Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amreli : બાળસિંહોનાં મોત વચ્ચે વધુ એક સિંહણનું મોત, વનતંત્ર દોડતું થયું!

વનવિભાગનાં અધિકારીઓએ આ મામલે સમીક્ષા હાથ ધરી છે. એનિમલ કેર સેન્ટર ખાતે સિંહણનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
amreli   બાળસિંહોનાં મોત વચ્ચે વધુ એક સિંહણનું મોત  વનતંત્ર દોડતું થયું
Advertisement
  1. બાળસિંહોનાં મોત વચ્ચે વધુ એક સિંહણનું મોત (Amreli)
  2. અમરેલીના રાજુલાના માંડરડીમાં સિંહણનું મોત થયું
  3. વનવિભાગના PCCF રાજુલા જાફરાબાદ પહોંચ્યા
  4. એનિમલ કેર સેન્ટર ખાતે સિંહણનાં અંતિમ સંસ્કાર કરાયા

Amreli : અમરેલી જિલ્લાના જાફરાબાદ રેન્જમાં (Jafrabad Range) બાળસિંહોનાં મોતથી ચિંતા વ્યાપી છે. ત્યારે આ વચ્ચે વધુ એક સિંહણનું મોત થતાં પરિસ્થિતિઓ વધુ ગંભીર બની છે. રાજુલાનાં (Rajula) માંડરડીમાં સિંહણનું મોત નીપજતાં વનવિભાગનાં PCCF રાજુલા, જાફરાબાદ (Jafrabad Range) પહોંચ્યા હતા. વનવિભાગનાં અધિકારીઓએ આ મામલે સમીક્ષા હાથ ધરી છે. એનિમલ કેર સેન્ટર ખાતે સિંહણનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. સિંહણનાં મોત અંગે વનતંત્ર વધુ તપાસ કરશે.

આ પણ વાંચો - Surat : ડિલિવરી બોય મિત્રને કામ નહોતું મળતું, ધો.10 માં ભણતો મિત્ર નાપાસ થયો, તણાવમાં બંને ભર્યું અંતિમ પગલું!

Advertisement

Advertisement

અમરેલીના રાજુલાના માંડરડીમાં સિંહણનું મોત થયું

અમરેલી જિલ્લાના (Amreli) જાફરાબાદ રેન્જમાં બાળસિંહોનાં મોતથી વન્યજીવ પ્રેમીઓમાં ભારે દુ:ખ છે. ત્યારે આ વચ્ચે વધુ એક સિંહણનું મોત નીપજતા વનતંત્ર દોડતું થયું છે. માહિતી અનુસાર, અમરેલીનાં રાજુલા તાલુકાનાં માંડરડી ગામ ખાતે એક સિંહણનું મોત (Death of Lioness) નીપજ્યું હતું. આ અંગે જાણ થતા વનવિભાગના PCCF ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વનવિભાગના અધિકારીઓએ આ અંગે સમીક્ષા હાથ ધરી છે.

આ પણ વાંચો - Amreli : બાળસિંહનાં મોત મામલે પરિમલ નથવાણીનું મોટું નિવેદન, કહ્યું- બાળસિંહ આપણી મૂડી છે..!

એનિમલ કેર સેન્ટર ખાતે સિંહણનાં અંતિમ સંસ્કાર કરાયા

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક સિંહણનાં ઝાંઝરડા એનિમલ કેર સેન્ટર (Zanzarda Animal Care Center) ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. ત્યારે બીજી તરફ વનતંત્ર દ્વારા સિંહણનાં મોત મામલે તપાસ પણ શરૂ કરાઈ છે. નોંધનીય છે કે, જાફરાબાદ રેન્જમાં બાળસિંહોનાં મોતથી વન્યજીવ પ્રેમીઓએ ચિંતા વ્યક્ત કરી બાળસિંહોની સુરક્ષાને લઈ સવાલ ઉઠાવ્યા છે. ત્યારે ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન સલાહકાર સમિતિનાં (Gir Sanctuary and National Park Advisory Committee) સભ્ય પરિમલ નથવાણીએ (Parimal Nathwani) બાળસિંહોનાં મોતને આઘાતજનક બાબત ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, એનિમલ રેસ્ક્યૂ સેન્ટર બન્યા પણ ખુલ્યા નહીં તો ધ્યાન આપવું જોઈએ. બીજા બાળ સિંહોને સુરક્ષિત કરી રિસર્ચ કરવાની જરૂર છે. ગીર બાજું આ બીમારી આવી નથી, તેનું પણ ધ્યાન રાખવાની જરૂર છે. તેમણે કહ્યું કે, બાળસિંહ આપણી મૂડી છે. આ સમસ્યા ખૂબ જ ગંભીર છે.

બાળસિંહોનાં મોત મામલે વનવિભાગની તપાસ તેજ

જાફરાબાદમાં સિંહબાળનાં મોત મામલે વનવિભાગની તપાસ તેજ થઈ છે. ગાંધીનગરથી પ્રિન્સિપાલ ઓફ ચીફ કન્ઝર્વેટર જાફરાબાદ પહોંચ્યા છે. PCCF, ચીફ ફોરેસ્ટર, DRO સહિતની ટીમ શેત્રુંજી રેન્જ પહોંચી હોવાની માહિતી છે. અનામત ડેરા સેન્ટર બાદ બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે અધિકારીઓ સહિત ટીમ સમીક્ષા કરવા પહોંચી છે. એનિમિયા અને ન્યૂમોનિયાને કારણે મોત થયાનું પ્રાથમિક અનુમાન છે. MLA હીરા સોલંકી અને જે.વી. કાકડિયાએ વનમંત્રીને આ મામલે પત્ર પાઠવ્યો હતો.

આ પણ વાંચો - Amreli : બાળસિંહનાં મોત મામલે MLA હીરા સોલંકીનું મોટું નિવેદન! કહ્યું-સરકાર ખૂબ જ ચિંતિત..!

Tags :
Advertisement

.

×