Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amreli : જાફરાબાદ બંદર પર ફરી લાગ્યું ત્રણ નંબરનું સિગ્નલ, જાણો આગાહી!

આજે જાફરાબાદ શહેર તેમ જ ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ જોવા મળ્યો છે.
amreli   જાફરાબાદ બંદર પર ફરી લાગ્યું ત્રણ નંબરનું સિગ્નલ  જાણો આગાહી
Advertisement
  1. Amreli ના જાફરાબાદ બંદર પર ફરી લાગ્યું ત્રણ નંબરનું સિગ્નલ
  2. હવામાન વિભાગની આગાહી, ભારે વરસાદ અને પવન રહેવાની સંભાવના
  3. જાફરાબાદ શહેર તેમ જ ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ
  4. માછીમારોને દરિયો ન ખેડવાની તંત્રની સૂચના

Amreli : સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગની (Weather Department) આગાહી મુજબ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર (Jafrabad Port) પર લાઇટ હાઉસ ખાતે 3 નંબરનું ફરી સિગ્નલ લાગ્યું હોવાની મહિતી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવના છે. આજે જાફરાબાદ શહેર તેમ જ ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ જોવા મળ્યો છે. ત્યારે આગામી દિવસોમાં આગાહીને જોતા માછીમારોને દરિયો ન ખેડવાની તંત્રે સૂચના આપી છે.

આ પણ વાંચો - Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 134 તાલુકામાં મેઘમહેર, જાણો ક્યા પડ્યો 10 ઈંચ વરસાદ

Advertisement

Advertisement

Amreli ના જાફરાબાદ બંદર પર ફરી લાગ્યું ત્રણ નંબરનું સિગ્નલ

અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર લાઇટ હાઉસ ખાતે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે દરિયામાં ભારે કરંટ અને તોફાની હવામાનની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 29 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી દરિયામાં 40 થી 60 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, સાથે ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. સાથે જ આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી છે. જાફરાબાદમાં તંત્ર દ્વારા માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવા અને બોટને સલામત સ્થળે રાખવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો - Ahmedabad: કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી Amit Shah એ વિકાસલક્ષી કાર્યોનું કર્યું લોકાર્પણ

માછીમારોને દરિયો ન ખેડવાની તંત્રની સૂચના

જણાવી દઈએ કે, આજે જાફરાબાદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ ચાલુ છે, જેના કારણે વાતાવરણમાં ભેજ અને ઠંડક જોવા મળી છે. હવામાન વિભાગે ગુજરાતના અન્ય જિલ્લાઓ જેવા કે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ વગેરેમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. સાથે જ સુરત, તાપી, નવસારીમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. વલસાડ, દમણ, ડાંગ, ભરૂચ, ખેડામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે.

આ પણ વાંચો - Board Exam 2026માં ધો.10 અને 12 બોર્ડના પ્રશ્નપત્રોમાં થશે ફેરફાર, જાણો શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ શું કહ્યું

Tags :
Advertisement

.

×