Amul એ પોલટ્રી ફાર્મ બિઝનેસ શરૂ કર્યો, મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાતમાં થશે પોલ્ટ્રી ફુડનું વેચાણ
અમૂલ હવે દૂધ જ નહીં પરંતુ પોલ્ટ્રી સેક્ટરમાં પોતાનો કારોબાર વિક્સાવશે અને આ શ્રેત્રમાં મોટુ પરિવર્તન લાવવા માટે પ્રયાસ કરશે. અમૂલે આ માટે ઉત્પાદન કરવાની શરુઆત કરી છે. જેને લઈ હવે આગામી દિવસોમાં પોલ્ટ્રી ફાર્મના વ્યવસાયીઓને મોટી રાહત મરઘાંઓના ખોરાક અને તેની તંદુરસ્તીને લઈને રહેશે.
મહત્વનું છે કે, હવે અમૂલ દ્વારા પશુઆહારમાં મરઘા ઉત્પાદનને લઈને ખાસ આહારનુ ઉત્પાદન કરવાની શરુઆત કરવામાં આવી છે. હાલમાં મરઘાઓ માટે આહારનુ ઉત્પાદન શરુ કરવામાં આવ્યુ છે. મહારાષ્ટ્રમાં હાલમાં આ ઉત્પાદન શરુ કરવામાં આવ્યુ છે. જે દેશના અન્ય હિસ્સાઓ અને ગુજરાતમાં પણ શરુ કરવામાં આવનાર છે.
અમૂલ દ્વારા પોલ્ટ્રી ફીડ તૈયાર કરવામાં આવ્યુ છે, જેનુ મોટા પાયે ઉત્પાદન શરુ કર્યુ છે. મહારાષ્ટ્રમાં આ માટેનુ ઉત્પાદન શરુ કરી દેવામાં આવ્યુ છે. આગામી દિવસોમાં જેનુ ઉત્પાદન ગુજરાત માં પણ શરુ થશે પોલ્ટ્રી ફાર્મ ધરાવતા અનેક પશુપાલન કરતા વ્યવસાયીઓને માટે સારી ગુણવત્તા ધરાવતો આહાર પુરો પાડશે.
પોલ્ટ્રી ફાર્મ ધરાવતા અનેક પશુપાલન કરતા વ્યવસાયીઓને માટે સારી ગુણવત્તા ધરાવતો આહાર પુરો પાડશે. જેને લઈ પોલ્ટ્રી ફાર્મ ધરાવતા વ્યવસાયીઓની આવકમાં વધારો થશે. ભારત ઈંડાના ઉત્પાદનમાં વિશ્વમાં ત્રીજુ સ્થાન ધરાવે છે અને હજુ પણ પોલ્ટ્રી ફાર્મ સેક્ટરનો વિકાસ થઈ રહ્યો છે. આમ આગામી દિવસોમાં પોલ્ટ્રી ફીડની જરુરીયાત અને મરઘા સ્વસ્થ રાખવાની ચિંતા રાખવી પડશે.
આ પણ વાંચો : AMTS-BRTSના નવા દર જાહેર, 1 જુલાઈથી થશે અમલ


