Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

લોકસભા ચૂંટણીને લઈને પંચમહાલ કોંગ્રેસ સમિતિ દ્વારા કારોબારીની બેઠક યોજાઈ

આગામી લોકસભા ચૂંટણીને લઈને પંચમહાલ લોકસભાની બેઠક માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઘોઘંબા ખાતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં પંચમહાલ લોકસભાના સૌ કોંગ્રેસના મહીસાગર, ખેડા અને પંચમહાલ જિલ્લાના આગેવાનો, સહિત મહિલા હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લોકસભાની...
લોકસભા ચૂંટણીને લઈને પંચમહાલ કોંગ્રેસ સમિતિ દ્વારા કારોબારીની બેઠક યોજાઈ
Advertisement
આગામી લોકસભા ચૂંટણીને લઈને પંચમહાલ લોકસભાની બેઠક માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઘોઘંબા ખાતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં પંચમહાલ લોકસભાના સૌ કોંગ્રેસના મહીસાગર, ખેડા અને પંચમહાલ જિલ્લાના આગેવાનો, સહિત મહિલા હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. એક તરફ બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે તો બીજી તરફ નિવેદનબાજી અને પક્ષપલટાનો પવન ફૂંકાઈ રહ્યો છે. જેના વચ્ચે કોંગ્રેસ દ્વારા આજરોજ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ખાતે આઈ સી સી ના પ્રભારી ઉષા નાયડુ અનવ પંચમહાલ લોકસભા બેઠકના કો. ઓર્ડીનેટર ગ્યાસુદ્દીન શેખની પ્રમુખ ઉપસ્થિતિમાં પંચમહાલ લોકસભાની કારોબારીની અગત્યની મીટીંગ રાખવામાં આવી હતી.
AICC ના ગુજરાત પ્રભારી ઉષા નાયડુએ જણાવ્યું હતું કે, હાલ કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં ગયા છે ત્યારે ભાજપના પણ કેટલાક લોકો કોંગ્રેસમાં આવી રહ્યા છે. ત્યારે આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો પર કોંગ્રેસ મજબૂત ઉમેદવાર આપશે અને કોંગ્રેસની જીત થશે. ત્યારે પંચમહાલ લોકસભા બેઠકના કો ઓર્ડીનેટર ગ્યાસુદ્દીન શેખે ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્ય કૉંગ્રેસ પક્ષ છોડીને જાય તેવી પરિસ્થિતિ રહી નથી અને કોંગ્રસ પક્ષે ઘણું બધું આપ્યું છતાં બે ધારાસભ્ય કૉંગ્રેસ છોડીને ગયા પરંતુ કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસ જોડે છે.

વધુમાં તેમને જણાવ્યું હતું કે, આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ જીતી જશે. વધુમાં તેમને તાજેતરમાં રજુ કરાયેલ બજેટ વિશે પણ વાત કરી હતી.

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ

Advertisement

આ પણ વાંચો -- રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા જાહેર કરાયેલ રાજ્યના વર્ષ 2024-25 માટેના બજેટને GCCI એ બિરદાવ્યું

Advertisement

Tags :
Advertisement

.

×