તરફ શાબ્દિક પ્રહાર, બીજી તરફ કોંગ્રેસ નેતા પ્રતાપ દૂધાતે ભાજપના આ MLA ના કર્યા વખાણ
- માવઠાના માર વચ્ચે કોંગ્રેસ અને AAP આવ્યાં સામસામે! (Amireli)
- અમરેલીમાં ખેતી બચાવો આંદોલનમાં પરેશભાઈ ધાનાણીના ગોપાલભાઈ ઇટાલિયા પર પ્રહાર!
- "AAPએ ખેડૂતો માટે હેક્ટરે રૂ.50 હજારનાં વળતરની માગ કરી"
- સુરતનાં ધારાસભ્ય કુમારભાઈ કાનાણીના કોંગ્રેસનાં નેતા પ્રતાપભાઈ દૂધાતે કર્યા વખાણ
- ખેડૂતો માટે સવાલો ઉઠાવતા કુમારભાઈને મારા સલામ છેઃ પ્રતાપભાઈ દૂધાત
Amireli : રાજ્યમાં કમોસમી વરસાદને (Unseasonal Rains) પગલે ખેતરો જળમગ્ન થયા છે. ઊભા પાકને નુકસાન થતાં ખેડૂતોની સ્થિતિ પાયામાલ બની છે. ખેડૂતો દ્વારા રાજ્ય સરકાર પાસે સહાયની માગ કરાઈ રહી છે. ત્યારે સરકારે પણ ખેડૂતોની મદદ કરવા કામગીરી શરૂ કરી દીધી છે. આ વચ્ચે વિપક્ષી પાર્ટીઓ એટલે કે કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (AAP) સામસામે આવી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અમરેલીમાં 'ખેતી બચાવો આંદોલન'દરમિયાન (Kheti Bachao Andolan) કોંગ્રેસ નેતા પરેશભાઈ ધાનાણીએ AAP પર આકરા પ્રહાર કર્યા અને નામ લીધા વિના ગોપાલભાઈ ઇટાલિયા તરફ ઇશારો કરી આડકતરી રીતે ગંભીર આરોપ લગાવ્યા છે. બીજી તરફ, અમરેલી કોંગ્રેસના નેતા પ્રતાપભાઈ દૂધાતે (Pratapbhai Dudhat) ભાજપ ધારાસભ્ય કુમારભાઈ કાનાણીના (Kumarbhai Kanani) વખાણ કર્યા છે.
આ પણ વાંચો - Gir Somnath : ધરતીપુત્રોની વ્હારે આવ્યા CM ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રભાવિત વિસ્તારોની લીધી મુલાકાત
Amireli માં માવઠાના માર વચ્ચે કોંગ્રેસ અને AAP સામસામે!
રાજ્યમાં માવઠાના માર વચ્ચે કોંગ્રેસ અને AAP સામસામે આવી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, અમરેલીમાં ખેતી બચાવો આંદોલનમાં કોંગ્રેસનાં નેતા પરેશભાઈ ધાનાણીએ (Pareshbhai Dhanani) AAP નેતા અને વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાનું (Gopalbhai Italia) નામ લીધા વિના આડકતરી રીતે રીતે આકરા પ્રહાર કર્યા છે અને ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, AAP એ ખેડૂતો માટે હેક્ટરે રૂ. 50 હજારના વળતરની માગ કરી છે. હેક્ટરે રૂ. 50 હજાર એટલે તો વીઘે રૂ. 8 હજાર જ થાય. વીઘે રૂ. 50 હજારનું નુકસાન અને આપનાં નવા-સવા ખેડૂતોનાં કહેવાતા નેતાઓએ રૂ. 8 હજારમાં સોદો કરી આવ્યા? તેમણે આક્ષેપ કર્યા કે, ગુજરાતનાં ખેડૂતોનો વીઘે રૂ.8 હજારમાં સોદો કરવાનું ષડયંત્ર રચાયું. તમારે વેચાવું હોય તો વેચાઓ, અમારા પેકેજ અમારો ખેડૂત નક્કી કરશે. નવા-સવા ખેડૂતોના કહેવાતા નેતાઓએ ખેડૂતોને ગીરવે મુક્યા.
આ પણ વાંચો - Bhavnagar : ખેડૂતો સાથે શ્રમિકોની પણ સ્થિતિ દયનીય બની! Gujarat First નાં માધ્યમથી ઠાલવી વેદના
કુમારભાઈ કાનાણી ખેડૂતના દીકરા છે અને ખેડૂતોની વેદના જાણે છે : પ્રતાપભાઈ દૂધાત
બીજી તરફ અમરેલી કોંગ્રેસનાં નેતા પ્રતાપભાઈ દૂધાતે (Pratapbhai Dudhat) ભાજપ ધારાસભ્ય કુમારભાઈ કાનાણીનાં (Kumarbhai Kanani) વખાણ કરી અભિનંદન પાઠવ્યા હતા. પ્રતાપભાઈ દૂધાતે કહ્યું કે, ખેડૂતો માટે સવાલો ઉઠાવતા કુમારભાઈને મારા સલામ છે. કુમારભાઈ કાનાણી ખેડૂતના દીકરા છે અને ખેડૂતોની વેદના જાણે છે. પ્રતાપભાઈ દૂધાતે આગળ કહ્યું કે, કુમારભાઈના માતા-પિતાનાં ચરણોમાં પણ મસ્તક ઝૂકાવુ છું. પક્ષાપક્ષી ભૂલી અત્યારે દરેકે ખેડૂતોના હિતનું વિચારવું જોઈએ. કુમારભાઈની જેમ તમામ 182 ધારાસભ્યો ખેડૂતોનું હિત વિચારે એવી અપેક્ષા છે. ખેડૂતોને સહાય મુદ્દે કોઈ રાજકારણ નહીં, બસ માત્ર ખેડૂતહિત હોવું જોઈએ.
આ પણ વાંચો - Amit Khunt Case : મૃતક યુવક અમિત ખૂંટના ભાઈએ રાજ્યનાં જેલ વડાને કરી રજૂઆત, લગાવ્યા ગંભીર આરોપ