Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Anand : બોરસદમાં શાળાની ખુલ્લેઆમ દાદાગીરી! બાકી ફી માટે વિદ્યાર્થિનીને આપી સજા!

ફી ન ભરે ત્યાં સુધી શાળામાં ન મોકલવાનો ક્લીપમાં ઉલ્લેખ થયો છે.
anand   બોરસદમાં શાળાની ખુલ્લેઆમ દાદાગીરી  બાકી ફી માટે વિદ્યાર્થિનીને આપી સજા
Advertisement
  1. Anand નાં બોરસદની સરસ્વતી સ્કૂલની ફી માટે ખુલ્લેઆમ દાદાગીરી!
  2. સ્કૂલની ફી નહીં ભરનારી વિદ્યાર્થિનીને સ્કૂલમાં ઊભી રાખી હોવાનો આરોપ
  3. સત્રની અડધી ફી ભરી હોવા છતાં વિદ્યાર્થિનીને ઊભી રખાઈ હોવાનો આક્ષેપ
  4. શાળા કર્મચારી અને વાલી વચ્ચે થયેલી વાતચીતની ઓડિયો ક્લીપ વાઇરલ

આનંદ જિલ્લાનાં (Anand) બોરસદ તાલુકાની સરસ્વતી સ્કૂલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. ફી નહીં ભરનારી વિદ્યાર્થિનીને સ્કૂલમાં ઊભી રાખવામાં આવી હોવાનો આરોપ થયો છે. વિદ્યાર્થિનીનાં વાલીઓએ સત્રની અડધી ફી ભરી હોવા છતાં વિદ્યાર્થિનીને ઊભી રાખવામાં આવી હોવાનાં આક્ષેપ થયા છે. આ મામલે શાળા કર્મચારી અને વાલી વચ્ચે થયેલી વાતચીતની ઓડિયો ક્લીપ પણ વાઇરલ થઈ છે. ફી ન ભરે ત્યાં સુધી શાળામાં ન મોકલવાનો ક્લીપમાં ઉલ્લેખ થયો છે. સાથે જ ફી ન ભરે તો ટ્રાન્સપોર્ટેશન બંધ કરી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ મામલે શિક્ષણ વિભાગ શું કાર્યવાહી કરશે તેનાં પર સૌની નજર છે.

આ પણ વાંચો -Gujarat: બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી મદદ માટે માહિતી પુસ્તિકા લોન્ચ કરવામાં આવી

Advertisement

શાળા કર્મચારી અને વાલી વચ્ચે થયેલી વાતચીતની ઓડિયો ક્લીપ વાઇરલ

આનંદ જિલ્લાનાં (Anand) બોરસદ તાલુકાની સરસ્વતી સ્કૂલની ખુલ્લેઆમ દાદાગીરીનો (Saraswati School Controvercy) વધુ બનાવ સામે આવ્યો છે. આરોપ છે કે સ્કૂલની ફી નહીં ભરનારી વિદ્યાર્થિનીને ઊભી રાખવામાં આવી હતી. વાલીઓએ સત્રની અડધી ફી ભરી હોવા છતાં વિદ્યાર્થિનીને ઊભી રખાઈ હોવાનું વાલીઓએ જણાવ્યું હતું. આ મામલે શાળા કર્મચારી અને વાલી વચ્ચે થયેલી વાતચીતની ઓડિયો ક્લીપ પણ વાઇરલ થઈ છે, જેમાં ફી ન ભરે ત્યાં સુધી શાળામાં ન મોકલવાનો ઉલ્લેખ કરાયો છે. સાથે જ ફી ન ભરે તો ટ્રાન્સપોર્ટેશન બંધ કરી દેવાની ધમકી પણ આપી હતી. ફી ભરેલ ન હોય બાળકીને વર્ગની બહાર બેસાડતા હોવાનો સ્કૂલની શિક્ષકાએ પણ એકરાર કર્યો છે.

Advertisement

આ પણ વાંચો -Gandhinagar: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ટીબીના દર્દીઓ માટે આરોગ્ય વિષયક સેમિનાર યોજાયો

સત્રની અડધી ફી ભરી હોવા છતાં વિદ્યાર્થિનીને ઊભી રાખી!

આરોપ અનુસાર, ફેબ્રુઆરીનાં અંત સુધીમાં ફી ભરવા અને વિદ્યાર્થિનીને સ્કૂલમાં ભેસાડવા માટે વાલીએ આજીજી કરી પરંતુ તેમ છતાં સંચાલકોએ ધરાર ઈનકાર કર્યો હતો. અડધી શૈક્ષણિક ફી બાકી હોવાથી બાળકીને સ્કૂલ ન મોકલવા વાલીને સંચાલકોએ જણાવ્યું હતું. જણાવી દઈએ કે, અગાઉ પણ આ સ્કૂલનો વિવાદાસ્પદ વીડિયો સામે આવ્યો હતો, જેમાં ફી ન ભરનાર બાળકોને લોબીમાં બેસાડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, વીડિયો વાઇરલ થયા બાદ પણ શિક્ષણ વિભાગ દ્વારા કોઇ કાર્યવાહી કરાઈ ન હતી. ત્યારે ફરી વાર આ પ્રકારની ઘટના બનતા વાલીઓનો આરોપ છે કે રાજકીય પીઠબળ ધરાવતા સંચાલકો સામે શિક્ષણ વિભાગ (Gujarat Education Department) પણ વામણું બની જાય છે. સરકારનાં નીતિ-નિયમોની ઐસીતૈસી કરતા સંચાલક સામે શિક્ષણ વિભાગ કાર્યવાહી કરશે કે કેમ ? તેનાં પર સૌની નજર છે. આ પ્રકારની ઘટનાઓ સતત સામે આવતા સવાલ થઈ રહ્યા છે કે...

> દાદાગીરી કરનારી શાળા સામે પગલાં કેમ નહીં ?
> શું ગરીબ પરિવાર હોય એટલે શાળા ગમે તેમ કરશે ?
> અડધી ફી ભરી છતાં આવું બેહુદુ વર્તન કેમ કરાય છે ?
> પહેલા પણ શાળા વિવાદમાં આવી હતી તો પગલાં કેમ ન લેવાયા ?
> ગરીબ વાલીઓ સાથે આવું ઉદ્ધતાઈભર્યું વર્તન કેમ ?
> આવા શિક્ષણ માફિયાઓ સામે ક્યારે લેવાશે પગલાં ?
> ગરીબ વાલીઓને ધમકી આપનારા સામે કેમ કાર્યવાહી નહીં ?

આ પણ વાંચો - Gir Forest: પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રીનો રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર

Tags :
Advertisement

.

×