Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Anand : લ્યો બોલો... હવે પાનનાં ગલ્લે વિદેશી દારૂનું વેચાણ! વાઇરલ Video એ ખોલી પોલ!

વીડિયો સામે આવતા લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. સાથે યુઝર્સ સ્થાનિક પોલીસની કામગીરીને લઈને પણ અનેક સવાલ કરી રહ્યા છે.
anand   લ્યો બોલો    હવે પાનનાં ગલ્લે વિદેશી દારૂનું વેચાણ  વાઇરલ video એ ખોલી પોલ
Advertisement
  1. Anand નાં પેટલાદનાં નાર ગામે વિદેશી દારૂ વેચાણનો વીડિયો વાઇરલ!
  2. નાર ગામમાં પાનનાં ગલ્લે માંગો તે બ્રાન્ડનો વિદેશી દારૂ ઉપલબ્ધ હોવાનો દાવો
  3. વીડિયો વાઇરલ થતાં સ્થાનિક પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ

Anand : રાજ્યમાં દારૂની હેરાફેરી અને વેચાણ કરવા માટે બુટલેગરો અવનવા કીમિયા અપનાવતા હોય છે. ત્યારે આણંદમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વાઇરલ વીડિયો પેટલાદ તાલુકાનાં (Petlad) એક ગામનો હોવાનું સામે આવ્યું છે. વાઇરલ વીડિયોમાં એક પાનનાં ગલ્લે વિદેશી દારૂનું વેચાણ થતું હોવાનું જણાય છે. આ વીડિયો સામે આવતા સ્થાનિક પોલીસ હવે શું કાર્યવાહી કરશે તેનાં પર સૌની નજર છે.

આ પણ વાંચો - Bhavnagar : એકલા રહેતા યુવકની ઘરમાંથી મળી શંકાસ્પદ હાલતમાં લાશ

Advertisement

પાનનાં ગલ્લે વિદેશી દારૂનું વેચાણ થતું હોવાનો દાવો

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે, જે આણંદ જિલ્લાનાં (Anand) પેટલાદ તાલુકાનાં નાર ગામનો હોવાનો જાણવા મળ્યું છે. આ વાઇરલ વીડિયો ગામમાં આવેલા એક પાનનાં ગલ્લા પરનો છે જ્યાં વિદેશી દારૂનું વેચાણ થતું હોવાનો દાવો કરાયો છે. નાર ગામમાં આવેલા આ પાનનાં ગલ્લે માંગો તે બ્રાન્ડનો વિદેશી દારૂ ઉપલબ્ધ હોવાનો પણ આરોપ થયો છે.

Advertisement

આ પણ વાંચો - Anand : બહારનું ખાતા પહેલા સાવધાન! ત્રણ હોટેલ-રેસ્ટોરન્ટ સીલ કરાયાં

સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ

જો કે, આ વીડિયો સામે આવતા સોશિયલ મીડિયા પર લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. સાથે યુઝર્સ સ્થાનિક પોલીસની કામગીરીને લઈને પણ અનેક સવાલ કરી રહ્યા છે. ગાંધીનાં ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર હોય તેમ કહી રહ્યા છે. ત્યારે, આ વાઇરલ વીડિયો સામે આવ્યા બાદ સ્થાનિક પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે, તેનાં પણ સૌની નજર છે.

આ પણ વાંચો - Ahmedabad : માણસા નગરપાલિકાનાં ચૂંટણી પરિણામને હાઇકોર્ટમાં પડકાર

Tags :
Advertisement

.

×