Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સાણંદમાં 500 કરોડના ખર્ચે ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન કરવાની ઇલેક્ટ્રોલાઇઝરની ઇન્ડસ્ટ્રી બનશે

સાણંદમાં ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન કરવાની ઇલેક્ટ્રોલાઇઝરની ઇન્ડસ્ટ્રી બનશે , સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને હવે ઇલેક્ટ્રોલાઇઝર બનાવાશે , અમદાવાદ જિલ્લાના સાણંદમાં રૂપિયા 500 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરી પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે પાણીના ટીપામાંથી હાઇડ્રોજનના બે કણ અને ઓક્સિજનના એક કણને છુટો પાડીને...
સાણંદમાં 500 કરોડના ખર્ચે ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન કરવાની ઇલેક્ટ્રોલાઇઝરની ઇન્ડસ્ટ્રી બનશે
Advertisement

સાણંદમાં ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન કરવાની ઇલેક્ટ્રોલાઇઝરની ઇન્ડસ્ટ્રી બનશે , સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને હવે ઇલેક્ટ્રોલાઇઝર બનાવાશે , અમદાવાદ જિલ્લાના સાણંદમાં રૂપિયા 500 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરી પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે પાણીના ટીપામાંથી હાઇડ્રોજનના બે કણ અને ઓક્સિજનના એક કણને છુટો પાડીને ગ્રીન હાઇડ્રોજન પેદા કરવા માટેના ઇલેક્ટ્રોલાઇઝરનો પ્લાન્ટ ગુજરાતના સાણંદમાં નાંખવાની જાહેરાત કરવામાં આવી છે. . ગ્રીન હાઇડ્રોજન પેદા કરવા માટેનો સંપૂર્ણ દેશી ટેકનોલોજી સાથેનો આ પ્લાન્ટ છે. ઇલેક્ટ્રોલાઇઝરનું નિર્માણ થવા માંડતા ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનમાં ગુજરાત સ્વતંત્ર બની શકશે . આ પ્લાન્ટ શરૂ થઇ જતા ગ્રીન હાઇડ્રોજન પેદા કરવામાં અગ્રણી રાજ્ય તરીકેનું સ્થાન ગુજરાત પ્રાપ્ત કરી લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ હાઇડ્રોજન મિશન પોલીસી બનાવાઇ છે. જે પોલીસીથી આવનારા પ્લાન્ટ માટે ગ્રીન્જો ઇન્ડિયા એનર્જી લિમિટેડ પહેલા તબક્કામાં 100 કરોડ, બીજા તબક્કામાં 250 કરોડ અને ત્રીજા તબક્કામાં 150 કરોડ મળીને કુલ 500 કરોડનું રોકાણ કરશે.. આ સાથેજ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના સહકારથી ગુજરાતને એનર્જી સેક્ટરમાં સ્વતંત્ર બનાવવાની દિશામાં મહત્વનું પગલું ભરવામાં આવી રહ્યું છે.

Advertisement

કંપનીની સ્થાપના થઇ ગયા પછીના આઠ માસમાં ઇલેક્ટ્રોલાઇઝરનું ઉત્પાદન કરવાનો પ્લાન્ટ ચાલુ કરી દેવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઇલેક્ટ્રોલાઇઝરની મદદથી હવામાં કાર્બનનું જરાય ઉત્સર્જન કર્યા વિના હાઇડ્રોજન પેદા કરવામાં આવતો હોવાથી તેને ગ્રીન હાઇડ્રોજન તરીકે ઓળખવામાં આવે છે.

Advertisement

ગ્રીન ઇન્ડિયા એનર્જી લિમિટેડ રિન્યૂએબલ એનર્જીના સેક્ટરની એક અગ્રણી કંપની છે. ગુજરાતમાં ઇલેક્ટ્રોલાઇઝરનું સ્વદેશી ટેક્નોલોજીથી ઉત્પાદન કરીને માર્કેટમાં આવનારી તે પહેલી કંપની બનશે. ડિઝાઇનિંગના સેક્ટરના અગ્રણી ગણાતા ગુજરાત સ્થિત એજીડીસી ગ્રુપે આ પ્લાન્ટ માટેનું મોડલ તૈયાર કરી આપ્યું છે.

ગ્રીન્જો એનર્જી ઇન્ડિયા લિમિટેડ સાણંદ ખાતેના તેના વર્લ્ડ ક્લાસ પ્લાન્ટમાં 1, 2 અને 5 મેગાવોટની ક્ષમતા ધરાવતા ઇલેક્ટ્રોલાઇઝર બનાવશે , વર્ષે-દહાડે અંદાજે 125 મેગાવોટની ક્ષમતા ધરાવતા ઇલેક્ટ્રોલાઇઝર તેઓ બનાવશે. તેનાથી ગુજરાતની ઉર્જાની જરૂરીયાત સંતોષવા ઉપરાંત 1 હજાર જેટલા લોકોને પરોક્ષ રોજગારી પ્રાપ્ત થશે.ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન શરૂ થતા ભારતની આયાત પરની નિર્ભરતામાં પણ ઘટાડો થશે

Tags :
Advertisement

.

×