Amreli: મહિલા મેડિકલ ટીમ ઘરે આવી છતાં પાયલ ગોટીએ મેડિકલની ના પાડી, આ મામલે SITની ટીમે શું કહ્યું?
- પરેશ ધાનાણીએ SIT ની ટીમને રસ્તામાં રોકી મેડિકલની ના પાડીઃ પોલીસ
- ગામથી બહાર નીકળતા અચાનક પાયલે મેડિકલની ના પાડીઃ પોલીસ
- આખરે કેમ અત્યારે પાયલ ગોટીએ મેડિલક કરાવવાની ના પાડી?
Amreli: અમરેલી લેટરકાંડ મામલે અત્યારે ગુજરાતભરમાં ચર્યાઓ થઈ રહીં છે. આ મામલે અનેક રાજનેતાઓના નિવેદનો પણ સામે આવ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આજે પાયલ ગોટીના નિવેદનને લઈને અનેક નિવેદનો સામે આવ્યાં છે. એટલું જ નહીં પરંતુ જ્યારે પોલીસ પર પટ્ટા મારવાના આક્ષેપો થયા ત્યારે SIT ની ટીમે પાયલ ગોટીનું મેડિકલ ચેકઅપ માટે લઈ જઈ રહીં હતી. ત્યારે પરેશ ધાનાણીએ પહેલા SIT ની ટીમને રોકી અને જ્યારે SIT ની ટીમ મહિલા ડૉક્ટરોની ટીમને લઈને ઘરે પહોંચી ત્યારે પણ પાયલે મેડિકલ ચેકઅપ કરવાની ના પાડી દીધી હતી.
પોલીસને Medical Check up કરવા માટે કરી રહી છે ઈનકાર
પોલીસે પાયલને સમજાવવાનો અથાગ પ્રયાસ કર્યો
છતાં પાયલ ગોટી મેડિકલ માટે ના થઈ તૈયાર @ikaushikvekaria @SP_Amreli @GujaratPolice #Payalgoti #AmreliLetterKand #SITteam #MedicalCheckup #Police #confession #magistrate pic.twitter.com/62fSjnmxIS— Gujarat First (@GujaratFirst) January 7, 2025
આ પણ વાંચો: Amreli: Gujarat First પર પાયલ ગોટીનો વધુ એક વીડિયો, Medical check-up કરવા માટે કરી રહી છે ઈનકાર
બને તેટલું જલદી મેડિકલ ચેકઅપ થવું જરૂર છેઃ પોલીસ
આ મામલે અત્યારે પોલીસનું નિવેદન પણ સામે આવ્યું છે. પોલીસે કહ્યું કે, ‘જ્યારે પોલીસ પર પાયલે માર માર્યાના આક્ષેપો કર્યા છે. જેથી આ મામલે જેટલું જલદી બને તેટલું જલદી મેડિકલ ચેકઅપ થવું જરૂર હતું.’ આ મામલે અમરેલી જિલ્લા અધિક્ષક દ્વારા SIT ની રચના કરી છે. SIT ની ટીમ જ્યારે પાયલબેનને મેડિકલ ચેકઅપ માટે લઈ જઈ હતી. તેના માટે પાયલબેનના પરિવારની સહમતી પણ લેવામાં આવી હતી. પરંતુ રસ્તામાં તેમના ગામથી બહાર નીકળતા અચાનક પાયલ બેને અત્યારે મેડિકલ કરાવવું નથી અને મને ઘરે પાછા મુકી જાઓ. આ દરમિયાન પરેશભાઈ ધાનાણી આવ્યા અને તેમણે કહ્યું કે, અત્યારે મેડિકલ કરાવવાનું નથી થતું,અને દીકરીને ઘરે મૂકી આવો. તો અમે પાયલ બેનને ઘરે પાછા મુકી આવ્યાં હતા.’
મેડિકલ ટીમ ઘરે પહોંચી તેમ છતાં પાયલે મેડિકલની ના પાડી દીધી
વધુમાં પોલીસે કહ્યું કે, ‘પાયલબેન મેડિકલ માટે બહાર જવાની ના પડાતતા હતા તો અમે મહિલા મેડિલકની ટીમને પાયલબેનના ઘરે બોલાવી હતી. આ દરમિયાન અમે પાયલબેનને સમજાવ્યા કે, તમે પોલીસ પર આક્ષેપ કર્યા છે. પોલીસે મને ટોર્ચર કરી છે. તો અમારે તપાસ કરવી ખુબ જ જરૂરી છે જે બને તેટલું વહેલું થવું જરૂરી છે. મેડિકલ ચેકઅપ માટે તેમના ઘરે ગયા તો પણ પાયલબેને અત્યારે મેડિકલ ચેકઅપ કરવાની ના પાડેલી છે.’
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


