Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Anand : ST બસ હોટેલ પર ઊભી રહે તો નાસ્તો-ભોજન કરતા પહેલા ચેતજો! ડ્રાઇવર સાથે જ બની જોખમી ઘટના!

આ મામલે, હવે આરોગ્ય વિભાગ (Health Department) શું કાર્યવાહી કરે છે તેનાં પર સૌની નજર છે.
anand   st બસ હોટેલ પર ઊભી રહે તો નાસ્તો ભોજન કરતા પહેલા ચેતજો  ડ્રાઇવર સાથે જ બની જોખમી ઘટના
Advertisement
  1. આણંદ જિલ્લાનાં તારાપુરની ન્યુ માયા હોટેલની ઘટના (Anand)
  2. હોટેલ ખાતે GSTRTC ની બસો ભોજન-નાસ્તા માટે રોકાય છે
  3. હોટેલમાં ભોજન લેતી વખતે બસચાલકનાં ભોજનમાં ગરોળી આવી હોવાનો આરોપ
  4. બસચાલકની તબિયત લથડતા હોસ્પિટલ લઈ જવાયો! ઘટના પાછળ જવાબદાર કોણ?

Anand : રાજ્યમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવાની વધુ એક ઘટના સામે આવી છે. ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળી હોવાનાં અનેક સમાચાર અગાઉ આપણી સમક્ષ આવી ચૂક્યા છે. ત્યારે એવી જ વધુ એક ઘટના આણંદ જિલ્લામાંથી આવી છે. અહીં, તારાપુરની ન્યુ માયા હોટેલ (New Maya Hotel) ખાતે GSTRTC ની બસ ઊભી હતી ત્યારે એસટી બસનાં ચાલકનાં ભોજનમાંથી ગરોળી નીકળી હોવાનો દાવો કરાયો છે. બસ ડ્રાઇવરની તબિયત લથડતા તપાસ માટે અડધી રાત્રે તત્કાલ તારાપુર સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ મામલે, હવે આરોગ્ય વિભાગ (Health Department) શું કાર્યવાહી કરે છે તેનાં પર સૌની નજર છે.

આ પણ વાંચો - Rajkumar Jat Case: Hanuman Beniwalની Gujarat કૂચ? "Gondal ના નેતાને ઘરમાંથી ઢસડીને કાઢીશું"!

Advertisement

Advertisement

બસચાલકનાં ભોજનમાંથી ગરોળી નીકળી હોવાનો આરોપ

પ્રાથમિક માહિતી અનુસાર, આણંદ જિલ્લાનાં (Anand) તારાપુરમાં આવેલી ન્યુ માયા હોટેલ ખાતે ભોજન-નાસ્તા માટે GSTRTC ની બસો રોકાતી હોય છે. દરમિયાન, ઉપલેટા કવાંટ એસટી બસનાં ચાલકે ન્યુ માયા હોટેલ (New Maya Hotel) ખાતે બસ ઊભી રાખી હતી. દરમિયાન, ડ્રાઇવર-કન્ડક્ટર સહિત બસનાં મુસાફરો ભોજન-નાસ્તો કરવા માટે હોટેલમાં ગયા હતા. આરોપ છે કે બસનાં ડ્રાઇવર ભોજન કરતી વેળાએ તેમાંથી ગરોળી નીકળી હતી. આથી, બસચાલકની તબિયત અચાનક લથડી હતી અને તેમને અડધી રાત્રે તત્કાલ સારવાર અર્થે તારાપુરની સરકારી હોસ્પિટલ (Tarapur Government Hospital) લઈ જવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - Kutch : ભુજના નાડાપા ગામે મકાનની દીવાલ બે માસૂમ બાળકો પર પડી, એકનું મોત

ન્યુ માયા હોટેલ ખાતે સરકારી ST બસને ફરજિયાત રોકાવવાનો નિયમ!

આરોપ છે કે તારાપુરની ન્યુ માયા હોટેલ ખાતે સરકારી ST બસને ફરજિયાત રોકાવવાનો યુનિયન દ્વારા નિયમ બનાવવામાં આવ્યો છે. આથી, બસચાલકોને આ હોટેલ ખાતે બસ ઊભી રાખવા ફરજ પડાય છે. બીજી તરફ આ ઘટના બાદ આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ લોકોએ સવાલ ઊભા કર્યા છે. ખોરાકમાં ઝેર પીરસતા હોય તેમ ગરોળી નીકળતા જવાબદાર કોણ ? મુસાફરોનો જીવ જોખમમાં મૂકનાર સામે કાર્યવાહી થશે અને થશે તો ક્યારે થશે ? શું હોટેલ માલિક સામે કાર્યવાહી કરવામાં આવશે ? શું આરોગ્ય વિભાગ આ ઘટના બાદ ઘોર નિંદ્રામાંથી જાગશે ? ભોજનમાં ઝેર પીરસ્તા કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ ? આ પ્રકારનાં સવાલ લોકો વચ્ચે થઈ રહ્યા છે.

આ પણ વાંચો - Bharuch : સો. મીડિયા થકી સગીરા સાથે મિત્રતા કેળવી, લગ્નની લાલચ આપી ભગાડી ગયો, પછી..!

Tags :
Advertisement

.

×