Amreli: દીકરીને ન્યાય અપાવવા નીકળેલા કોંગ્રેસ નેતા પ્રતાપ દૂધાત, યજ્ઞેશ દવે વિશે આ શું બોલ્યા?
- ભાજપ નેતા વિરુદ્ધ લેટર કાંડને મામલે રાજનીતિ ગરમાઈ
- પીડિતા પાયલ ગોટીને ન્યાય અપાવવા કોંગ્રેસ મેદાને
- કોંગ્રેસ નેતાઓએ નારી સ્વાભિમાન આંદોલન કર્યું
અમરેલીમાં ભાજપ નેતા કૌશિક વેકરીયા વિરુદ્ધ લેટર કાંડને મામલે હાલ રાજનીતિ ગરમાઈ છે. આ લેટર કાંડની પીડિતા પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે કોંગ્રેસે જાણે કે બીડું ઝડપ્યું છે.
ગઇકાલથી પરેશ ધાનાણી, વીરજી ઠુમ્મર, પ્રતાપ દુધાત સહિતના કૉંગ્રેસ નેતાઓ નારી સ્વાભિમાન આંદોલન અંતર્ગત ઉપવાસ પર બેઠા હતા. આ નેતાઓની સાથે 30 જેટલા કાર્યકર્તાઓ પણ રાત્રે કડકડતી ઠંડીમાં રાત્રિના ઉપવાસ આંદોલનમાં સહભાગી બન્યા હતા. આ દરમિયાન પ્રતાત દુધાતે ભાજપ નેતા યજ્ઞેશ દવે પર આકરા પ્રહારો કર્યા હતા.
પ્રતાપ દૂધાતે ભાજપ નેતા પર ગુસ્સો ઉતાર્યો
પ્રતાપ દુધાતે અમરેલી લેટર કાંડ મુદ્દે ભાજપ નેતા યજ્ઞેશ દવે પર પર પ્રહારો કરતા કહ્યું કે, 8 દિવસથી તારુ નાનુ મગજ કોઈએ કાઢી લીધુ છે ગોખાવેલી વાત બોલ્યા કરો છો. સંવેદનશીલતા ક્યાં છે? આ સાથે પ્રતાપ દુધાત ‘મા’ વિશે અપમાનજનક શબ્દો બોલ્યા.
પ્રતાપ દુધાતના નિવેદન પર યજ્ઞેશ દવે લાલઘૂમ
પ્રતાપ દુધાતના આ નિવેદન પર યજ્ઞેશ દવે લાલઘૂમ થયા છે. તેમણે પ્રતાપ દુધાત પર વળતો પ્રહાર કરતા કહ્યુ કે, કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતના સંસ્કાર જોઈ લ્યો ભાજપના પ્રવક્તા એટલે કે ટીવી ચેનલની ડિબેટમાં હું હતો અને મારી ‘મા’ સામે બોલે છે હું પ્રતાપ દુધાતને ખુલ્લી ચેલેન્જ આપું છું કે મા બેન સામે બોલતા પહેલા જરા વિચાર કરવો. મારી મા સામે ગમે એમ બોલનાર બીજાની મા દીકરીઓની રક્ષા કરવા નીકળી પડ્યા છે.
પ્રતાપ દૂધાત સામે પ્રશ્નો કર્યા
આમ અમરેલીની પાટીદાર દીકરીને ન્યાય અપવવા નિકળેલા કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતના આ પ્રકારના શબ્દોથી તેમની સામે સવાલો ઉઠી રહ્યા છે. એક તરફ તેઓ દીકરીને ન્ચાય અપાવવા માટે આંદોલન કરી રહ્યા છે અને બીજી તરફ મા બહેન સામે બોલી રહ્યા છે, ત્યારે પ્રતાપ દુધાતે પણ પોતાની વાણી પર લગામ રાખવી જોઈએ. જાહેરમંચ પરથી આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરવો તે નેતાને શોભે? જે કોઈની મા બેનની ઈજજત ના કરી શકે તે દીકરીને કેવી રીતે ન્યાય અપાવી શકે? આવા અનેક સવાલો પ્રતાપ દૂધાત સામે ઉઠી રહ્યા છે.
આ પણ વાંચો: રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા 36 મામલતદારની બદલી, પંચાયત વિભાગ દ્વારા TDOની બદલી


