Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat :ખરીફ પાકોનું વાવેતર કરતા ખેડૂતોના વિશાળ હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય

૧૩ લાખ જેટલા ખેડૂતોને સિંચાઇનો સીધો લાભ મળશે
gujarat  ખરીફ પાકોનું વાવેતર કરતા ખેડૂતોના વિશાળ હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય
Advertisement
  • Gujarat : મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)નો રાજ્યના ખેડૂતો ખરીફ પાકો-Kharif cropsનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે તેવો ખેડૂત હિતકારી અભિગમ
  • નર્મદા કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી એક મહિનો વહેલું અપાશે
  • ૧૩ લાખ જેટલા ખેડૂતોને સિંચાઇનો સીધો લાભ મળશે
  • Gujaratના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel) કપાસ અને અન્ય ખરીફ પાકો-Kharif cropsનું વાવેતર કરતા ખેડૂતોના વિશાળ હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.+

Gujarat : નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતો આગોતરૂં આયોજન કરીને પાકનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે તે માટે મુખ્યમંત્રીશ્રી(CM Bhupendra Patel)એ આ વર્ષે આ વિસ્તારમાં જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી એક મહિનો વહેલું એટલે કે તા.૧૫મી મે, ૨૦૨૫થી આપવાનો નિર્ણય કર્યો છે.

સામાન્ય રીતે સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારમાં ખરીફ સિઝન માટે તા.૧૫મી જૂન પછી પાણી છોડવામાં આવતું હોય છે. ખેડૂતોને જો સિંચાઈ માટે વહેલું પાણી આપવામાં આવે તો તેઓ વધુ ઉત્પાદન મળવીને આર્થિક રીતે વધુ સક્ષમ બની શકે.

Advertisement

ધરતીપુત્રો પ્રત્યે સંવેદનશીલતાપૂર્વકનો અભિગમ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર Gujarat ના ધરતીપુત્રો પ્રત્યે સંવેદનશીલતાપૂર્વકનો અભિગમ અપનાવીને ચાલુ વર્ષે નર્મદા કમાન્ડ વિસ્તારમાં તા.૧૫ જૂનને બદલે તા.૧૫મી મે એટલે કે 30 દિવસ વહેલું જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી આપવાનો નિર્ણય કર્યો છે.

Advertisement

મુખ્યમંત્રીશ્રી(CM Bhupendra Patel)ના કિસાન હિતકારી નિર્ણયને પગલે ખેડૂતો ખાસ કરીને કપાસ જેવા પાકોનું આગોતરૂં આયોજન ખેડૂતો કરી શકશે. એટલું જ નહિં, ઉત્પાદન વધારા માટે આગોતરી વાવણી પણ કરી શકશે.

૧૩ લાખ ધરતીપુત્રોને સિંચાઈ સુવિધાનો સીધો લાભ

આ ખેડૂત હિતકારી નિર્ણયથી સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારના આશરે ૧૩ લાખ ધરતીપુત્રોને સિંચાઈ સુવિધાનો સીધો લાભ મળશે. પાક વહેલો થવાથી તેમને બજારમાં સારી ઉત્પાદન કિંમત મળશે તેમજ વધુ ઉત્પાદન થતા ખેડૂતોની આવકમાં પણ વૃદ્ધિ થશે.

Gujarat-મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)ના નેતૃત્વમાં રાજ્ય સરકારે કિસાન હિતકારી આ વધુ એક નિર્ણય લઈને ખેડૂતોની પડખે સદાય ઉભી રહેતી સરકારની અનુભૂતિ લાખો કિસાનોને કરાવી છે.

આ પણ વાંચો -VADODARA : 44 સખી મંડળોના ઉત્પાદનોને આજની જરૂરિયાત પ્રમાણે કોર્પોરેટ લૂક અપાશે

Tags :
Advertisement

.

×